લગભગ 109 દેશના લોકો વેપાર માટે દુબઈમાં વસવાટ કરે છે. અહીંની કુલ વસ્તી 4.2 મિલિયન છે જેમાં માત્ર 40% મૂળ દુબઇ ના વતની છે. અહીંયા કોઈ ચૂંટણી ની મગજમારી નથી, રાજાશાહી ને નાતે રાજા નો મોટો દીકરો રાજા બને છે. હાલ શેખ મહમદ અહીંના રાજા છે અને શેખ હમદાન ભાવિ રાજા છે.
લગભગ 74 જેટલી ફાઈવસ્ટાર હોટલનું આ નગર વર્ષો સુધી અંગ્રેજો ના શાશનમાં હતું અને 2જી ડિસેમ્બર 1971 ના રોજ આઝાદ થયું હોવાથી આ દિવસ નેશનલ દિવસ તરીકે ઉજવાય છે.
દુબઇ મુખ્યત્વે ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક વસ્તુ માટે જાણીતું છે. અહીંનો અદભુત દુબઈ મોલ જેમાં રોજ 100 દેશમાંથી લાખો લોકો આવે છે.
અહીંના પોશાક પણ આકર્ષક છે. પુરુષ પોશાક કંદુરા ના નામથી અને સ્ત્રી પોશાક અબાયા તરીકે ઓળખાય છે. ઊંટ ની લાદની વાસ ન આવે એ માટે ટાઈ જેવા આકાર નું તરબૂશા પહેરાતું જે હાલ શેખ લોકો ની ફેશન છે.
ભારત સંસ્કાર અને સંસ્કૃતિ માટે દેશ માં ઓળખાય છે તેમ દુબઇ ના શિસ્ત અને નિયમ વિશ્વ માં વખણાય છે. ટ્રાફિક નિયમ તોડવા ઉપર 11000 રૂપિયા નો દંડ , છેતરપિંડી ઉપર 10,00,000 રૂપિયા નો દંડ અને જેલ ની સજા તો ખરીજ. આટલા પર થી જ અંદાજ આવે કે ભારત માં થાય એ ગુનાઓ ઉપર અહીંયા કેવી સજા હશે. કષ્ટડી નો નિયમજ નથી સીધી સજા સુનાવણી. કારણ એવો મૂર્ખ અને ગુનાહિત લોકો પાછળ સમય બગાડવા માટે દુબઈ સરકાર સમય બગાડે તો વિકાસ નું શુ!!!
દુબઇ ના ઇલેક્ટ્રોનિક અને ગોલ્ડમાર્કેટ સિવાય ભારત કરતા મોંઘવારી ખૂબ છે. ઝલક સ્વરૂપે 500 ml પાણી ના 90 રૂપિયા, 1 km ટેક્સી ના 180 રૂપિયા. બીજી વસ્તુનો તો જાત અનુભવ કરો તો ખબર પડે.!!
જુનેરા પબ્લિક બીચ, બુર્જ અલ અરબ, ગોલ્ડ સુક માર્કેટ, મીના બજાર, બુર્જ ખલીફા, ફરારી વર્લ્ડ, ડેઝર્ટ સફારી, અને દુબઈ મોલ આ એવા સ્થળો છે જેને લીધે વિશ્વની નજર દુબઇ ઉપર થી ખસતી નથી.
દુબઇ માત્ર ફરવા માટે નથી, અહીંયાનું ઉદ્યોગજગત વિશ્વ વિખ્યાત છે. દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં દર મહિને કાંઈક ને કાંઈક નવા વિચારો સાથે હજારો ઉદ્યોગપતિઓ મળે છે અને એક બીજા સાથે B2B મિટિંગો કરી ઉદ્યોગજગત ને આગળ લાવવાના પ્રયાસો થાય છે. સૌભાગ્યવશ મને AIM2018 નામની બિઝનેસ સમિટ માં આમંત્રણ મળેલું જેને લીધે દુબઇ જોવાની તક મળી. અહીંયા આવતા વિદેશી ડેલીગેટ્સ ને અદભુત સારસંભાળ સરકાર દ્વારા અપાય છે જેનો અનુભવ થયો. અહીંની સરકાર નાના માં નાના ઉદ્યોગકારો માટે પોઝિટિવ વલણ ધરાવે છે જેનો અનુભવ થયો.
સ્વર્ગ તો કેવું હશે રામ જાણે, પણ દુબઇ જોયા પછી એવું લાગે છે કે ભગવાન આ દુબઇ ને જ સ્વર્ગ નો ભાગ માનતો હશે.