Skip to main content

Posts

Showing posts from February, 2020

વ્યક્તિ વિશેષ : શ્રી નવઘણભાઈ મુંધવા

ગુજરાતની આ પવિત્ર ધરા વર્ષોથી દાતારો અને શૂરવીરો માટે ઓળખાય છે. આજે એવા જ એક સામાજિક અગ્રણી, સરળ સૌમ્ય અને નિખાલસ વ્યક્તિ ની વાત આપ સાથે કરવી છે.  અમદાવાદ ના એસ.પી રિંગરોડ ઉપર સ્થિત નાગલધામ ગ્રુપ અને એના પ્રમુખ મારા આત્મીય સ્નેહીશ્રી નવઘણભાઈ. નવઘણભાઈ એટલે ભરવાડ સમાજ અને ગુજરાતની આ પવિત્રધરાનું ઘરેણું કહી શકાય એવું વ્યક્તિત્વ છે. આખા અમદાવાદ માં મોટા ભાગ ના સર્કલ ઉપર તમને જોવા મળશે "માનવતા ની દીવાલ" આ માનવતા ની દિવાલ ના પ્રણેતા એટલે નવઘણભાઈ. તેમણે વિચાર કર્યો કે સમાજ માં એવા ઘણા વ્યક્તિઓ છે જેમને પૂરતા પહેરવા અને ઓઢવાના કપડાં નથી અને એ લોકો બીજા પાસે હાથ લંબાવતા પણ અચકાય છે તો એના વિકલ્પ સ્વરૂપે ગરીબ વર્ગ ના લોકો માટે અમદાવાદ માં ઠેર ઠેર "માનવતા ની દીવાલ" બનાવી જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાના વધારા ના કપડાં મૂકી જાય અને જરૂર હોય તે સ્વૈચ્છીક આવી ને લઈ જાય... ધન્ય છે દોસ્ત... 15 જાન્યુઆરી ના દિવસે એમની દીકરી ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી.  અમદાવાદના નાના ચિલોડા સર્કલ ઉપર "નાગલધામ અન્ન ક્ષેત્ર" શરૂ કર્યું છે જ્યાં માત્ર 5 રૂપિયા ના નજીવા દરે જરૂરિયાત મંદને પેટ ભ...