વિશ્વમાં કોરોના વાઇરસ નો પ્રથમ કેસ 01.12.2019 ના રોજ ચાઇના ના વુહાન શહેર માં સામે આવ્યો હતો જે જોત જોતામાં માત્ર 3 મહિના જેટલા ટૂંકા ગાળા માં વિશ્વ ના તમામ દેશ માં ફેલાયો. ભારતમાં કોરોના વાઇરસ ની ગંભીર અસર ના એંધાણને પગલે 22 માર્ચ 2020 ના જનતા કરફ્યુ ના જન સમર્થન બાદ ભારત લોક ડાઉન ને આજે પાંચમો દિવસ છે. સમાચાર પત્રો, સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા વગેરે દ્વારા મળી રહેલા સમાચારો ના આધારે આજે આખો દેશ ઘર માં પુરાયો છે : ઘણા સ્વેચ્છાએ, ઘણા મજબૂરી માં તો ઘણા દબાણ ને લીધે ! જેમાં હું કે તમે કોઈ બાકાત નથી. આ સમય માં અનુભવાઈ રહ્યું છે કે આખા વિશ્વના માત્ર આરોગ્ય નું ટેસ્ટિંગ જ નહિ પણ તમામ વ્યક્તિની માનવતાનું પણ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ઉદાર મનના લોકો ફૂડપેકેટ વિતરણ જેવી સેવા કામગીરીમાં લાગ્યા છે તો દાતારો, ઉદ્યોગકારો, સામાજિક અને ધાર્મિક સંસ્થાનો લાખો - કરોડો રૂપિયાના દાન નો ધોધ વરસાવી સરકાર ના હાથ મજબૂત કરવાની સેવા માં લાગ્યા છે. આ સમયે રાષ્ટ્ર અને રાજ્ય ની સરકારો પણ અતિ સતર્કતા સાથે જન કલ્યાણ અને જન આરોગ્ય બાબતે ચિંતિત અને કાર્યરત છે. અબજો રૂપિયા ના બજેટ ની જાહેરાત, મહામારી ના સમય માં ...
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.