Skip to main content

Posts

Showing posts from 2025

સિરામિક ઉદ્યોગની ડૂબતી નૈયાને બચાવવા હ્રદય નો અંતિમ ઉદ્ગાર !!!

પ્રસૂતિની પીડા જણનારીને જ હોય, સુયાણીને નહીં !!! જેણે પીડા વેઠી હોય એ જ માર્ગદર્શન કરી શકે *બાકી જેણે દુઃખ જોયું જ નથી અને સોનાની ચમચી સાથે જન્મ્યા છે એ લેનલોર્ડ ઉદ્યોગકારો ક્યારેય ઉદ્યોગની પીડાને ઓળખી શક્યા નથી આ કડવું છે પણ હકીકત છે.* પાંચ વર્ષ પહેલાં મોરબીની ધરતી પર મેં પ્રવેશ કર્યો ત્યારે ઉદ્યોગ તેજીના પ્રવાહમાં વહેતો હતો. *કોરોના કાળ પછીની તેજીએ આખા ઉદ્યોગજગતને જાણે પીડામુક્ત કરી દીધું હોય તેવો સુવર્ણકાળ સર્જાયો હતો.* કારખાનાઓમાં ભઠ્ઠીઓની ધગધગતી જ્યોત, પોલિશિંગ લાઇનના સતત વાગતા સાયરન, સેઠિયાઓને થતી કરોડોની કમાણી, મજૂરોને સમયસર મળતા મહેનતાણાનો ઝગમગાટ, બેંકોને થતી કરોડો રૂપિયાના વ્યાજની આવક નો આનંદ, ટ્રકોની સતત લાઈનો અને બીજું ઘણું બધું જે જોતા લાગતું કે આ ઉદ્યોગના ભવિષ્યની સીમા જ નથી અને સિરામિક ઉદ્યોગને આવનારા વર્ષોના વર્ષો સુધી પડકારવો એ કોઈપણ સંજોગોમાં શક્ય નહીં બને.  પરંતુ એ *તેજી અંદરથી ખોખલી હતી. ગતિ હતી, પણ દિશા નહોતી; ઉમંગ હતો, પણ વ્યવહારુ સ્ટ્રેટેજી નહોતી. અંધ વિશ્વાસ અને બાહ્ય ચમક વચ્ચે ઊંડો અંધકાર છુપાયેલો હતો* — જે થોડાં વર્ષોમાં સમગ્ર ઉદ્યોગને ઘેરી લેવાનો હતો. મેં ...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...