આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે માણસની બુદ્ધિને મશીનમાં ઉતારવાનો અદ્ભુત પ્રયત્ન છે. દુનિયા ઝડપથી ડિજિટલ બની રહી છે, મશીનો વિચારવા, શીખવા અને નિર્ણય લેવાની ક્ષમતા મેળવી રહ્યા છે. આ બદલાવથી ઘણી નોકરીઓ ઓછી થશે, પરંતુ અનેક નવી તકો પણ ઊભી થશે. ખાસ કરીને ખેતી, પશુપાલન, માનવીય ઇમોશન સાથે જોડાયેલા વ્યવસાય અને કન્સલ્ટિંગ ક્ષેત્રોમાં તો ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે. ખેતી માનવ જીવનનો મૂળ આધાર છે અને હવે તે પરંપરાગત નહિ, સ્માર્ટ ખેતી બનતી જાય છે. AI આધારિત ટેક્નોલોજીથી ખેડૂત હવે જમીનની હાલત, તાપમાન, ભેજ, પાણી અને ખાતરનું પ્રમાણ દરેક બાબત જાણીને યોગ્ય નિર્ણય લઈ શકે છે. ડ્રોન અને સેન્સરથી પાકનું આરોગ્ય ચકાસી શકાય છે, જેનાથી ઉપજ વધે છે અને ખર્ચ ઘટે છે. આવી ટેક્નોલોજી સાથે કામ કરતા યુવા ખેડૂત અને એગ્રો ઉદ્યોગસાહસિકો માટે આવનાર સમય સોનેરી બની શકે છે. ગામડાંઓમાં “AI ફાર્મ કન્સલ્ટિંગ” જેવી નવી સેવા શરૂ થઈ શકે છે, જ્યાં ડેટા આધારિત માર્ગદર્શન આપીને ખેડૂતોને સક્ષમ બનાવી શકાય. ખેતી ક્ષેત્રમાં ટેકનોલોજી હવે સ્પર્ધા નહિ, સહયોગી સાબિત થશે. પશુપાલન ક્ષેત્રમાં પણ AI ચમત્કારિક પરિવર્તન લાવી રહ્યું છે. પશુઓની તબિયત હવ...
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.