Wednesday, 28 December 2016

હે મન! તું ક્યારથી ?

હે મન!
તું ક્યારથી મગજને સલામ આપતું થઇ ગયું!
નહોતા વિચાર્યા એવા નિર્ણયો આપતું થઇ ગયું!

હે મન!
તું ક્યારથી અપમાન કરતુ થઇ ગયું!
જે હતા પોતાના એને પારકા ગણતું થઇ ગયું!

હે મન!
તું ક્યારથી દલીલ કરતુ થઇ ગયું!
જેનાથી ડરતું હતું એને પડકાર આપતું થઇ ગયું!

હે મન!
તું ક્યારથી નાસ્તિક થઇ ગયું!
તારાજ દુશ્મનો ને તું ભગવાન માનતું થઇ ગયું!

હે મન!
શા માટે તારે એવા નિર્ણયો લેવા પડ્યા!

જેનાથી તને તારા જ ધિક્કારતા થઇ ગયા!

Author:

Uttam Trasadiya

Date: 28.12.2016

Email: uttam@uttamtrasadiya.in

Thursday, 22 December 2016

નોટ બંધી નો વિરોધ કેટલા અંશે યોગ્ય?

મિત્રો,
            અત્યારે જ્યાં પણ જાઉં છું ત્યાં એકજ ભણકારા વાગે છે, એક જ નગારા વાગે છે, એક જ મુદ્દો વાત કરવા યોગ્ય ગણાય છે અને એ છે નોટ બંધી.... નોટબંધી.....નોટબંધી....
        
            ગરીબઘર ના લોકો માટે, ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ માટે અને સમાજ ના દરેક ઈમાનદાર લોકો ના હિત માં લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વ નો છે, પણ સતત ૪૫ માં દિવસે પણ ઘણા નામી-અનામી લોકો દ્વારા આ નિર્ણય નો હળાહળ વિરોધ કેમ કરાય છે?
          
            અમે આ વાત નું સર્વેક્ષણ કર્યું, સર્વેક્ષણ પછી એ વાત નો ૧૦૦% આનંદ થયો કે મધ્યમ અને ગરીબ વર્ગ નો દરેક ઈમાનદાર માણસ આ નિર્ણયથી ખુશ છે. અમે ૧૦૦ થી વધારે લોકો સાથે આ મુદ્દે વાતચીત કરી જેમાંથી કોઈ એન્જીનીયર હતા, કોઈ ડોક્ટર હતા,કોઈ મજુર હતા તો કોઈ સારી સંસ્થા કે કમ્પની ના માલિક હતા,જયારે કોઈ નાના મોટા વેપારી હતા પણ ૧૧૦% એ બધા ભારત ના એક ઈમાનદાર નાગરિક હતા. એમના એક વ્યક્તિના નિવેદન થી હું ખુબ ખુશ થયો જે નિવેદન હું એ વ્યક્તિ ના શબ્દો માં નીચે રજુ કરું છુ.
           
            એમને જયારે પૂછવામાં આવ્યુકે નોટબંધી અંગે તમારો શો અભિપ્રાય છે, ત્યારે એમણે જણાવ્યું કે," સાહેબ હું એક સંસ્થાના ચોકીદાર તરીકે નોકરી કરું છું. આ નિર્ણય થી હું ખુબ ખુશ છું કારણકે અમારી સંસ્થા આમારો પગાર ક્યારેય સમયસર આપતી નહોતી જે આ નિર્ણય આવતા ૩-૩ મહિના એડવાન્સ પેમેન્ટ અને પગાર આપતી થઇ ગઈ.એ વાત નો આનંદ થયો કે જે લોકો નાની નોટ ને પૂજતા નહોતા, નાના લોકો ને માં આપતા નહોતા એ સામેથી અત્યારે આવી ને પગે લાગી ને વિનંતી કરે છે કે અમારા પૈસા સાચવશો? પણ જયારે ગુજરાત નો સિહ દેશ બચાવવા માટે ગર્જના કરતો હોય ત્યારે એક ભારતીય નાગરિક તરીકે અમારી એટલી ફરજ છે કે અમારે એ ગર્જના નો પડઘો બનવું પડે જ....આ ખુબ જ સારો નિર્ણય છે જેનાથી અત્યાર ના યુવાન ને ફાયદો થવાનો જ છે, સરકાર આવા નિર્ણયો લેતી રહે એ માટે હું અપેક્ષા રાખું છું."

             તો હવે પ્રશ્ન એ છે કે આ નોટબંધી નો વિરોધ કોણ કરી રહ્યું છે? હું?, તમે?, આ દેશ નો ઈમાનદાર નાગરિક?, તો એનો જવાબ છે  "ના". આ વાત નો વિરોધ થઇ રહ્યો છે ઘણી બધી રાજકીય પાર્ટીઓદ્વારા, ઘણા પૈસાદાર વર્ગ દ્વારા જેઓ ને પૈસા બદલવાની તક નથી મળી, ઘણી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા જે સમાજસેવા ના નામે કરોડો રૂપિયા ની સંપતિ બનાવામાં લાગેલી છે, જે ભગવાન ને નહિ પણ પૈસા ને પ્રાધાન્ય આપે છે. તો હું ભારત ના દરેક ઈમાનદાર નાગરિક ને પૂછવા માંગું છું કે "નોટબંધી નો વિરોધ કેટલા અંશે યોગ્ય છે?"

               શું નોટબાંધી થી કોઈ એ જીવવાનું છોડી દીધું?, શું નોટબંધી થી કોઈ ભૂખ્યું સુઈ ગયું?, શું નોટબંધી થી કોઈ નું ભણવાનું છૂટી ગયું?, શું નોટબંધીથી કોઈ દવા વિહોણું રહ્યું?, શું નોટબંધી થી કોઈ ના લગ્ન કે સંસાર અટક્યા?, શું નોટબંધીથી કોઈ ઘરવિહોણું બન્યું? અને કદાચ આવું થયું તો મેં કે તમે શું કર્યું?, આ નોટબંધી વિરુદ્ધ બંગણા ફૂકવા સિવાય કોઈ ની મદદ કરવાનું વિચાર્યું? જો કશું જ કર્યું નથી તો વિરોધ કરવાનો આધિકાર કોણે આપ્યો તમને? આ દેશ નો ઈમાનદાર નાગરિક તમારી પાસે જવાબ માંગે છે....

Author:

Uttam Trasadiya

Date: 22.12.2016

Email: uttam@uttamtrasadiya.in