Skip to main content

Posts

Showing posts from March, 2026

ઈરાન - અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં પાકિસ્તાનની મધ્યસ્થી રંગ લાવશે કે કેમ ?

આશરે એક મહિનાથી ચાલુ થયેલા ઈરાન - અમેરિકા અને ઈઝરાઈલના યુદ્ધ અને તણાવે આખા વિશ્વને આર્થિક, રાજકીય, સામાજિક અને માનસિક રીતે ખૂબ નકારાત્મક અસર પહોંચાડી છે. રાંઘણ ગેસના ચૂલાથી લઈને ઉદ્યોગો, હોટલો, શાળાઓ, દવાખાનાઓ, પરિવહન સેવાઓ કે અન્ય એવી કોઈ મહત્વપૂર્ણ સુવિધાઓ આ યુદ્ધથી અસરગ્રસ્ત થયા વગર રહી નથી,  ભૌગોલિક-રાજકીય પરિપ્રેક્ષ્યમાં પણ મધ્ય પૂર્વ એશિયા ફરી એકવાર વૈશ્વિક રાજકારણનું કેન્દ્ર બન્યું છે. અલ ઝીરા, રાઉટર, બ્લૂમબર્ગ જેવી વૈશ્વિક પ્રતિષ્ઠિત ન્યૂઝ એજન્સીઓના અહેવાલ મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ કપરા સંજોગોમાં પાકિસ્તાન એક અચંબિત કરનાર ભૂમિકામાં સામે આવ્યું છે; એક પણ પક્ષના સહાયક નહીં પણ બંને પક્ષના ‘શાંતિ દૂત’ તરીકે. આ ભૂમિકાથી એવું માની શકાય કે અસ્થિરતા, આતંકવાદ અને દ્વિઅર્થિય વિદેશ નીતિનો કાળો ઇતિહાસ ધરાવતા પાકિસ્તાન માટે આ પરિવર્તન માત્ર છબી સુધારવાનો પ્રયાસ નથી પરંતુ વૈશ્વિક સમીકરણોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની કવાયત છે. "શાંતિદૂત" તરીકે કોઈ પણ રાષ્ટ્ર માટે વિશ્વસનીય હોવું એ અતિ આવશ્યક બાબત છે.    અમેરિકી નેતૃત્વ અને પાકિસ્તાની સેન...

“સમાનતા તરફનું પગલું: ગુજરાત સમાન નાગરિક સંહિતા, ૨૦૨૬"

ગુજરાત સમાન નાગરિક સંહિતા, ૨૦૨૬ બિલ રાજ્યમાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા અને સમાનતા લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ બિલનો મુખ્ય હેતુ લગ્ન, છૂટાછેડા, વારસાહક અને લિવ-ઈન રિલેશનશિપ જેવી વ્યક્તિગત બાબતોને ધાર્મિક આધારે નહીં, પરંતુ એકસરખા કાનૂની માળખામાં લાવવાનો છે. આ સંહિતા સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડશે અને રાજ્યના તેવા રહેવાસીઓને પણ આવરી લેશે જેઓ રાજ્યની બહાર રહેતા હોય. જોકે, અનુસૂચિત આદિજાતિઓ તથા બંધારણ દ્વારા સુરક્ષિત પરંપરાગત અધિકારો ધરાવતા જૂથોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.  આ સંહિતાને ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. પ્રથમ ભાગમાં લગ્ન અને છૂટાછેડા અંગેની જોગવાઈઓ છે, જેમાં લગ્ન માટેની લાયકાત, નોંધણીની ફરજિયાતતા અને છૂટાછેડાની કાનૂની પ્રક્રિયાને સ્પષ્ટ બનાવવામાં આવી છે. બીજો ભાગ વારસાહક સંબંધિત છે, જેમાં મિલકતની વહેંચણી અને વસિયતનામા માટે સમાન નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ત્રીજો ભાગ લિવ-ઈન રિલેશનશિપને કાનૂની માન્યતા આપે છે અને તેની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. આ બિલના અમલથી તમામ ધર્મોના પરંપરાગત વ્યક્તિગત કાયદાઓ પર સીધી અસર પડશે. લગ્ન અને છૂટાછેડામાં ...

“૨૦૧૦ - ૨૦૨૫ : પ્રસિદ્ધિ થી વાસ્તવિકતા સુધીનો ભારતનો સ્ટાર્ટઅપ યુગ"

  છેલ્લા પંદર વર્ષમાં ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે અદભૂત વૃદ્ધિ સાથે ગંભીર સમસ્યાઓનો સામનો કર્યો છે. ડિજિટલ ક્રાંતિ, સ્માર્ટફોનના વ્યાપ અને સસ્તા ઇન્ટરનેટના કારણે નવા વિચારોને લોકો સુધી પહોંચવામાં ઘણો વેગ મળ્યો. અનેક સ્ટાર્ટઅપ્સે થોડા જ સમયમાં ભારે હાઈપ મેળવી પરંતુ તેમાંથી ઘણાં ટકાઉ મૂલ્ય ન આપી શકતા ઝડપથી પતન પામ્યા. આ સમગ્ર યાત્રા માત્ર સફળતા અને નિષ્ફળતાની વાર્તા નથી, પરંતુ વ્યવસાયિક સમજણ, ગ્રાહક માનસશાસ્ત્ર અને અર્થતંત્રના મૂળભૂત સિદ્ધાંતોનું પ્રતિબિંબ છે. 2010 થી 2014નો સમયગાળો ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે શરૂઆતનો હતો. Flipkart, Snapdeal, ShopClues અને Hike Messenger જેવા પ્લેટફોર્મ્સે બજારમાં નવા યુગની શરૂઆત કરી. લોકો માટે ઑનલાઇન ખરીદી, ડિજિટલ કોમ્યુનિકેશન અને એપ આધારિત સેવાઓ નવી હતી તેથી તેઓએ ઉત્સાહપૂર્વક સ્વીકારી પરંતુ આ તબક્કામાં જ ડિસ્કાઉન્ટ આધારિત વૃદ્ધિ અને કોઈ પણ ભોગે ગ્રાહકોને આકર્ષવા જેવી માનસિકતા વિકસવા લાગી જે આગળ જઈને અનેક સ્ટાર્ટઅપ્સ માટે જોખમરૂપ સાબિત થઈ. 2014થી 2017 દરમિયાન સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં અચાનક વૃદ્ધિ થયેલી અને "સ્ટાર્ટઅપનો સુવર્ણ યુગ” શરૂ થ...

સોશિયલ મીડિયા: પ્રદૂષક કે સહાયક ???

આપણે સૌએ કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોનનું નામ અનેક વાર સાંભળ્યું છે. કાર્બન ડાયોક્સાઇડને આપણે પ્રદૂષક માનીએ છીએ અને ઓઝોન ને જીવન રક્ષક. ઊંડાણપૂર્વક અભ્યાસ કરો તો ખરેખર બંને પ્રદૂષક પણ છે અને જીવન માટે અનિવાર્ય પણ છે. આવું જ કઈક સોશિયલ મીડિયાનું છે; સોશિયલ મીડિયા આધુનિક યુગનું સૌથી શક્તિશાળી સાધન છે સાથે સાથે અતિ સૂક્ષ્મ રીતે માનવજીવનને ગંભીર રીતે અસર કરતું માધ્યમ એક એવું માધ્યમ છે જે ઓળખવામાં ભૂલ કરી બેસીશું તો આવનારી પેઢી માટે સોશિયલ મીડિયા શ્રાપ બની જશે. જે ટેકનોલોજીને આપણે મનોરંજન, જોડાણ, સંવાદ અને ટાઈમપાસ માટે વાપરીએ છીએ એ ધીમે ધીમે આપણા સમય, વિચાર, સંબંધો અને અર્થતંત્રને ખૂબ ગંભીર અસર કરી રહી છે. પ્રશ્ન માત્ર એટલો નથી કે આપણે સોશિયલ મીડિયા વાપરીએ છીએ કે નહીં; મૂળ પ્રશ્ન એ છે કે તેનો પ્રભાવ આપણાં જીવન પર કેટલો ઊંડો અને કેટલો અદૃશ્ય છે. સૌથી પહેલા આપણી સોશિયલ મીડિયા પ્રત્યેની ટાઈમપાસની માનસિકતા પર વિચાર કરવો જરૂરી છે. માણસ જ્યારે પોતાના કિંમતી સમયને માત્ર પસાર કરવા માટે આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગે છે ત્યારે એ વિકાસથી દૂર જતો રહે છે. સોશિયલ મીડિયાએ ટાઈમપાસને એટલો સરળ બનાવી દીધો છે ...

