Skip to main content

Posts

Showing posts with the label Travel Blog

ચાઇના : ટેકનોલોજી ના બાદશાહ

ચાઇના ના પ્રવાસ દરમિયાન ખૂબ સરસ અનુભવો થયા. ભારત પછી આઝાદ થયેલો દેશ ભારત કરતા ખૂબ આગળ છે. એક વાત સ્પષ્ટ કરું છું કે મારા આ લેખ રાષ્ટ્રવાદ કે જાતિવાદના આધારે નહીં પરંતુ વિકસિત દેશ ના આધારે મુલવશો તો આપને પણ ગમશે. ચાઇના ભારત પછી આઝાદ થયું હોવા છતાં ભારત કરતા ખૂબ આગળ નીકળી ગયું છે. અહીંનો મિકેનિક્સ બિઝનેસ ખૂબ આગળ છે. અહીંના લોકોનો ખૂબ પ્રેમાળ સ્વભાવ છે અને ભારત જેવી વિશેષ આગતા સ્વાગતા માં અહીંના લોકો માને છે.  એક સર્વે અનુસાર છેલ્લા 100 વર્ષ માં જેટલી સિમેન્ટ અમેરિકા માં વપરાઈ નથી તેના કરતા વધુ સિમેન્ટ ના ઉપયોગ થી છેલ્લા 10 વર્ષ માં ચાઇના ડેવલોપ થયું છે. અહીંયા નિયમો અને સરકાર નું વિશેષ મહત્વ અને આદર છે. મારી મુલાકત દરમિયાન અનુભવ્યું કે ચાઇનામાં લગભગ કંપનીઓ ના માલિક અને બોસ 30 થી 35 વર્ષની ઉમ્મરના છે, મતલબ કે અહીંના વડીલ લોકો માત્ર માર્ગદર્શન આપે છે અને યુવાનો સફળ સંચાલન કરવામાં માહિર છે. અનુભવ્યું કે અહીંયા વૃધ્ધો નું ખૂબ માન છે. 18 થી વધુ ઉંમર ના બાળકો, સ્ત્રી, પુરુષો બધાજ ને ફરજીયાત કમાવવું પડે છે એટલે જ ચાઇના વિકસિત છે. રોડ, રસ્તા, નદી નાળા, બહુમાળી ઇમારતો, મેટ્રો, ઇલેક્ટ્રિક વ્યવ...

દુબઇ : એક અદભુત નગર

લગભગ 109 દેશના લોકો વેપાર માટે દુબઈમાં વસવાટ કરે છે. અહીંની કુલ વસ્તી 4.2 મિલિયન છે જેમાં માત્ર 40% મૂળ દુબઇ ના વતની છે. અહીંયા કોઈ ચૂંટણી ની મગજમારી નથી, રાજાશાહી ને નાતે રાજા નો મોટો દીકરો રાજા બને છે. હાલ શેખ મહમદ અહીંના રાજા છે અને શેખ હમદાન ભાવિ રાજા છે.      ‎ લગભગ 74 જેટલી ફાઈવસ્ટાર હોટલનું આ નગર વર્ષો સુધી અંગ્રેજો ના શાશનમાં હતું અને 2જી ડિસેમ્બર 1971 ના રોજ આઝાદ થયું હોવાથી આ દિવસ નેશનલ દિવસ તરીકે ઉજવાય છે.      ‎દુબઇ મુખ્યત્વે ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક વસ્તુ માટે જાણીતું છે. અહીંનો અદભુત દુબઈ મોલ જેમાં રોજ 100 દેશમાંથી લાખો લોકો આવે છે.       ‎અહીંના પોશાક પણ આકર્ષક છે. પુરુષ પોશાક કંદુરા ના નામથી અને સ્ત્રી પોશાક અબાયા તરીકે ઓળખાય છે. ઊંટ ની લાદની વાસ ન આવે એ માટે ટાઈ જેવા આકાર નું તરબૂશા પહેરાતું જે હાલ શેખ લોકો ની ફેશન છે.      ‎ભારત સંસ્કાર અને સંસ્કૃતિ માટે દેશ માં ઓળખાય છે તેમ દુબઇ ના શિસ્ત અને નિયમ વિશ્વ માં વખણાય છે. ટ્રાફિક નિયમ તોડવા ઉપર 11000 રૂપિયા નો દંડ , છેતરપિંડી ઉપર 10,00,000 રૂપિયા નો દંડ અને જેલ ...