આજે લોકો પાસે જમાનો છે , પણ જીવન જીવવાની આવડત નથી. આજે લોકો પાસે મોકો છે , પણ પાર કરવાની તાકાત નથી. આજે લોકો પાસે સુખ છે , પણ શાંતિ નથી. આજે જીત થી હરખાય છે , પણ હાર નો આનંદ લેતા નથી. આજે લોકો ભણ્યા છે , પણ જરૂર પુરતું ય ગણ્યા નથી. આજે લોકો પાસે બીજા ની ભૂલ જોવા ભેજું છે , પણ પોતાની ભૂલ સ્વીકારવા કલેજું નથી. આજે લોકો હર્ષ ના આંસુ વહાવે છે , પણ આંસુ સાથે હરખાતા નથી. આજે લોકો આસ્તિક છે , પણ સમય સિવાય ભગવાન ને સંભારતા નથી. આજે લોકો સારા હોદેદારો છે , પણ એક સારા માણસ નથી. આજે લોકો ના જીવનમાં ધાર્મિકતા છે , પણ બીજા માટે માનવતા નથી. આજે લોકો મંદિર માં માથું ટેકે છે, પણ ગરીબ સામું તો જોતા ય નથી. બસ એક જ વાત કરવી છે......... આજે લોકો પાસે બધું જ છે , પણ લોકો માટે જ સમય નથી.............. Author: Uttam Trasadiya Date: 10.06.2016 Email: uttam@uttamtrasadiya.in
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.