Tuesday, 30 October 2018

શિક્ષણનું વ્યાપારીકરણ

શિક્ષણ એક એવી વ્યવસ્થા છે જે સંપૂર્ણ સ્વતંત્ર હોવી ખુબ જરૂરી છે, ઘણી બધી વ્યવસ્થાઓ અનુશાષિત હોય શકે છે પરંતુ શિક્ષણ વ્યવસ્થા વૈચારિક રીતે સ્વતંત્ર હોય તો જ ફાયદાકારક નીવડે છે. અવ્યવસ્થિત અને ગુલામ શિક્ષણ વ્યવસ્થા ને લીધે દેશ માં અને સમાજ માં ભય પેદા થાય છે અને એ જ ભય હંમેશા પડતી નું કારણ બને છે.
શિક્ષણ વ્યવસ્થા દિવસે ને દિવસે કેમ ગુલામ બનતી જાય છે ?

એવા તો શું કારણો છે કે જેના લીધે શિક્ષણ વ્યવસ્થા ની મૂળ વિચારધારા આજ નો સમાજ ભૂલી ગયોછે?

એવા ક્યાં પરિબળો છે જેને કારણે વ્યક્તિ શિક્ષિત નોકર બનવા તૈયાર થઇ જાય છે ?
આવા બધા જ પ્રકાર ના પ્રશ્નો નો એક જ જવાબ છે  શિક્ષણ નો વેપાર
ચાણક્ય ના સમય માં ભારત ની અંદર દેશ વિદેશ થી લોકો ને ભણવા આવવું પડતું હતું જયારે આજ ના સમય માં ભારત ના વિચક્ષણ બુદ્ધિ ના વિદ્યાર્થીઓ એ દેશ માં અભ્યાસ કરવા માટે જતા રહ્યા છે અથવા તો જતું રહેવું પડ્યું છે જે મૂળ ભારતીય સંસ્કારો નું સિંચન કરી રહી છે.  આજે પણ ગુજરાત માં ઘણી બધી શાળા કોલેજો એવી છે જે ખરેખર ચાણક્ય અને સ્વામી વિવેકાનંદ ના શિક્ષણ સિદ્ધાંતો ને અમલ માં મૂકી ને બાળકો ને શિક્ષણ ક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે અને વિવિધ આયામો માં બંદૂક ની ગોળી જેવા તૈયાર કરે છે પણ આજ ની વ્યવસ્થા કાંઈક ને કાંઈક બહાનું બનાવી ને એવી સંસ્થાઓ ને દબાવે છે. આજ ના વિદ્યાર્થીઓ અને વાલીઓ ની જ જવાબદારી છે એવી સંસ્થા ઓ ને સમર્થન આપી જૂની પરંપરા ફરીથી સ્થાપિત કરવાની !
એક સમય માં ફાટેલા કપડાં પહેરવા એ આર્થિક ગુલામી કહેવાતી જયારે આધુનિક અને મોર્ડન જમાના ના નામે આજ ના જુવાનિયા ફાટેલા કપડાં ને ફેશન સમજે છે।  આવું કોણ સમજાવે છે એ બાળકો ને ? આજ નું કહેવાતું આધુનિક શિક્ષણ કારણકે માં બાપ ના સંસ્કારો ઉપર આક્ષેપ કરવો એ જ આપણી નબળાઈ છે।  આવી નગ્ન આધુનિકતા માં બાપ ના સંસ્કાર માંથી નહીં પરંતુ આજ ના આધુનિક શિક્ષણ માંથી આવે છે.  મને એક વાતનો  છે કે મારા
બાલ્યકાળ અને તરુણ કાળ માં એવી શાળા ના વિદ્યાર્થી હોવાનું ગૌરવ મળ્યું જ્યાં બરમુડા પહેરવા, છોકરીઓ ને ખુલ્લા વાળ રાખવા અને ફન્કી લાઈફ સ્ટાઇલ પર પ્રતિબંધ હતો અને આજે પણ છે જ ! અને આ જ છે સાચા સંસ્કાર જ્યાં વેપાર નહીં પણ વ્યવહાર નું પ્રાધાન્ય હોય.

માં બાપ નો ખરેખર આ વ્યવસ્થા માં કોઈ દોષ ન કહેવાય, માં બાપ તો માત્ર નિમિત્ત હોય છે પોતાના સંતાનો ના ભવિષ્ય માટે, ભવિષ્ય બનાવવું કે નહીં એ તો સંતાન ના હાથ ની જ વાત છે ને !

