Skip to main content

Posts

Showing posts from 2018

શિક્ષણનું વ્યાપારીકરણ

શિક્ષણ એક એવી વ્યવસ્થા છે જે સંપૂર્ણ સ્વતંત્ર હોવી ખુબ જરૂરી છે, ઘણી બધી વ્યવસ્થાઓ અનુશાષિત હોય શકે છે પરંતુ શિક્ષણ વ્યવસ્થા વૈચારિક રીતે સ્વતંત્ર હોય તો જ ફાયદાકારક નીવડે છે. અવ્યવસ્થિત અને ગુલામ શિક્ષણ વ્યવસ્થા ને લીધે દેશ માં અને સમાજ માં ભય પેદા થાય છે અને એ જ ભય હંમેશા પડતી નું કારણ બને છે. શિક્ષણ વ્યવસ્થા દિવસે ને દિવસે કેમ ગુલામ બનતી જાય છે ? એવા તો શું કારણો છે કે જેના લીધે શિક્ષણ વ્યવસ્થા ની મૂળ વિચારધારા આજ નો સમાજ ભૂલી ગયોછે? એવા ક્યાં પરિબળો છે જેને કારણે વ્યક્તિ શિક્ષિત નોકર બનવા તૈયાર થઇ જાય છે ? આવા બધા જ પ્રકાર ના પ્રશ્નો નો એક જ જવાબ છે   શિક્ષણ નો વેપાર । ચાણક્ય ના સમય માં ભારત ની અંદર દેશ વિદેશ થી લોકો ને ભણવા આવવું પડતું હતું જયારે આજ ના સમય માં ભારત ના વિચક્ષણ બુદ્ધિ ના વિદ્યાર્થીઓ એ દેશ માં અભ્યાસ કરવા માટે જતા રહ્યા છે અથવા તો જતું રહેવું પડ્યું છે જે મૂળ ભારતીય સંસ્કારો નું સિંચન કરી રહી છે.  આજે પણ ગુજરાત માં ઘણી બધી શાળા કોલેજો એવી છે જે ખરેખર ચાણક્ય અને સ્વામી વિવેકાનંદ ના શિક્ષણ સિદ્ધાંતો ને અમલ માં મૂકી ને બાળકો ને શિક્ષણ ક...

લાગણીશીલ હોવું જરૂરી કે માનવતાવાદી હોવું જરૂરી ?

લાગણી અને માનવતા આમ તો આ બંને શબ્દો એક બીજા ના પૂરક છે. માનવતા વગર ની લાગણી નકામી છે સાથે જ લાગણી વગર ની માનવતા પણ કશા કામ ની નથી. પ્રેમ નો વિષય હ્ર્દયસ્પર્શી છે. પરંતુ ક્યારેક ક્યારેક સમાજ માં જોવા મળે છે કે અતિ લાગણીશીલ માણસ ખૂબ દુઃખી જીવન જીવતો હોય છે. વ્યક્તિ ની લાગણી ને આ સમાજ ભોળપણ નું સ્વરૂપ આપે છે અને એ જ ભોળપણ વ્યક્તિને મૂર્ખ સાબિત કરે છે. ખરેખર એ વ્યક્તિ નું ભોળપણ ખૂબ નિખાલસ હોય છે. કપટી વ્યક્તિ ક્યારેય ભોળો ન હોય અને જીવન માં ભોળપણ ન હોય તો તમે તમારી લાગણી ક્યારેય વ્યક્ત ન કરી શકો, પરંતુ અતિશય ભોળપણ વિનાશ સર્જે છે. અતિ વિશ્વાસ સારો પરંતુ અંધ વિશ્વાસ ન સારો. સાથે એમ પણ કહી શકાય કે અંધ ને "વિશ્વાસ" ન હોય તો બીજું શું હોય. અંધ વિશ્વાસ માં કૌરવો હાર્યા, અંધ વિશ્વાસ માં રાવણ એ ભાઈ ખોયો, વાસ્તવિક જીવન માં અંધ વિશ્વાસ હોવો એ અતિ લાગણી નું જ સ્વરૂપ છે. એટલું પણ અંધ ન થવું કે લાગણી ના મોહ માં ને મોહ માં આપણા જ લોકો આપણી સાથે રમત રમી જાય અને આપણે એને ઓળખી ન શકીએ. એ રમત કદાચ આપણા માટે ભોળપણ હોઇ શકે પરંતુ સામે વાળી વ્યક્તિ ની સાપેક્ષ માં એ ભોળપણ સદાય આપણી મુર્ખામી જ સાબિ...

હવે માનવી માનવ થાય તો ય ઘણું !

નથી સાંભળવા કથા ને કીર્તનો હવે આ ધર્મો ઓળખાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું ન કરો ગાય ની પૂજા ને ચાકરી પણ આ કતલખાના બંધ થાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું યુનિવર્સિટીમાં પહેલો નંબર તો ન આવે પણ ભણેલું લેખે જાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! બહુ પી લીધી છે હરિરસ ની મદિરા હવે એક શ્વાસ શાંતિ થી જીવાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! નક્કી આ ભ્રષ્ટાચાર બંધ નહિ થાય પણ દીધેલા રૂપિયે કામ થાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! "નિખાલસ" મને નહિ કહું જાજુ બસ આટલું અમલ માં મુકાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! Author: Uttam Trasadiya Date: 05.04.2018 Email: uttam@uttamtrasadiya.in

રાહ જોઈ ને બેઠો છું

વિચારેલા સરસ સમય ની, રાહ જોઈ ને બેઠો છું. આત્મીયતા સભર વાતાવરણમાં, રાહ જોઈ ને બેઠો છું. નક્કી છે એ નથી મળવાનું છતાં, રાહ જોઈ ને બેઠો છું. ભૂતકાળ તારો બદલો લેવાની, રાહ જોઈ ને બેઠો છું. હાર સ્પષ્ટ છે છતાંય જીત ની, રાહ જોઇને બેઠો છું. હ્ર્દયથી થનારા ચમકારા ની, રાહ જોઇને બેઠો છું. ભાર ભરેલા મન સાથે મારા સમયની, રાહ જોઈ ને બેઠો છું. Author: Uttam Trasadiya Date: 25.01.2018 Email: uttam@uttamtrasadiya.in