એમ જ ખુશ દેખાતી પ્રકૃતિના , હર એક કણ માં આજે ડર નો આભાસ છે , હારી થોડું જવાય એમ જ ??? “ જિંદગી તું ખાસ છે” ન કોઈ તકરાર - ન કોઈ દુશ્મની , તો પણ માનવ ના મન માં કંઈક તો આભાસ છે , હારી થોડું જવાય એમ જ ??? “ જિંદગી તું ખાસ છે” ઈશ્વર ની વ્યવસ્થા પર શંકા કરનાર ને , આજે ઓક્સિજન ની બોટલ પર વિશ્વાસ છે , હારી થોડું જવાય એમ જ ??? “ જિંદગી તું ખાસ છે" સંબંધો ની માયા માં રહેનાર આજે એકલો જણાય છે , નથી ખબર કે આ કેવી કચાશ છે , હારી થોડું જવાય એમ જ ??? “ જિંદગી તું ખાસ છે” પડ્યો છું તો ઉભો થઈશ , ઉભો થઈ ને ટેકો થઈશ , સાથે મળી ને સૌ કોઈ ની , ફેલાવવી માનવતાની સુવાસ છે , હારી થોડું જવાય એમ જ ??? “ જિંદગી તું ખાસ છે” Author: Uttam Trasadiya Date: 17.04.2021 Email: uttam@uttamtrasadiya.in
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.