"રાષ્ટ્રીય મિત્રતા દિવસ"
ખરી મિત્રતાને સમય, સ્થળ, તારીખ કે પરિસ્થિતિ સાથે કાઈ લેવા દેવા હોતા નથી.
સમય, સ્થળ તારીખ કે પરિસ્થિતિ કાંઇપણ હોય, વાત જ્યારે મિત્રતાની આવે ત્યારે એને નિભાવવાની જ ભાવના હોય તે જ ખરી ભાઈબંધી !
અમેરિકામાં ઇસ. ૧૯૧૯ માં પ્રથમ વખત રવિવાર ને મિત્રતા દિવસ તરીકે ઉજવવા નો પ્રસ્તાવ રખાયો અને ઇસ. ૧૯૩૫ માં અમેરિકાએ જાહેર કર્યું કે વિશ્વભર માં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારને મિત્રતા દિવસ તરીકે ઉજવીએ; ત્યારથી ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર મૈત્રી દિવસ તરીકે ઉજવાય છે.
મૈત્રીએ ભાવાત્મક જોડાણ છે જે માનવ સમુદાયને એક બીજા માટે લાગણીશીલ, માનવતાવાદી અને નિષ્ઠાવાન અને વફાદાર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. આ ભાવાત્મક જોડાણ અંતે માનવ - માનવ વચ્ચે ઈશ્વર નિર્મિત દિવ્ય અને પવિત્ર લગાવ ઊભો કરે છે.
"મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે" આવી દિવ્ય પ્રાર્થનાઓ આ સંબંધની તાકાતનું ગુણગાન વર્ણવે છે. મૈત્રીભાવ એ સંબંધોની પવિત્રતાની એટલી ઊંચી પરાકાષ્ઠા છે, જ્યાં માનવ - માનવ માટે સરળતાથી શૂન્ય થઈ માન - અપમાન બધુ જ ભૂલીને એકબીજા માટે આત્મીય ભાવ, દિવ્યભાવ, વફાદારી ભાવ અને જરૂર પડે તો બલિદાન ભાવનાનું નિર્માણ કરી જાણે છે અને નિભાવી જાણે છે; એટલે જ વર્ષોના વર્ષો પછી કૃષ્ણ - સુદામા ની મૈત્રી, દુર્યોધન અને કર્ણની મૈત્રી, પ્રભુ શ્રીરામ - સુગ્રીવની મૈત્રી ના ગુણગાન જગતમાં ગવાય છે.
આ દિવસ આપણને સૌને મૈત્રીભાવની પવિત્રતાનો અનુભવ કરાવી એકબીજા માટે ખૂબ આત્મીય જોડાણ આપે તેવા મંગલ ભાવ સાથે રાષ્ટ્રીય મૈત્રી દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
✍🏻 Uttam
Trasadiya 06.08.2023
