જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ ! વંદન પપ્પા, અભિનંદન પપ્પા, આભાર પપ્પા ! હૈયાનાં ઉદ્ગાર આજે આપને અર્પણ આપના જન્મદિને ! ઉછેરમાં રાખી નથી કચાશ, અનુભવથી ઉજળો ઇતિહાસ, પપ્પાને આજે થયા પચાસ ! ખાઈને ટાઢો રોટલોને છાશ, ફેલાવ્યો જેણે કાયમ પ્રકાશ, પપ્પાને આજે થયા પચાસ ! જ્યારે અનુભવ્યો શૂન્યાવકાશ, ભરોસા સમો જ માત્ર અવકાશ, પપ્પાને આજે થયા પચાસ ! નથી જોઈ પળનીય નવરાશ, સદૈવ હૈયે સેવાની આશ, પપ્પાને આજે થયા પચાસ ! સમયથી નથી થયા નપાસ, જાણ્યું જ્યારે કરી તપાસ, પપ્પા ને આજે થયા પચાસ ! Love you so much bapuuu ❤️🥰😘 Jay Siyaram 🚩 ✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૭.૦૩.૨૦૨૪
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.