આજે લોકો પાસે જમાનો છે ,
પણ જીવન જીવવાની આવડત નથી.
આજે લોકો પાસે મોકો છે ,
પણ પાર કરવાની તાકાત નથી.
આજે લોકો પાસે સુખ છે ,
પણ શાંતિ નથી.
આજે જીત થી હરખાય છે , પણ
હાર નો આનંદ લેતા નથી.
આજે લોકો ભણ્યા છે , પણ
જરૂર પુરતું ય ગણ્યા નથી.
આજે લોકો પાસે બીજા ની
ભૂલ જોવા ભેજું છે , પણ પોતાની ભૂલ સ્વીકારવા કલેજું નથી.
આજે લોકો હર્ષ ના આંસુ
વહાવે છે , પણ આંસુ સાથે હરખાતા નથી.
આજે લોકો આસ્તિક છે , પણ
સમય સિવાય ભગવાન ને સંભારતા નથી.
આજે લોકો સારા હોદેદારો
છે , પણ એક સારા માણસ નથી.
આજે લોકો ના જીવનમાં ધાર્મિકતા
છે , પણ બીજા માટે માનવતા નથી.
આજે લોકો મંદિર માં માથું
ટેકે છે, પણ ગરીબ સામું તો જોતા ય નથી.
બસ એક જ વાત કરવી છે.........
આજે લોકો પાસે બધું જ છે ,
પણ લોકો માટે જ સમય નથી..............