પ્રસૂતિની પીડા જણનારીને જ હોય, સુયાણીને નહીં !!! જેણે પીડા વેઠી હોય એ જ માર્ગદર્શન કરી શકે *બાકી જેણે દુઃખ જોયું જ નથી અને સોનાની ચમચી સાથે જન્મ્યા છે એ લેનલોર્ડ ઉદ્યોગકારો ક્યારેય ઉદ્યોગની પીડાને ઓળખી શક્યા નથી આ કડવું છે પણ હકીકત છે.* પાંચ વર્ષ પહેલાં મોરબીની ધરતી પર મેં પ્રવેશ કર્યો ત્યારે ઉદ્યોગ તેજીના પ્રવાહમાં વહેતો હતો. *કોરોના કાળ પછીની તેજીએ આખા ઉદ્યોગજગતને જાણે પીડામુક્ત કરી દીધું હોય તેવો સુવર્ણકાળ સર્જાયો હતો.* કારખાનાઓમાં ભઠ્ઠીઓની ધગધગતી જ્યોત, પોલિશિંગ લાઇનના સતત વાગતા સાયરન, સેઠિયાઓને થતી કરોડોની કમાણી, મજૂરોને સમયસર મળતા મહેનતાણાનો ઝગમગાટ, બેંકોને થતી કરોડો રૂપિયાના વ્યાજની આવક નો આનંદ, ટ્રકોની સતત લાઈનો અને બીજું ઘણું બધું જે જોતા લાગતું કે આ ઉદ્યોગના ભવિષ્યની સીમા જ નથી અને સિરામિક ઉદ્યોગને આવનારા વર્ષોના વર્ષો સુધી પડકારવો એ કોઈપણ સંજોગોમાં શક્ય નહીં બને. પરંતુ એ *તેજી અંદરથી ખોખલી હતી. ગતિ હતી, પણ દિશા નહોતી; ઉમંગ હતો, પણ વ્યવહારુ સ્ટ્રેટેજી નહોતી. અંધ વિશ્વાસ અને બાહ્ય ચમક વચ્ચે ઊંડો અંધકાર છુપાયેલો હતો* — જે થોડાં વર્ષોમાં સમગ્ર ઉદ્યોગને ઘેરી લેવાનો હતો. મેં ...
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.