Skip to main content

Posts

Showing posts from 2019

એકવાર મિત્ર બનાવી તો જો

જીવવું લાગશે ખૂબ સરળ, એક વાર જિંદગી ને સમજી તો જો !!! દુઃખ દર્દ માં પણ ખૂબ સરળતા હશે, એક વાર પ્રયત્ન કરી તો જો !!! નિખાલસતા અનુભવાશે સંબંધો માં, એક વાર સંબંધ બાંધી તો જો !!! દુનિયા જીતવા એક મિત્ર કાફી છે, બસ એક વાર મિત્ર બનાવી તો જો !!! Author: Uttam Trasadiya Date: 02.12.2019 Email: uttam@uttamtrasadiya.in

“બેટી બચાઓ, બેટી પઢાઓ” એ માત્ર સ્લોગન માં લખવા માટે નથી.

ઓમ શાંતિ ડો. પ્રિયંકા રેડ્ડી… આખા દેશ માટે આ કરુણ ઘટના છે… “બેટી બચાઓ, બેટી પઢાઓ” એ માત્ર સ્લોગન માં લખવા માટે નથી.  એક દીકરી જે ડોકટર બનીને માં બાપ ના સપનાઓ પુરા કરવા નોકરી કરવા જતી હોય અને એકલતા નો લાભ લઈને એની સાથે બળાત્કાર જેવા દુષ્કૃત્ય બાદ હત્યા કરવા માં આવે અને આખા દેશ ના પક્ષ – અપક્ષ અને વિપક્ષ ના નેતાઓ ઘટના ના 4..4 દિવસ પછી પણ ચૂપ બેસે ત્યારે ખરેખર લાગે છે કે નપુંસકતા હદ વટાવી રહી છે… મિત્રો જાગો… ડો. પ્રિયંકા પણ કોઈક ની દીકરી હતી, કોઈક ની બહેન હતી… આજે એક તેલંગણા ની દીકરી હતી કાલે કોઈ આપણા ગુજરાત નું હશે, ક્યાં સુધી સહન કરશો ??? આજે એક હિન્દી બોલનાર દીકરી હતી કાલે ગુજરાતી બોલનારી બહેન હશે, ક્યાં સુધી સહન કરશો ??? આજે કોઈ બીજા પરિવાર ની દીકરી હતી કાલે કોઇ મારા કે તમારા પરિવાર નું હશે, ક્યાં સુધી સહન કરશો ??? આ અમાનવીય કૃત્ય માં સામેલ તમામ સામે કેસ નહિ સીધી ફાંસી ની સજા થવી જોઈએ એમાં બે મત નથી, પણ મારી વાત હવે શરૂ થાય છે…. જે થવાનું હતું એ થઇ ગયું જેના થી તમામ લાગણીશીલ અને માનવીય વિચારધારા ના લોકોને દુઃખ છે પણ બીજી કોઈ દીકરી સાથે આવી ઘટન...

શિક્ષક દિવસ

શિક્ષકનું પ્રથમ કર્તવ્ય છે કે તે વિદ્યાર્થીઓ ને પરિસ્થિતિ ને દબાવી દેવાનું નહિ પણ સામનો કરવાનું જ્ઞાન આપે. ભારતની આ આધુનિક પેઢીનું દુર્ભાગ્ય છે કે તેઓ સામનો કરવા ની બદલે પરિસ્થિતિ ને દબાવી દેવામાં માને છે. એ દબાયેલો જ્વાળામુખી ક્યારેય પણ વિનાશ સર્જી શકે. આજે આ આધુનિક યુગ માં ગણતર ના અભાવે અને  માત્ર પુસ્તકિયા જ્ઞાનને આધારે બાળકોનું માનસિક સ્તર દિવસે ને દિવસે નીચે આવી રહ્યું છે. જ્યારે પરિસ્થિતિ સારી હોય ત્યારે જીરવતા અને જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે ઝઝૂમતા શીખવવામાં નહિ આવે તો આગામી સમય કાળરૂપ હશે. માત્ર શિક્ષણ ને નહિ; સાથે સંસ્કાર ને પણ પ્રાધાન્ય મળે, માત્ર ધર્મ ને નહિ; સાથે એના મર્મ ને પણ પ્રાધાન્ય મળે, માત્ર સ્વચ્છતા ને નહિ; સાથે પવિત્રતા ને પણ પ્રાધાન્ય મળે એને ખરા અર્થ માં શિક્ષિત કહેવાય. સમય ની સાથે પરિવર્તન પણ અનિવાર્ય છે, એ પરિવર્તન ને જૂની પેઢીઓ ની ટીકા ની નહિ પણ સહકારની અપેક્ષા હોય છે. વડીલો ના જરૂરી અનુભવો ના આધારે યુવા પેઢીઓમાં આવી રહેલું પરિવર્તન સ્વીકાર્ય બને એ જ સાચી શિક્ષા છે. દુર્ભાગ્ય વશ ભારત ની આ કહેવાતી ધર્મપ્રેમી જનતા એ એવા મહાપુ...

