Skip to main content

Posts

Showing posts from 2016

હે મન! તું ક્યારથી ?

હે મન! તું ક્યારથી મગજને સલામ આપતું થઇ ગયું! નહોતા વિચાર્યા એવા નિર્ણયો આપતું થઇ ગયું! હે મન! તું ક્યારથી અપમાન કરતુ થઇ ગયું! જે હતા પોતાના એને પારકા ગણતું થઇ ગયું! હે મન! તું ક્યારથી દલીલ કરતુ થઇ ગયું! જેનાથી ડરતું હતું એને પડકાર આપતું થઇ ગયું! હે મન! તું ક્યારથી નાસ્તિક થઇ ગયું! તારાજ દુશ્મનો ને તું ભગવાન માનતું થઇ ગયું! હે મન! શા માટે તારે એવા નિર્ણયો લેવા પડ્યા! જેનાથી તને તારા જ ધિક્કારતા થઇ ગયા! Author: Uttam Trasadiya Date: 28.12.2016 Email: uttam@uttamtrasadiya.in

નોટ બંધી નો વિરોધ કેટલા અંશે યોગ્ય?

મિત્રો,             અત્યારે જ્યાં પણ જાઉં છું ત્યાં એકજ ભણકારા વાગે છે, એક જ નગારા વાગે છે, એક જ મુદ્દો વાત કરવા યોગ્ય ગણાય છે અને એ છે નોટ બંધી.... નોટબંધી.....નોટબંધી....                      ગરીબઘર ના લોકો માટે, ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ માટે અને સમાજ ના દરેક ઈમાનદાર લોકો ના હિત માં લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વ નો છે, પણ સતત ૪૫ માં દિવસે પણ ઘણા નામી-અનામી લોકો દ્વારા આ નિર્ણય નો હળાહળ વિરોધ કેમ કરાય છે?                        અમે આ વાત નું સર્વેક્ષણ કર્યું, સર્વેક્ષણ પછી એ વાત નો ૧૦૦% આનંદ થયો કે મધ્યમ અને ગરીબ વર્ગ નો દરેક ઈમાનદાર માણસ આ નિર્ણયથી ખુશ છે. અમે ૧૦૦ થી વધારે લોકો સાથે આ મુદ્દે વાતચીત કરી જેમાંથી કોઈ એન્જીનીયર હતા, કોઈ ડોક્ટર હતા,કોઈ મજુર હતા તો કોઈ સારી સંસ્થા કે કમ્પની ના માલિક હતા,જયારે કોઈ નાના મોટા વેપારી હતા પણ ૧૧૦% એ બધા ભારત ના એક ઈમાનદાર નાગરિક હતા. એમના એક વ્યક્તિના નિવેદન થી હું ખુબ ખુશ થયો જે નિવેદન હું એ...

હું અજાણ છું

તે ઘણો ભોગ આપ્યો પણ આપ્યો શા માટે એ વાત થી હું અજાણ છું... ઘણું કમાયો દુનિયા માંથી પણ દુનિયા ના પ્રેમ થી હું અજાણ છું... ભણવું જોઈએ એ હ્ક્કત છે પણ સાથે ગણવું જોઈએ એ વાત થી હું અજાણ છું... લોકો કહે છે આ કલિયુગ છે પણ કલિયુગ નીં દરેક પરિસ્થિતિ થી હું અજાણ છું.... ઘણા મળવા આવે છે વારે વારે પણ શા માટે આવે છે એના કારણ થી હું અજાણ છું... જનમ્યા છીએ તો મરવાનું એ નક્કી છે પણ મર્યા પછી શું કરવાનું છે એ વાત થી હું અજાણ છું... Author: Uttam Trasadiya Date: 14.10.2016 Email: uttam@uttamtrasadiya.in

કેટલી વખત?

વ્યક્તિ જન્મે છે એકલો દરેક વખત... પણ એકલા જીવે કેટલી વખત??? બાળક એકલું રમે છે દરેક વખત... પણ જાતે શીખે કેટલી વખત??? વિદ્યાર્થી જવાબ આપે છે દરેક વખત... પણ પ્રશ્નો પૂછે છે કેટલી વખત??? શિક્ષક શીખવે છે દરેક વખત... પણ પોતે શીખે છે કેટલી વખત??? દીકરો ભૂલ કરે છે દરેક વખત... બાપ માફ કરે કેટલી વખત??? ધંધે નફો કર્યો છે વખતોવખત... પણ માનવતા તરફ જોયું કેટલી વખત??? સમાજ વિશ્વાસ રાખે છે દરેક વખત... પણ આપણે નિભાવીએ છીએ કેટલી વખત??? જન્મે એ મરે છે દરેક વખત... પણ લોકો સંભારે છે કેટલી વખત??? Author: Uttam Trasadiya Date: 13.10.2016 Email: uttam@uttamtrasadiya.in

