મહામારી ના આ સમય માં આખું વિશ્વ આર્થિક, રાજકીય, સામાજિક અને આરોગ્યલક્ષી પાયાઓ માંથી ધ્રુજી રહ્યું છે. વિશ્વભર માં ઘણી બધી જગ્યાએ લોકડાઉન ની અસર થી આર્થિક કકળાટ છે, કોઈ દેશના સર્વોચ્ચ રાજકીય આગેવાનો કાયદાનું ઉલ્લંઘન કરી ને માફી માંગી રહ્યા છે તો બીજી બાજુએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જડમૂળ ફેરફાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. મંદિર, મસ્જિદ, ચર્ચ બધું બંધ છે, સામાજિક કાર્યક્રમો અને જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ છે, અમુક વધુ પડતા બુદ્ધિજીવી નેતાઓ ના બફાટ સમી રાજકીય સભાઓ બંધ છે અને આખું વિશ્વ એક જ જગ્યા એ કેન્દ્રિત છે; જે છે "કોરોના ના મારણ માંથી માનવ જીવન નું તારણ" "જિંદગી મોત ના બન જાયે સંભાલો યારો" જેવા ગીત માણસ ને કોરોના ના હાવ અને પ્રભાવ ની વચ્ચે ચેતવાનો સંકેત આપી રહ્યા છે અને માણસ ક્યાંક ડર થી તો ક્યાંક દબાણથી, ક્યાંક સમજદારીથી તો ક્યાંક ભવિષ્ય ની આકાંક્ષાઓ થી કાયદાઓ નું પાલન કરી રહ્યો છે જે કોરોના સામે ની લડતમાં વિજય પ્રાપ્તિ નો શુભ સંકેત છે. વાત છે ભારત ની, જેની વિચારધારા સામે આખું વિશ્વ ઘૂંટણીયા ટેકવી રહ્યું છે. લોકડાઉન પૂર્વે જનતા કરફ્યુ ની નોંધ આખા વિશ્વએ લીધી...
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.