વ્યક્તિ વિશેષ: માન. શ્રી મનોહર પારીકર

આઈ.આઈ.ટી મુંબઈ જેવી ખ્યાતનામ કોલેજ માંથી સ્નાતક ની ડિગ્રી મેળવ્યા બાદ સંઘ ના આદેશ થી રાજનીતિ માં જોડાયેલા શ્રી મનોહર પરિકર સાહેબ ની જીવન શૈલી દિલચસ્પ અને આશ્ચર્ય માં મૂકી દે તેવી હતી. 26 વર્ષ જેટલી નાની વયે  ગોવા પ્રાંત ના સંઘ ચાલક ની જવાબદારી કુશળતા પૂર્વક નિભાવ્યા બાદ સંઘ ના આદેશ થી ભારત ની રાજનીતિ માં તેમનું આગમન થયું. રાજનેતા કેવો હોય એનું આદર્શ ઉદાહરણ શ્રી મનોહર પરિકર સાહેબ ના જીવન માંથી શીખવા જેવું છે. ગોવા ની એક 5 સ્ટાર હોટેલ માં જ્યારે તેઓ પહોંચે છે ત્યારે તેમના સાદા કપડાં ને લીધે હોટેલ નો વોચમેન તેમને પ્રવેશ ની મનાઈ ફરમાવે છે. એક મુખ્યમંત્રી કક્ષા ની બીજી કોઈ વ્યક્તિ કદાચ આ અપમાન સહન ન કરી શકે ! , જ્યારે સાહેબ કોઈ પણ ઉગ્ર પ્રતિક્રિયા આપ્યા વગર આયોજકો ની રાહ જુએ છે. એવા હતા એ  મૃદુ સ્વભાવ ના સંવેદનશીલ રાજનેતા ! ગોવા વિધાનસભા ના સત્ર દરમિયાન રસ્તા ઉપર ના અતિશય ટ્રાફિક ને લીધે જ્યારે તેમનો કાર કાફલો અટવાઈ જાય છે ત્યારે પોલીસ પ્રશાસન ને ધમકાવ્યા વગર અતિ શાંત સ્વભાવે એક સામાન્ય નાગરિક ના સ્કૂટર ઉપર બેસીને તેઓ વિધાનસભા ભવન પહોંચે છે. એવા હતા એ સરળ સ્વભાવ ના સક્રિય ર...

વ્યક્તિત્વ એટલે મનથી ઉદ્દભવતા વિચારોની આભા

વ્યક્તિત્વ એટલે વ્યક્તિના વિચારોનું વાસ્તવિક સ્વરૂપ. કોઈ વ્યક્તિ જેવું વિચારે છે તેવું તે કરે છે અને તે કાર્યો જ તેનું વ્યક્તિત્વ નક્કી કરે છે. વાસ્તવિક સ્વરૂપમાં વિચારોની આભા જ વ્યક્તિત્વની નિશાની છે. આ વિચારોનું સર્જક એટલે વ્યક્તિનું મન. મગજ ક્યારેય કોઈ વિચાર કરતુ નથી, વિચાર હમેશા મન કરે છે કારણકે આત્મા અને મનનું જોડાણ એ કુદરતની દેન છે એટલે જ ડોકટરો મગજને રીપેર કરી શકે છે મન ને નહિ. મન એ અખૂટ શક્તિ અને અનંત વિચારોનો ભંડાર છે, જ્યાં અનંત હોય તેનો કોઈ ઈલાજ ન હોય. આપણે માત્ર પૃથ્વી સુધી પહોંચતા સૂર્યના કિરણો ને અનુભવી શકીએ છીએ પરંતુ એ કિરણો નું સર્જન કરી રહેલા સૂર્ય ના તપને અનુભવી શકાતું નથી. આવું જ વિચારોનું છે, કોઈ વ્યક્તિના વિચાર ને અનુભવવો અશક્ય છે માત્ર તે વિચાર ના વાસ્તવિક સ્વરૂપને અનુભવી શકાય છે, સમજી શકાય છે, તેનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકાય છે. જે વ્યક્તિ સર્જનાત્મક પ્રકૃતિ ધરાવે છે તે જ વ્યક્તિ વિચારી શકે છે. જેને કાઈ સર્જન કરવાની ઈચ્છા નથી તે ક્યારેય મનના ચિંતન સુધી પહોંચી શકતો નથી તે માત્ર સર્જિત વસ્તુઓ કે પરિસ્થિતિઓનું સંતોષપૂર્વક સંચાલન કરી શકે છે જેને...