શિક્ષકનું પ્રથમ કર્તવ્ય છે કે તે વિદ્યાર્થીઓ ને પરિસ્થિતિ ને દબાવી દેવાનું નહિ પણ સામનો કરવાનું જ્ઞાન આપે. ભારતની આ આધુનિક પેઢીનું દુર્ભાગ્ય છે કે તેઓ સામનો કરવા ની બદલે પરિસ્થિતિ ને દબાવી દેવામાં માને છે. એ દબાયેલો જ્વાળામુખી ક્યારેય પણ વિનાશ સર્જી શકે. આજે આ આધુનિક યુગ માં ગણતર ના અભાવે અને માત્ર પુસ્તકિયા જ્ઞાનને આધારે બાળકોનું માનસિક સ્તર દિવસે ને દિવસે નીચે આવી રહ્યું છે. જ્યારે પરિસ્થિતિ સારી હોય ત્યારે જીરવતા અને જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે ઝઝૂમતા શીખવવામાં નહિ આવે તો આગામી સમય કાળરૂપ હશે. માત્ર શિક્ષણ ને નહિ; સાથે સંસ્કાર ને પણ પ્રાધાન્ય મળે, માત્ર ધર્મ ને નહિ; સાથે એના મર્મ ને પણ પ્રાધાન્ય મળે, માત્ર સ્વચ્છતા ને નહિ; સાથે પવિત્રતા ને પણ પ્રાધાન્ય મળે એને ખરા અર્થ માં શિક્ષિત કહેવાય. સમય ની સાથે પરિવર્તન પણ અનિવાર્ય છે, એ પરિવર્તન ને જૂની પેઢીઓ ની ટીકા ની નહિ પણ સહકારની અપેક્ષા હોય છે. વડીલો ના જરૂરી અનુભવો ના આધારે યુવા પેઢીઓમાં આવી રહેલું પરિવર્તન સ્વીકાર્ય બને એ જ સાચી શિક્ષા છે. દુર્ભાગ્ય વશ ભારત ની આ કહેવાતી ધર્મપ્રેમી જનતા એ એવા મહાપુ...
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.