Friday, 21 July 2017

ચાલ માની લીધું

ચાલ માની લીધું કે હું ના ભણ્યો એ ખોટું,
પણ જેના માટે ભણવાનું બલિદાન આપ્યું એ પણ ખોટું???

ચાલ માની લીધું કે મારા જીવન માટે મેં સમય ન આપ્યો એ ખોટું,
પણ જેનું જીવન બદલવા સમય આપ્યો એ પણ ખોટું???

ચાલ માની લીધું કે સંજોગે મારો સાથ ન આપ્યો એ ખોટું,
પણ જેના સંજોગ મારા સમયે સુધાર્યા એ પણ ખોટું???

ચાલ માની લીધું કે તારી દરેક વાત હું સમજી શક્યો નહિ એ ખોટું,
પણ મારી દરેક વાત ને સમાજ સ્વીકારે એ પણ ખોટું???


Author:

Uttam Trasadiya

Date: 21.07.2017

Email: uttam@uttamtrasadiya.in