Sunday, 9 September 2018

લાગણીશીલ હોવું જરૂરી કે માનવતાવાદી હોવું જરૂરી ?

લાગણી અને માનવતા આમ તો આ બંને શબ્દો એક બીજા ના પૂરક છે. માનવતા વગર ની લાગણી નકામી છે સાથે જ લાગણી વગર ની માનવતા પણ કશા કામ ની નથી.
પ્રેમ નો વિષય હ્ર્દયસ્પર્શી છે. પરંતુ ક્યારેક ક્યારેક સમાજ માં જોવા મળે છે કે અતિ લાગણીશીલ માણસ ખૂબ દુઃખી જીવન જીવતો હોય છે. વ્યક્તિ ની લાગણી ને આ સમાજ ભોળપણ નું સ્વરૂપ આપે છે અને એ જ ભોળપણ વ્યક્તિને મૂર્ખ સાબિત કરે છે. ખરેખર એ વ્યક્તિ નું ભોળપણ ખૂબ નિખાલસ હોય છે. કપટી વ્યક્તિ ક્યારેય ભોળો ન હોય અને જીવન માં ભોળપણ ન હોય તો તમે તમારી લાગણી ક્યારેય વ્યક્ત ન કરી શકો, પરંતુ અતિશય ભોળપણ વિનાશ સર્જે છે. અતિ વિશ્વાસ સારો પરંતુ અંધ વિશ્વાસ ન સારો. સાથે એમ પણ કહી શકાય કે અંધ ને "વિશ્વાસ" ન હોય તો બીજું શું હોય. અંધ વિશ્વાસ માં કૌરવો હાર્યા, અંધ વિશ્વાસ માં રાવણ એ ભાઈ ખોયો, વાસ્તવિક જીવન માં અંધ વિશ્વાસ હોવો એ અતિ લાગણી નું જ સ્વરૂપ છે. એટલું પણ અંધ ન થવું કે લાગણી ના મોહ માં ને મોહ માં આપણા જ લોકો આપણી સાથે રમત રમી જાય અને આપણે એને ઓળખી ન શકીએ. એ રમત કદાચ આપણા માટે ભોળપણ હોઇ શકે પરંતુ સામે વાળી વ્યક્તિ ની સાપેક્ષ માં એ ભોળપણ સદાય આપણી મુર્ખામી જ સાબિત કરતું હોય છે.
હવે વાત છે માનવતાવાદી હોવું જરૂરી કે નહીં?
મિત્રો,
માનવતા વાદી માણસ સદાય આજના સમાજ નું હિત ઇચ્છતો હોય છે પરંતુ ઘણી બધી ઘટના ઓ એને માનવતા વ્યક્ત કરવાથી રોકી દે છે. સમાજ માં ધર્મ ના નામે ચલતા ધતિંગ પાછળ માનવતાવાદી માણસ ખેંચાય છે અને અંતે એને અહેસાસ થઈ જાય છે કે મારી સેવાનું મૂલ્ય સામે વાળી વ્યક્તિ ના વેપાર ને પ્રોત્સાહન આપવા જેવું હતું.
કોઈ કંપની માં કામ કરતા કર્મચારી સાથે એના ઉપરી અધિકારી નો વર્તાવ સદાય માનવતાવાદી હોવો જોઈએ નહીં કે લાગણી શીલ. જો ધંધાકીય બાબતો માં લાગણીને પ્રાધાન્ય આપવામાં આવશે તો એક સમય એવો આવશે જ્યારે તમારી પાસે બરબાદ થવા સિવાય કંઈ નહીં વધે. ઇતિહાસ એ વાત નો સાક્ષી છે કે અતિશય લાગણી ના વશ માં આવી ને સદાય ભંયકર વિનાશ ને જ આમંત્રણ અપાયું છે. 
એટલે જ જીવનમા લાગણીશીલ હોવું જરૂરી છે પરંતુ  માનવતાવાદી થવું અતિ અનિવાર્ય છે.

Author:

Uttam Trasadiya

Date: 09.09.2018

Email: uttam@uttamtrasadiya.in