ચાઇના ના પ્રવાસ દરમિયાન ખૂબ સરસ અનુભવો થયા. ભારત પછી આઝાદ થયેલો દેશ ભારત કરતા ખૂબ આગળ છે.
એક વાત સ્પષ્ટ કરું છું કે મારા આ લેખ રાષ્ટ્રવાદ કે જાતિવાદના આધારે નહીં પરંતુ વિકસિત દેશ ના આધારે મુલવશો તો આપને પણ ગમશે.
ચાઇના ભારત પછી આઝાદ થયું હોવા છતાં ભારત કરતા ખૂબ આગળ નીકળી ગયું છે. અહીંનો મિકેનિક્સ બિઝનેસ ખૂબ આગળ છે. અહીંના લોકોનો ખૂબ પ્રેમાળ સ્વભાવ છે અને ભારત જેવી વિશેષ આગતા સ્વાગતા માં અહીંના લોકો માને છે.
એક સર્વે અનુસાર છેલ્લા 100 વર્ષ માં જેટલી સિમેન્ટ અમેરિકા માં વપરાઈ નથી તેના કરતા વધુ સિમેન્ટ ના ઉપયોગ થી છેલ્લા 10 વર્ષ માં ચાઇના ડેવલોપ થયું છે.
અહીંયા નિયમો અને સરકાર નું વિશેષ મહત્વ અને આદર છે. મારી મુલાકત દરમિયાન અનુભવ્યું કે ચાઇનામાં લગભગ કંપનીઓ ના માલિક અને બોસ 30 થી 35 વર્ષની ઉમ્મરના છે, મતલબ કે અહીંના વડીલ લોકો માત્ર માર્ગદર્શન આપે છે અને યુવાનો સફળ સંચાલન કરવામાં માહિર છે. અનુભવ્યું કે અહીંયા વૃધ્ધો નું ખૂબ માન છે. 18 થી વધુ ઉંમર ના બાળકો, સ્ત્રી, પુરુષો બધાજ ને ફરજીયાત કમાવવું પડે છે એટલે જ ચાઇના વિકસિત છે.
રોડ, રસ્તા, નદી નાળા, બહુમાળી ઇમારતો, મેટ્રો, ઇલેક્ટ્રિક વ્યવસ્થા આ બધું જ ચાઇના ની રોનક વધારે છે.
એક લાઇન માં કહી શકાય કે,
"ચાઇના એટલે ટેકનોલોજી ના બાદશાહ"