Tuesday, 11 October 2016

ઉપાધિ

ભગવાનને  મનુષ્ય જાત પર જાણે કેટલી ખીજ ચડી હશે, અને આ "ઉપાધિ" નું સર્જન કર્યું.આમ તો "ઉપાધિ" એટલે ભગવાન ને સંભારવા માટે નું ઉત્તમ સાધન. લોકો જાણે આજે ભગવાનને ભૂલીજ ગયા છે એટલે ભગવાને પણ મજબુરી થી કઇક સર્જન કરવાનું વિચાર્યું અને "ઉપાધિ" નું સર્જન કર્યું. જયારે મનુષ્ય ને સુખ જ સુખ મળે છે ત્યારે તે ભગવાન સિવાયની બધીજ વસ્તુ ને પ્રેમ કરવા માંડે છે, એ ભૂલી જાય છે કે જેને મને આ પ્રેમ કરવાને કાબિલ બનાવ્યો એતો ઈશ્વર છે, એના વગર બધું જ નકામું છે. પણ કોણ સમજાવે એણે જે ક્ષણિક પ્રેમ માટે પ્રેમદાતા ને ભૂલી ગયો છે.

"ઉપાધિ"
એક એવી પરિસ્થિતિ જેનો કોઈ ઈલાજ નથી.(અલબત ઈલાજ તો હોય છે પણ દેખાતો નથી.)
એક એવી ઘટના જે ક્ષણિક સુખ ને દુ:ખ માં ફેરવી દે છે.
એક એવો કાળ જેમાં મનુષ્ય ને જાણવા મળે છે કે એના સાચા શુભેચ્છકો કોણ છે.
એક એવો વિકલ્પ જેનો કોઈ વિકલ્પ નથી હોતો.
એક એવો રોગ જે દુનિયા ના કી ડોક્ટર મટાવી શકતા નથી.
એક એવો સમય જેમાં મનુષ્ય ને ખબર પડે છે કે જેને એ પ્રેમ કરતો હતો એ આજે પોતાના પડખે છે કે નહિ.
 "ઉપાધિ" ના સમય માં મનુષ્ય પોતાનું આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક રૂપ ખુબ જ સારી રીતે જાણતો થઇ જાય છે અને સંકલ્પ પણ કરી લે છે કે આજ પછી એવી કોઈ પરિસ્થિતિ સાથે રહેવું નહિ જે ખરેખર આપણા જીવન માં "ઉપાધિ" સર્જી દે. 

"ઉપાધિ" માટે એક ગઝલ લખવાની ઈચ્છા થઇ જે આપણી સમક્ષ મુકું છું.....
મળ્યું એ ' ​_માણવા​_ 'ની પણ મઝા છે,
ના મળ્યું એ ' ​_ચાહવા​_ 'ની પણ મઝા છે !!
એક માં એક ઉમેરો તો બે થાય'-એવુ ​_શિक्षક​_ શિખવાડી ગયા...........પણ,
'બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ'
-એવુ ​_જીંદગી​_ શિખવાડી ગઈ !
કળિયુગની આ દુનિયાદારી છે,, રમત રમતાં માણસ ​_ગમી​_ જાય ને..ગમતાં માણસ જ ​_રમત​_ રમી જાય !
ઘણા લોકો માટે હુ ​"સારો"​ નથી હોતો...પણ,તમે જ કહો-ક્યો એવો દરિયો છે,જે ​"ખારો"​ નથી હોતો..?

મારા મતે "ઉપાધિ" સામે ચાલી ને આવતી હોતી નથી એને લાવવામાં આવે છે. માણસ પોતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ, માંગણીઓ, લાગણીઓ અને વિચારો ને હદ થી વધારે પડતી કક્ષાએ લઇ જાય છે અને જયારે એ પૂરું થતું નથી ત્યારે જે સામે ચાલી ને આવે છે એનું નામ જ "ઉપાધિ". આવા સમયે ભગવાન સિવાય કોઈ આપણા પક્ષે ઉભું રહેતું હોતું નથી આ સંસાર નો નિયમ છે. માત્ર ને માત્ર નિયમિત ભગવાન ને સંભારવા, પ્રાર્થના કરવી કે તમે જે આપ્યું છે એમાં હું સુખી છું અને સુખી રહેવા માંગું છું. તમારે જે આપવું છે એ પણ મારી મહેનત નું ફળ જ હશે. હું તમને ખુબ જ પ્રેમ કરું છું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ગમે તેવી પરિસ્થિતિ માં દુનિયા મારો સાથ છોડશે પણ તમે મારા જ પક્ષે રહેવાના છો એ એક સત્ય છે. આટલું કરવાથી કોઈ ના જીવન માં "ઉપાધિ" આવી હોય એવું મેં મારા જીવન માં જોયું નથી.

Author:

Uttam Trasadiya

Date: 11.10.2016

Email: uttam@uttamtrasadiya.in