Skip to main content

વ્યક્તિ વિશેષ : શ્રી નવઘણભાઈ મુંધવા

ગુજરાતની આ પવિત્ર ધરા વર્ષોથી દાતારો અને શૂરવીરો માટે ઓળખાય છે. આજે એવા જ એક સામાજિક અગ્રણી, સરળ સૌમ્ય અને નિખાલસ વ્યક્તિ ની વાત આપ સાથે કરવી છે. 
અમદાવાદ ના એસ.પી રિંગરોડ ઉપર સ્થિત નાગલધામ ગ્રુપ અને એના પ્રમુખ મારા આત્મીય સ્નેહીશ્રી નવઘણભાઈ.

નવઘણભાઈ એટલે ભરવાડ સમાજ અને ગુજરાતની આ પવિત્રધરાનું ઘરેણું કહી શકાય એવું વ્યક્તિત્વ છે.
આખા અમદાવાદ માં મોટા ભાગ ના સર્કલ ઉપર તમને જોવા મળશે "માનવતા ની દીવાલ"
આ માનવતા ની દિવાલ ના પ્રણેતા એટલે નવઘણભાઈ. તેમણે વિચાર કર્યો કે સમાજ માં એવા ઘણા વ્યક્તિઓ છે જેમને પૂરતા પહેરવા અને ઓઢવાના કપડાં નથી અને એ લોકો બીજા પાસે હાથ લંબાવતા પણ અચકાય છે તો એના વિકલ્પ સ્વરૂપે ગરીબ વર્ગ ના લોકો માટે અમદાવાદ માં ઠેર ઠેર "માનવતા ની દીવાલ" બનાવી જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાના વધારા ના કપડાં મૂકી જાય અને જરૂર હોય તે સ્વૈચ્છીક આવી ને લઈ જાય... ધન્ય છે દોસ્ત...
15 જાન્યુઆરી ના દિવસે એમની દીકરી ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી. 
અમદાવાદના નાના ચિલોડા સર્કલ ઉપર "નાગલધામ અન્ન ક્ષેત્ર" શરૂ કર્યું છે જ્યાં માત્ર 5 રૂપિયા ના નજીવા દરે જરૂરિયાત મંદને પેટ ભરી ને દાળ ભાત પીરસવામાં આવે છે. 
માત્ર અન્ન ક્ષેત્ર શરૂ કરી ને ત્યાં થી છૂટી નથી ગયા પણ દિવસ દરમિયાન પોતાની અનુકૂળતા ના સમય માં તે સ્વયં ત્યાં હાજર રહીને ભોજન પીરસે છે જે સમાજ માટે એક આદર્શ ઉદાહરણ છે. 
આ સાથે ભરવાડ સમાજ ના યુવાનો ના વિકાસ માટે અનેક કાર્યો કરતા રહ્યા છે. 
માતાજી એમને ખૂબ સુખી રાખે અને તેમના વરદ હસ્તે સામાજિક કાર્યો માં નિમિત્ત બનતા રહે એ જ અભ્યર્થના સાથે નાગલધામ ગ્રુપ અને નવઘણભાઈ ને ખૂબ ખૂબ શુભકામનાઓ...

Author:

Uttam Trasadiya

Date: 07.02.2020

Email: uttam@uttamtrasadiya.in


Popular posts from this blog

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...