" રાષ્ટ્રીય મિત્રતા દિવસ " ખરી મિત્રતાને સમય , સ્થળ , તારીખ કે પરિસ્થિતિ સાથે કાઈ લેવા દેવા હોતા નથી . સમય , સ્થળ તારીખ કે પરિસ્થિતિ કાંઇપણ હોય , વાત જ્યારે મિત્રતાની આવે ત્યારે એને નિભાવવાની જ ભાવના હોય તે જ ખરી ભાઈબંધી ! અમેરિકામાં ઇસ . ૧૯૧૯ માં પ્રથમ વખત રવિવાર ને મિત્રતા દિવસ તરીકે ઉજવવા નો પ્રસ્તાવ રખાયો અને ઇસ . ૧૯૩૫ માં અમેરિકાએ જાહેર કર્યું કે વિશ્વભર માં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારને મિત્રતા દિવસ તરીકે ઉજવીએ ; ત્યારથી ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર મૈત્રી દિવસ તરીકે ઉજવાય છે . મૈત્રીએ ભાવાત્મક જોડાણ છે જે માનવ સમુદાયને એક બીજા માટે લાગણીશીલ , માનવતાવાદી અને નિષ્ઠાવાન અને વફાદાર બનવાની પ્રેરણા પૂરી પાડે છે . આ ભાવાત્મક જોડાણ અંતે માનવ - માનવ વચ્ચે ઈશ્વર નિર્મિત દિવ્ય અને પવિત્ર લગાવ ઊભો કરે છે . " મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે " આવી દિવ્ય ...
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.