Skip to main content

Posts

Showing posts from February, 2019

વ્યક્તિત્વ એટલે મનથી ઉદ્દભવતા વિચારોની આભા

વ્યક્તિત્વ એટલે વ્યક્તિના વિચારોનું વાસ્તવિક સ્વરૂપ. કોઈ વ્યક્તિ જેવું વિચારે છે તેવું તે કરે છે અને તે કાર્યો જ તેનું વ્યક્તિત્વ નક્કી કરે છે. વાસ્તવિક સ્વરૂપમાં વિચારોની આભા જ વ્યક્તિત્વની નિશાની છે. આ વિચારોનું સર્જક એટલે વ્યક્તિનું મન. મગજ ક્યારેય કોઈ વિચાર કરતુ નથી, વિચાર હમેશા મન કરે છે કારણકે આત્મા અને મનનું જોડાણ એ કુદરતની દેન છે એટલે જ ડોકટરો મગજને રીપેર કરી શકે છે મન ને નહિ. મન એ અખૂટ શક્તિ અને અનંત વિચારોનો ભંડાર છે, જ્યાં અનંત હોય તેનો કોઈ ઈલાજ ન હોય. આપણે માત્ર પૃથ્વી સુધી પહોંચતા સૂર્યના કિરણો ને અનુભવી શકીએ છીએ પરંતુ એ કિરણો નું સર્જન કરી રહેલા સૂર્ય ના તપને અનુભવી શકાતું નથી. આવું જ વિચારોનું છે, કોઈ વ્યક્તિના વિચાર ને અનુભવવો અશક્ય છે માત્ર તે વિચાર ના વાસ્તવિક સ્વરૂપને અનુભવી શકાય છે, સમજી શકાય છે, તેનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકાય છે. જે વ્યક્તિ સર્જનાત્મક પ્રકૃતિ ધરાવે છે તે જ વ્યક્તિ વિચારી શકે છે. જેને કાઈ સર્જન કરવાની ઈચ્છા નથી તે ક્યારેય મનના ચિંતન સુધી પહોંચી શકતો નથી તે માત્ર સર્જિત વસ્તુઓ કે પરિસ્થિતિઓનું સંતોષપૂર્વક સંચાલન કરી શકે છે જેને...