શિક્ષણ નું વ્યાપારીકરણ આંધળા અનુકરણ તરફ દોરે છે એટલે જ કહી શકાય કે શિક્ષણનું વ્યાપારીકરણ
ખરેખર કોઈ કામ નું નથી. શિક્ષણ ના વ્યાપારીકરણ ના લીધે આજ ના વિદ્યાર્થીઓ આંધળા અનુકરણ તરફ ખેંચાઈ રહ્યા છે અને પશ્ચિમી સંસ્કૃતિ ના વારસદાર બનવાનું ગૌરવ લઈ રહ્યા છે. આ આંધળી દોટ  ના લીધે
શૈક્ષણિક સંસ્થા ઓ શિક્ષણ ને કમાણી નું સાધન બનાવી રહી છે અને વિદ્યાર્થી ઓ શિક્ષણ ને માત્ર પોતાના ભવિષ્ય ની જરૂરિયાત સમજી રહ્યા છે. જયારે આજનો યુવાન શિક્ષણ ને માત્ર જરૂરિયાત નહીં પરંતુ શિક્ષણ એક જવાબદારી છે એવું સમજી લેશે ત્યારથી આ બધા જ ગોરખ ધંધા બંધ થઇ જશે. શિક્ષણ ના વ્યાપારીકરણ
થી દેશ માં માત્ર નોકરો પેદા થઇ રહ્યા છે, આધુનિકતા ખરાબ નથી પણ આધુનિકતા આવવા થી માણસ શોર્ટકટ શોધતો થઇ ગયો છે અને એ જ શોર્ટકટ ના લીધે બધી સમસ્યા ઓ પેદા થઇ છે.

એક વાસ્તવિકતા એવી પણ છે કે આપણને આપણા જ સાંસ્કૃતિક વારસા નું ગૌરવ દિવસે દિવસે ઓછું થતું જાય છે અને બીજી ખોટી વિચારધારાઓ આપણને વિકાર તરફ લઇ જઈ રહી છે. આજનું શિક્ષણ જો સંસ્કૃતિ ને સન્માન આપનારું બનશે તો દેશ નું સન્માન પણ જાળવી
શકીશું અને ભારત ના સાચા વારસદાર હોવાનું ગૌરવ પણ મેળવી શકીશું

Author:

Uttam Trasadiya

Date: 30.10.2018

Email: uttam@uttamtrasadiya.in

Sunday, 9 September 2018

લાગણીશીલ હોવું જરૂરી કે માનવતાવાદી હોવું જરૂરી ?

