ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા માં ઉપલબ્ધ અનેક સિરિજ અવાર નવાર જોતો હોઉ છું અને ઘણી બધી વખત રિવ્યુ લખવાનું મન પણ થાય છતાં નથી લખતો સમય ના અભાવ ને કારણે અથવા તો સિરીજ ની લોકપ્રિયતા ને લીધે !
હા; સિરિજ ની લોકપ્રિયતા ને લીધે પણ ઘણી વખત લખી નથી શકાતું કારણ કે લોકપ્રિય સિરિજ ની ગહનતા લોકો સરળતા થી સમજી શકતા હોય છે જેથી વધારે કાઇ કહેવાની કે લખવાની જરૂર રહેતી નથી.
પણ, આજે એક એવી જ મજેદાર સિરીજ વિશે લખવાનું મન થયું જે જસ્ટ થોડા દિવસો પહેલા જ રિલિજ થઇ છે.
સિરિજ નું નામ છે "well done baby"
મરાઠી ભાષા માં છે તો બની શકે ગુજ્જુ લોકો ને જોવાનું મન ન થાય , છતાં સ્ટ્રૉન્ગલી રિકમેન્ડ કરું છું કારણકે દોઢ કલાક ની આ સિરિજ માં ભાષા કરતાં લાગણી નું મહત્વ વધારે છલકાય છે.
ગુસ્સો, ગેર સમજ, એક બીજા થી દૂર જતાં રહેવાની તૈયારી છતાં ક્યારેય જુદા નહિ થવાની ભાવના !
ગેર સમજણ ક્ષણિક હોય છે જ્યારે પ્રેમત્વ અમર છે આ વાત આજ ના યુવાનોએ સમજવા જેવી છે.
આપણે સમાજ માં અવાર નવાર અનુભવ કરીએ છીએ અને જોઈએ છીએ કે નાની નાની વાત માં લગ્નજીવન ની પૂર્ણાહુતિ સુધી પહોંચી જાય છે આજની કહેવાતી મોર્ડન પેઢી.
જગડો થાય, નારાજગી હોય, એક બીજાની ઘણી બધી ટેવ - કુટેવ ન પણ ગમે એવું બને છતાં હર હમેશ એક બીજા માટેની ચિંતા ઓછી ન થાય, વાત કરવાનું બંધ ન થાય એ "પ્રેમ" છે
અલ્ટીમેટલી,
discussion is the solution !
ડિવોર્સ લેવાની તૈયારી સુધી પહોંચી ગયેલી એક પ્રેગ્નેન્ટ પત્ની અને એક ઇગોઈસ્ટ પતિ બધુ જ ભૂલી શકે છે કારણકે બંને ને એક બીજા માટે ની ચિંતા ઓછી નથી થતી અને નથી વાત કરવાનું બંધ થતું !
"ઘર હોય ત્યાં વાસણ પડે તો અવાજ આવે"
પણ એ વાત હરગિજ ન ભૂલવી જોઈએ કે
"વાસણ જ નહીં હોય તો રાંધીશું શેમાં?"
"વાસણ જ નહિ હોય તો ભોજન શેમાં કરીશું?"
અહિયાં "વાસણ" શબ્દ નો અર્થ "પરિવાર" થાય છે.
પરિવાર નહિ હોય તો પ્રેમ નહિ હોય અને પ્રેમ નહિ હોય તો જીવન અર્થહીન લાગશે....
પ્રેમ અને પરિવાર ને એક સિક્કા ની બે બાજુ સમજી ને જીવનનું બેલેન્સ દર્શાવતી આ સિરીજ ખરેખર અદભૂત છે.. અને "એમેજોન પ્રાઇમ વિડીયો" ઉપર ઉપલબ્ધ છે..
આજ ના યૂથ એ એક વખત જોવી જ રહી..
Enjoy it with your beloved family !
Author:
Uttam
Trasadiya
Date:
16.04.2021
Email:
uttam@uttamtrasadiya.in