Saturday, 17 April 2021

જિંદગી તું ખાસ છે

એમ જ ખુશ દેખાતી પ્રકૃતિના,

હર એક કણ માં આજે ડર નો આભાસ છે,

હારી થોડું જવાય એમ જ ??? 

જિંદગી તું ખાસ છે”

 

ન કોઈ તકરાર - ન કોઈ દુશ્મની

તો પણ માનવ ના મન માં કંઈક તો આભાસ છે,

હારી થોડું જવાય એમ જ ???  

જિંદગી તું ખાસ છે” 

 

ઈશ્વર ની વ્યવસ્થા પર શંકા કરનાર ને,

આજે ઓક્સિજન ની બોટલ પર વિશ્વાસ છે,

હારી થોડું જવાય એમ જ ??? 

જિંદગી તું ખાસ છે"

 

સંબંધો ની માયા માં રહેનાર આજે એકલો જણાય છે,

નથી ખબર કે આ કેવી કચાશ છે

હારી થોડું જવાય એમ જ ??? 

જિંદગી તું ખાસ છે” 

 

પડ્યો છું તો ઉભો થઈશ

ઉભો થઈ ને ટેકો થઈશ

 

સાથે મળી ને સૌ કોઈ ની

ફેલાવવી માનવતાની સુવાસ છે,

 

હારી થોડું જવાય એમ જ ??? 

જિંદગી તું ખાસ છે” 

 

 

Author:

Uttam Trasadiya

Date: 17.04.2021

Email: uttam@uttamtrasadiya.in