"આદિપુરુષ" સમાજ સામે ઉગામેલું વૈચારિક હથિયાર આજના સમયમાં સમાજની પડતી નું કારણ વૈચારિક નબળાઈ છે. જેમ ચાલવા – દોડવા – કાર્યવંત રહેવા માટે શારીરિક ક્ષમતાની જરૂર પડે છે તેમ જીવનપદ્ધતિમાં પવિત્રતા અને હકારાત્મકતા જાળવી રાખવા માટે વૈચારિક ક્ષમતા અતિ અનિવાર્ય બની રહે છે. જે જીવનપદ્ધતિ માત્ર દેખાવ પુરતી કાર્યરત હોય અથવા તો તેના અનુસરણ કે અનુકરણ થી કાઈ ઉપજતું ન હોય તે નિષ્ક્રિયતા કરતા પણ વધારે નુકશાનકારક સાબિત થાય છે. “પવનના વેગ કરતા પવનનો આવેગ” હમેશા વધુ વિનાશ નોતરે છે , આ જ બાબત જીવનપદ્ધતિને લાગુ પડે છે. જીવનપદ્ધતિની વૈચારિક મજબૂતાઈ ખતમ થઇ છે તે સત્ય છે ? જો “હા” તો તેની પાછળ કોણ નિમિત બન્યું ??? ભારતીય પરંપરા અને વારસાને મૂળ સ્વરૂપથી અલગ બતાવવાની હિમત કોણે કરી ? ?? વૈચારિક મજબૂતાઈ કેવી રીતે પેદા કરવી ??? તેનો મૂળભૂત આધાર શું ??? જીવનપદ્ધતિ ને ક્યારે સક્ષમ, હકારાત્મક અને પવિત્ર છે તેમ કહી શકાય??? આવા અનેક પ્રશ્નો ના જવાબ શેના ઉપર આધારિત છે ??? તે મૂળ વિષય છે. અંગ્રેજો એવું માનતા હતા કે કોઈ પણ સમાજ ને ખત્મ કરી નાખવો હોય તો તેમની શિક્ષણ પદ્ધતિ અને ઈતિહાસ મુલ્યો ને ગમે ...
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.