આદર્શ શિક્ષક, આદર્શ માર્ગદર્શક અને આદર્શ વ્યક્તિત્વ ડો. નિર્મલદાન ગઢવી વર્ષ 2014 માં મોરડ ગામ ને એક એવા વ્યક્તિત્વ ની ભેટ મળી જેના લીધે આજે આપ ત્યાં જઈને જોઈ શકો કે ગામ નો નકશો જ કંઈક અલગ છે. ગુજરાત ના સાહિત્ય જગત ના ગૌરવ સમાં વ્યક્તિ ડો. નિર્મલદાન મોરડ પ્રાથમિક શાળા ના આચાર્ય તરીકે નિમાયા અને 2014 માં મોરડ માં આવ્યા. વર્ષ 2014 નો ઉલ્લેખ ખાસ એટલા માટે કરું છું કારણકે ગામ માં જે કાંઈ પરિવર્તન આવ્યું છે એ માત્ર ને માત્ર 2014 પછી આવ્યું છે જેનું સાક્ષી આખું ગામ છે...આજે પણ... ગામ માં અસામાજીક તત્વો નો ખુબ ત્રાસ હતો, એ તત્વોની કુટેવો ના લીધે આખું ગામ પીડાતું હતું. વર્ષ 2014 માં ડો. ગઢવીના આચાર્ય બન્યા પછી આજે એ તત્વો વાલિયા લૂંટારા માંથી વાલ્મિકી બન્યા હોય એટલું જોરદાર પરિવર્તન દેખાય છે. મોરડ ગામ આણંદ જિલ્લાના ખૂબ અંતરિયાળ વિસ્તાર તરીકે ઓળખાય અને ત્યાં રાત્રે જતા પણ બીક લાગે આજે એ ગામ ડો.ગઢવી નું ગામ એમ ઓળખાય છે. વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા વર્ગખંડ નહિ , પૂરતી વ્યવસ્થા નહિ આજે જઈ ને જોશો તો ખબર પડશે ડો.ગઢવીના અથાગ પ્રયત્ન સ્વરૂપે ગામ ને 85 લાખ રૂપિયા ની સરકારી ગ્...
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.