Sunday, 17 March 2024

પપ્પાને આજે થયા પચાસ !

 


જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ ! 

વંદન પપ્પા, અભિનંદન પપ્પા, આભાર પપ્પા ! 

હૈયાનાં ઉદ્ગાર આજે આપને અર્પણ આપના જન્મદિને ! 


ઉછેરમાં રાખી નથી  કચાશ,

અનુભવથી ઉજળો ઇતિહાસ, 

પપ્પાને આજે થયા પચાસ ! 


ખાઈને ટાઢો રોટલોને છાશ, 

ફેલાવ્યો જેણે કાયમ પ્રકાશ,

પપ્પાને આજે થયા પચાસ ! 


જ્યારે અનુભવ્યો શૂન્યાવકાશ,

ભરોસા સમો જ માત્ર અવકાશ, 

પપ્પાને આજે થયા પચાસ ! 


નથી જોઈ પળનીય નવરાશ, 

સદૈવ હૈયે સેવાની આશ,

પપ્પાને આજે થયા પચાસ ! 


સમયથી નથી થયા  નપાસ, 

જાણ્યું જ્યારે કરી તપાસ, 

પપ્પા ને આજે થયા પચાસ ! 


Love you so much bapuuu ❤️🥰😘 

Jay Siyaram 🚩

✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૭.૦૩.૨૦૨૪