લાગણી અને માનવતા આમ તો આ બંને શબ્દો એક બીજા ના પૂરક છે. માનવતા વગર ની લાગણી નકામી છે સાથે જ લાગણી વગર ની માનવતા પણ કશા કામ ની નથી.
પ્રેમ નો વિષય હ્ર્દયસ્પર્શી છે. પરંતુ ક્યારેક ક્યારેક સમાજ માં જોવા મળે છે કે અતિ લાગણીશીલ માણસ ખૂબ દુઃખી જીવન જીવતો હોય છે. વ્યક્તિ ની લાગણી ને આ સમાજ ભોળપણ નું સ્વરૂપ આપે છે અને એ જ ભોળપણ વ્યક્તિને મૂર્ખ સાબિત કરે છે. ખરેખર એ વ્યક્તિ નું ભોળપણ ખૂબ નિખાલસ હોય છે. કપટી વ્યક્તિ ક્યારેય ભોળો ન હોય અને જીવન માં ભોળપણ ન હોય તો તમે તમારી લાગણી ક્યારેય વ્યક્ત ન કરી શકો, પરંતુ અતિશય ભોળપણ વિનાશ સર્જે છે. અતિ વિશ્વાસ સારો પરંતુ અંધ વિશ્વાસ ન સારો. સાથે એમ પણ કહી શકાય કે અંધ ને "વિશ્વાસ" ન હોય તો બીજું શું હોય. અંધ વિશ્વાસ માં કૌરવો હાર્યા, અંધ વિશ્વાસ માં રાવણ એ ભાઈ ખોયો, વાસ્તવિક જીવન માં અંધ વિશ્વાસ હોવો એ અતિ લાગણી નું જ સ્વરૂપ છે. એટલું પણ અંધ ન થવું કે લાગણી ના મોહ માં ને મોહ માં આપણા જ લોકો આપણી સાથે રમત રમી જાય અને આપણે એને ઓળખી ન શકીએ. એ રમત કદાચ આપણા માટે ભોળપણ હોઇ શકે પરંતુ સામે વાળી વ્યક્તિ ની સાપેક્ષ માં એ ભોળપણ સદાય આપણી મુર્ખામી જ સાબિત કરતું હોય છે.
હવે વાત છે માનવતાવાદી હોવું જરૂરી કે નહીં?
મિત્રો,
માનવતા વાદી માણસ સદાય આજના સમાજ નું હિત ઇચ્છતો હોય છે પરંતુ ઘણી બધી ઘટના ઓ એને માનવતા વ્યક્ત કરવાથી રોકી દે છે. સમાજ માં ધર્મ ના નામે ચલતા ધતિંગ પાછળ માનવતાવાદી માણસ ખેંચાય છે અને અંતે એને અહેસાસ થઈ જાય છે કે મારી સેવાનું મૂલ્ય સામે વાળી વ્યક્તિ ના વેપાર ને પ્રોત્સાહન આપવા જેવું હતું.
કોઈ કંપની માં કામ કરતા કર્મચારી સાથે એના ઉપરી અધિકારી નો વર્તાવ સદાય માનવતાવાદી હોવો જોઈએ નહીં કે લાગણી શીલ. જો ધંધાકીય બાબતો માં લાગણીને પ્રાધાન્ય આપવામાં આવશે તો એક સમય એવો આવશે જ્યારે તમારી પાસે બરબાદ થવા સિવાય કંઈ નહીં વધે. ઇતિહાસ એ વાત નો સાક્ષી છે કે અતિશય લાગણી ના વશ માં આવી ને સદાય ભંયકર વિનાશ ને જ આમંત્રણ અપાયું છે. 
એટલે જ જીવનમા લાગણીશીલ હોવું જરૂરી છે પરંતુ  માનવતાવાદી થવું અતિ અનિવાર્ય છે.

Author:

Uttam Trasadiya

Date: 09.09.2018

Email: uttam@uttamtrasadiya.in

Thursday, 5 April 2018

હવે માનવી માનવ થાય તો ય ઘણું !

નથી સાંભળવા કથા ને કીર્તનો
હવે આ ધર્મો ઓળખાય તો ય ઘણું!
હવે માનવી માનવ થાય તો ય ઘણું

ન કરો ગાય ની પૂજા ને ચાકરી
પણ આ કતલખાના બંધ થાય તો ય ઘણું!
હવે માનવી માનવ થાય તો ય ઘણું

યુનિવર્સિટીમાં પહેલો નંબર તો ન આવે
પણ ભણેલું લેખે જાય તો ય ઘણું!
હવે માનવી માનવ થાય તો ય ઘણું!

બહુ પી લીધી છે હરિરસ ની મદિરા
હવે એક શ્વાસ શાંતિ થી જીવાય તો ય ઘણું!
હવે માનવી માનવ થાય તો ય ઘણું!

નક્કી આ ભ્રષ્ટાચાર બંધ નહિ થાય
પણ દીધેલા રૂપિયે કામ થાય તો ય ઘણું!
હવે માનવી માનવ થાય તો ય ઘણું!

"નિખાલસ" મને નહિ કહું જાજુ
બસ આટલું અમલ માં મુકાય તો ય ઘણું!
હવે માનવી માનવ થાય તો ય ઘણું!

Author:

Uttam Trasadiya

Date: 05.04.2018

Email: uttam@uttamtrasadiya.in

Thursday, 25 January 2018

રાહ જોઈ ને બેઠો છું

વિચારેલા સરસ સમય ની,
રાહ જોઈ ને બેઠો છું.

આત્મીયતા સભર વાતાવરણમાં,
રાહ જોઈ ને બેઠો છું.

નક્કી છે એ નથી મળવાનું છતાં,
રાહ જોઈ ને બેઠો છું.

ભૂતકાળ તારો બદલો લેવાની,
રાહ જોઈ ને બેઠો છું.

હાર સ્પષ્ટ છે છતાંય જીત ની,
રાહ જોઇને બેઠો છું.

હ્ર્દયથી થનારા ચમકારા ની,
રાહ જોઇને બેઠો છું.

ભાર ભરેલા મન સાથે મારા સમયની,
રાહ જોઈ ને બેઠો છું.


Author:

Uttam Trasadiya

Date: 25.01.2018

Email: uttam@uttamtrasadiya.in