ભારતનો દરેક નાગરિક સ્વતંત્ર છે, આઝાદ નથી. “મને આઝાદી છે, એટલે હું જે ઇચ્છું તે કરી શકું.” આજના યુગમાં સૌથી વધુ સાંભળવા મળતું આ વાક્ય કદાચ સૌથી વધુ ગેરસમજ પેદા કરતું વાક્ય પણ છે. સોશિયલ મીડિયાથી લઈને જાહેર જીવન સુધી અને વ્યક્તિગત સંબંધોથી લઈને રાજકીય ચર્ચાઓ સુધી, “આઝાદી” શબ્દનો ઉપયોગ એટલી સહેલાઈથી થાય છે કે જાણે સ્વતંત્રતા એટલે કોઈપણ મર્યાદા વિના જીવવાનો અધિકાર. પરંતુ શું ભારતીય બંધારણ ખરેખર આપણને આવી આઝાદી આપે છે? શું લોકશાહીનો અર્થ મનફાવે તેમ વર્તવાની છૂટ છે? જો નહીં, તો પછી ભારતનો દરેક નાગરિક સ્વતંત્ર છે, પરંતુ આઝાદ કેમ નથી? 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતે અંગ્રેજી શાસનની બેડીઓ તોડી હતી. એ દિવસે દેશને પરાધીનતામાંથી મુક્તિ મળી હતી, પરંતુ એ દિવસે ભારતીય સમાજને અરાજકતાની છૂટ આપવામાં આવી નહોતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો હેતુ એવો દેશ બનાવવાનો નહોતો જ્યાં દરેક વ્યક્તિ કાયદાથી ઉપર બની જાય. તેના બદલે એવો લોકશાહી રાષ્ટ્ર રચવાનો હતો જ્યાં દરેક નાગરિક ગૌરવ સાથે જીવી શકે, પોતાના વિચારો વ્યક્ત કરી શકે, પોતાના ધર્મનું પાલન કરી શકે અને પોતાના સપનાઓ સાકાર કરી શકે; પરંતુ આ બધું બીજા નાગરિકોના અધિકારોને...
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.