સદીઓ પૂર્વેની જનજાતિથી આધુનિક લોકશાહી સુધીની ભારતના રાજકીય વિકાસની અવિરત યાત્રા

ભારતનો રાજકીય ઇતિહાસ માનવ સમાજની જરૂરિયાતો, સંઘર્ષો અને પરિસ્થિતિઓથી ઘડાયેલો એક ગતિશીલ પ્રવાહ છે. શરૂઆતમાં માનવ સમાજ “જન” અથવા "જનજાતિ" તરીકે જીવતો હતો, જ્યાં કોઈ નિશ્ચિત સીમા કે રાજ્ય વ્યવસ્થા નહોતી. ઋગ્વેદના સમયમાં “રાજન” માત્ર એક નેતા હતો, સર્વશક્તિમાન રાજા નહીં. સભા અને સમિતિ જેવા તંત્રો દ્વારા નિર્ણય લેવાતા, જે પ્રારંભિક લોકશાહી તત્વોને દર્શાવે છે જેમાં સત્તાનો સ્ત્રોત સમાજ પોતે હતો. જ્યારે સમય આગળ વધ્યો અને ખેતીનો વિકાસ થયો, ત્યારે લોકો એક જગ્યાએ સ્થિર થયા. જમીન પર અધિકારની ભાવના ઊભી થઈ અને “જન” ધીમે ધીમે “જનપદ”માં પરિવર્તિત થયો (ઈ.સ. પૂર્વે ૬ થી ૧૦ મી સદી). આ પરિવર્તન માત્ર આર્થિક નહોતું, પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ હતું. આ સમયમાં સીમાઓ નક્કી થઈ, સુરક્ષા જરૂરી બની અને કર વ્યવસ્થા શરૂ થઈ, રાજાની ભૂમિકા મજબૂત થવા લાગી અને સત્તા ધીમે ધીમે કેન્દ્રિત થવા લાગી. ઈ.સ. પૂર્વે ૬૦૦ પછી મહાજનપદ યુગમાં આ વિકાસ વધુ સ્પષ્ટ બન્યો. મગધ (બિંબિસાર, અજાતશત્રુ), કોશલ, કાશી જેવા શક્તિશાળી રાજ્યો ઊભા થયા, જ્યારે વજ્જી અને લિચ્છવી જેવા ગણરાજ્યોમાં સમૂહ આધારિત શાસન ચાલુ રહ્યું. અહીં રાજાશા...

“વેપારથી શાસન સુધી: અંગ્રેજોની કૂટનીતિ અને ભારતની આંતરિક કમજોરીઓનો ઈતિહાસ”

ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના કોઈ એક ઘટનાનું પરિણામ નહોતું, પરંતુ અનેક રાજકીય, આર્થિક અને સૈનિક પરિબળો સાથે સંકળાયેલી પ્રક્રિયા હતી. શરૂઆતમાં અંગ્રેજો માત્ર વેપાર માટે આવ્યા હતા, પરંતુ ભારતીય પરિસ્થિતિ, આંતરિક કમજોરીઓ અને પોતાની વ્યૂહાત્મક બુદ્ધિથી તેઓ ધીમે ધીમે શાસક બની ગયા. ઈ.સ. ૧૬૦૦માં સ્થાપિત થયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો મૂળ હેતુ મસાલા, કાપડ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓનો વેપાર કરીને નફો કમાવવાનો હતો. શરૂઆતમાં તેઓ ભારતીય શાસકો પાસેથી પરવાનગી લઈને ફેક્ટરીઓ સ્થાપતા અને સ્થાનિક સત્તાને માન્યતા આપતા હતા પરંતુ મુઘલ સામ્રાજ્યના પતન પછી ભારત રાજકીય રીતે વિખંડિત બન્યું. નાના રાજ્યો વચ્ચે સ્પર્ધા, અવિશ્વાસ અને આંતરિક વિવાદો વધ્યા, જેના કારણે રાષ્ટ્રીય એકતાનો અભાવ રહ્યો. ભારતના રાજાઓ વચ્ચે એકતા ન હોવાના મૂળ કારણોમાં કેન્દ્રીય સત્તાનો અભાવ, પ્રાદેશિક સ્વાર્થ, વારસાગત વિવાદો અને પરસ્પર અવિશ્વાસનો સમાવેશ થાય છે. ઘણા રાજાઓ પોતાના વિરોધીઓને હરાવવા વિદેશી શક્તિઓની મદદ લેતા, જે અંતે તેમના માટે જ ઘાતક સાબિત થઈ. આ પરિસ્થિતિઓએ અંગ્રેજોને ભારતીય રાજકારણમાં પ્રવેશવાનો મોકો આપ્યો. કર્ણાટકના ત્રણેય યુદ્ધો (૧૭...

શું માત્ર કાયદો જ અપરાધ રોકી શકશે ???

સમાજમાં જ્યારે કોઈ અપરાધ બને છે ત્યારે આપણે સામાન્ય રીતે માત્ર એક પ્રશ્ન પૂછીએ છીએ કે "દોષી કોણ છે?” પરંતુ વધુ મહત્વનો પ્રશ્ન એ છે કે "કોઈ વ્યક્તિ અપરાધી કેમ બને છે?"   કોઈ પણ માણસ જન્મથી અપરાધી નથી હોતો. માણસનું વ્યક્તિત્વ તેના સંસ્કાર, પરિસ્થિતિ, વિચારધારા અને જીવનમાં મળેલા માર્ગદર્શન દ્વારા ઘડાય છે. તેથી અપરાધને સમજવા માટે માત્ર કાયદા કે દંડ પૂરતા નથી પરંતુ તેના મૂળમાં રહેલી માનસિક અને સામાજિક પરિસ્થિતિઓને સમજવી જરૂરી છે. સૌપ્રથમ, વ્યક્તિના સ્વભાવ પર પરિવારના સંસ્કારોનો ઊંડો પ્રભાવ પડે છે. પરિવાર બાળકનું પ્રથમ શિક્ષણસ્થાન છે. બાળપણમાં મળેલા મૂલ્યો, શિસ્ત અને જવાબદારીની સમજ તેના સમગ્ર જીવનને દિશા આપે છે. જો બાળકને પ્રેમ, સન્માન અને યોગ્ય માર્ગદર્શન મળે તો તે સમાજપ્રતિ જવાબદાર નાગરિક બની શકે છે. પરંતુ જો સંસ્કાર અને માર્ગદર્શનનો અભાવ હોય, અથવા હિંસા, અપમાન અને અસમાનતાનું વાતાવરણ હોય, તો તે બાળકના મનમાં ખોટી માનસિકતા ઊભી કરે છે. બીજું મહત્વનું પરિબળ છે સામાજિક પરિસ્થિતિ. માણસ એક સામાજિક પ્રાણી છે અને તેની વિચારધારા પર આસપાસના વાતાવરણનો મોટો પ્રભાવ પડે છે. જો સમાજમાં અન્ય...