ઉપાધિ

ભગવાનને  મનુષ્ય જાત પર જાણે કેટલી ખીજ ચડી હશે, અને આ "ઉપાધિ" નું સર્જન કર્યું.આમ તો "ઉપાધિ" એટલે ભગવાન ને સંભારવા માટે નું ઉત્તમ સાધન. લોકો જાણે આજે ભગવાનને ભૂલીજ ગયા છે એટલે ભગવાને પણ મજબુરી થી કઇક સર્જન કરવાનું વિચાર્યું અને "ઉપાધિ" નું સર્જન કર્યું. જયારે મનુષ્ય ને સુખ જ સુખ મળે છે ત્યારે તે ભગવાન સિવાયની બધીજ વસ્તુ ને પ્રેમ કરવા માંડે છે, એ ભૂલી જાય છે કે જેને મને આ પ્રેમ કરવાને કાબિલ બનાવ્યો એતો ઈશ્વર છે, એના વગર બધું જ નકામું છે. પણ કોણ સમજાવે એણે જે ક્ષણિક પ્રેમ માટે પ્રેમદાતા ને ભૂલી ગયો છે. "ઉપાધિ" એક એવી પરિસ્થિતિ જેનો કોઈ ઈલાજ નથી.(અલબત ઈલાજ તો હોય છે પણ દેખાતો નથી.) એક એવી ઘટના જે ક્ષણિક સુખ ને દુ:ખ માં ફેરવી દે છે. એક એવો કાળ જેમાં મનુષ્ય ને જાણવા મળે છે કે એના સાચા શુભેચ્છકો કોણ છે. એક એવો વિકલ્પ જેનો કોઈ વિકલ્પ નથી હોતો. એક એવો રોગ જે દુનિયા ના કી ડોક્ટર મટાવી શકતા નથી. એક એવો સમય જેમાં મનુષ્ય ને ખબર પડે છે કે જેને એ પ્રેમ કરતો હતો એ આજે પોતાના પડખે છે કે નહિ.  "ઉપાધિ" ના સમય માં મનુષ્ય પોતાનું આર્થિક,...

આજ ના જમાના ની કરુણા

આજે લોકો પાસે જમાનો છે , પણ જીવન જીવવાની આવડત નથી. આજે લોકો પાસે મોકો છે , પણ પાર કરવાની તાકાત નથી. આજે લોકો પાસે સુખ છે , પણ શાંતિ નથી. આજે જીત થી હરખાય છે , પણ હાર નો આનંદ લેતા નથી. આજે લોકો ભણ્યા છે , પણ જરૂર પુરતું ય ગણ્યા નથી. આજે લોકો પાસે બીજા ની ભૂલ જોવા ભેજું છે , પણ પોતાની ભૂલ સ્વીકારવા કલેજું નથી. આજે લોકો હર્ષ ના આંસુ વહાવે છે , પણ આંસુ સાથે હરખાતા નથી. આજે લોકો આસ્તિક છે , પણ સમય સિવાય ભગવાન ને સંભારતા નથી. આજે લોકો સારા હોદેદારો છે , પણ એક સારા માણસ નથી. આજે લોકો ના જીવનમાં ધાર્મિકતા છે , પણ બીજા માટે માનવતા નથી. આજે લોકો મંદિર માં માથું ટેકે છે, પણ ગરીબ સામું તો જોતા ય નથી. બસ એક જ વાત કરવી છે......... આજે લોકો પાસે બધું જ છે , પણ લોકો માટે જ સમય નથી.............. Author: Uttam Trasadiya Date: 10.06.2016 Email: uttam@uttamtrasadiya.in

કોઈ તુમસે મેરા નામ જો લે

કો ઈ તુમસે મેરા નામ જો લે ,                                   કહ દેના પાગલ લડકા થા..... ઇસ જુઠી દુનિયા મે વો ,                           મુજસે સચ્ચી મહોબ્બત કરતા થા..... મેરે લાખ મના કરને પર ભી ,                                  વો રોજ મુજસે મિલને આતા થા..... જબ ભી રૂઠતી થી મે ઉસસે ,                                 વો પ્યાર સે મુજે મનાતા થા..... જબ નીંદ ના આતી થી મુજકો,...