Skip to main content

Posts

Showing posts from December, 2019

એકવાર મિત્ર બનાવી તો જો

જીવવું લાગશે ખૂબ સરળ, એક વાર જિંદગી ને સમજી તો જો !!! દુઃખ દર્દ માં પણ ખૂબ સરળતા હશે, એક વાર પ્રયત્ન કરી તો જો !!! નિખાલસતા અનુભવાશે સંબંધો માં, એક વાર સંબંધ બાંધી તો જો !!! દુનિયા જીતવા એક મિત્ર કાફી છે, બસ એક વાર મિત્ર બનાવી તો જો !!! Author: Uttam Trasadiya Date: 02.12.2019 Email: uttam@uttamtrasadiya.in

“બેટી બચાઓ, બેટી પઢાઓ” એ માત્ર સ્લોગન માં લખવા માટે નથી.

ઓમ શાંતિ ડો. પ્રિયંકા રેડ્ડી… આખા દેશ માટે આ કરુણ ઘટના છે… “બેટી બચાઓ, બેટી પઢાઓ” એ માત્ર સ્લોગન માં લખવા માટે નથી.  એક દીકરી જે ડોકટર બનીને માં બાપ ના સપનાઓ પુરા કરવા નોકરી કરવા જતી હોય અને એકલતા નો લાભ લઈને એની સાથે બળાત્કાર જેવા દુષ્કૃત્ય બાદ હત્યા કરવા માં આવે અને આખા દેશ ના પક્ષ – અપક્ષ અને વિપક્ષ ના નેતાઓ ઘટના ના 4..4 દિવસ પછી પણ ચૂપ બેસે ત્યારે ખરેખર લાગે છે કે નપુંસકતા હદ વટાવી રહી છે… મિત્રો જાગો… ડો. પ્રિયંકા પણ કોઈક ની દીકરી હતી, કોઈક ની બહેન હતી… આજે એક તેલંગણા ની દીકરી હતી કાલે કોઈ આપણા ગુજરાત નું હશે, ક્યાં સુધી સહન કરશો ??? આજે એક હિન્દી બોલનાર દીકરી હતી કાલે ગુજરાતી બોલનારી બહેન હશે, ક્યાં સુધી સહન કરશો ??? આજે કોઈ બીજા પરિવાર ની દીકરી હતી કાલે કોઇ મારા કે તમારા પરિવાર નું હશે, ક્યાં સુધી સહન કરશો ??? આ અમાનવીય કૃત્ય માં સામેલ તમામ સામે કેસ નહિ સીધી ફાંસી ની સજા થવી જોઈએ એમાં બે મત નથી, પણ મારી વાત હવે શરૂ થાય છે…. જે થવાનું હતું એ થઇ ગયું જેના થી તમામ લાગણીશીલ અને માનવીય વિચારધારા ના લોકોને દુઃખ છે પણ બીજી કોઈ દીકરી સાથે આવી ઘટન...