આઈ.આઈ.ટી મુંબઈ જેવી ખ્યાતનામ કોલેજ માંથી સ્નાતક ની ડિગ્રી મેળવ્યા બાદ સંઘ ના આદેશ થી રાજનીતિ માં જોડાયેલા શ્રી મનોહર પરિકર સાહેબ ની જીવન શૈલી દિલચસ્પ અને આશ્ચર્ય માં મૂકી દે તેવી હતી.
26 વર્ષ જેટલી નાની વયે ગોવા પ્રાંત ના સંઘ ચાલક ની જવાબદારી કુશળતા પૂર્વક નિભાવ્યા બાદ સંઘ ના આદેશ થી ભારત ની રાજનીતિ માં તેમનું આગમન થયું. રાજનેતા કેવો હોય એનું આદર્શ ઉદાહરણ શ્રી મનોહર પરિકર સાહેબ ના જીવન માંથી શીખવા જેવું છે.
ગોવા ની એક 5 સ્ટાર હોટેલ માં જ્યારે તેઓ પહોંચે છે ત્યારે તેમના સાદા કપડાં ને લીધે હોટેલ નો વોચમેન તેમને પ્રવેશ ની મનાઈ ફરમાવે છે.
એક મુખ્યમંત્રી કક્ષા ની બીજી કોઈ વ્યક્તિ કદાચ આ અપમાન સહન ન કરી શકે ! , જ્યારે સાહેબ કોઈ પણ ઉગ્ર પ્રતિક્રિયા આપ્યા વગર આયોજકો ની રાહ જુએ છે.
એવા હતા એ મૃદુ સ્વભાવ ના સંવેદનશીલ રાજનેતા !
ગોવા વિધાનસભા ના સત્ર દરમિયાન રસ્તા ઉપર ના અતિશય ટ્રાફિક ને લીધે જ્યારે તેમનો કાર કાફલો અટવાઈ જાય છે ત્યારે પોલીસ પ્રશાસન ને ધમકાવ્યા વગર અતિ શાંત સ્વભાવે એક સામાન્ય નાગરિક ના સ્કૂટર ઉપર બેસીને તેઓ વિધાનસભા ભવન પહોંચે છે.
એવા હતા એ સરળ સ્વભાવ ના સક્રિય રાજનેતા !
રક્ષા મંત્રાલય ની અતિ મહત્વપૂર્ણ જવાબદારી છોડી ને માત્ર ને માત્ર ગોવા ની જનતા ના કલ્યાણ અર્થે ગોવા પરત ફરી કુશળતા પૂર્વક સંચાલન સંભાળે છે.
એવા હતા એ જનતા ના હ્ર્દય સમ્રાટ ત્યાગી રાજનેતા !
તેમના રાજકીય જીવન ની એક પણ મુસાફરી માં દેશ ની તિજોરી નો એક પણ રૂપિયો ખોટો વેડફાય નહિ એ માટે બિઝનેસ ક્લાસની મુસાફરી ની જગ્યાએ ઇકોનોમી કલાસ માં જ મુસાફરી કરવાનું પસન્દ કરતા.
એવા હતા એ કરકસર પૂર્વક જીવનારા જાગ્રત રાજનેતા !
આદરણીય શ્રી મનોહર પરિકર સાહેબ
આજે આપણી વચ્ચે નથી પરંતુ એમના સિદ્ધાંતો અને જીવનશૈલી સદાય યુવા હ્ર્દય માં જીવતી રહે એ જ અભ્યર્થના સાથે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ...