મહામારી ના આ સમય માં આખું વિશ્વ આર્થિક, રાજકીય, સામાજિક અને આરોગ્યલક્ષી પાયાઓ માંથી ધ્રુજી રહ્યું છે.
વિશ્વભર માં ઘણી બધી જગ્યાએ લોકડાઉન ની અસર થી આર્થિક કકળાટ છે, કોઈ દેશના સર્વોચ્ચ રાજકીય આગેવાનો કાયદાનું ઉલ્લંઘન કરી ને માફી માંગી રહ્યા છે તો બીજી બાજુએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જડમૂળ ફેરફાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
મંદિર, મસ્જિદ, ચર્ચ બધું બંધ છે, સામાજિક કાર્યક્રમો અને જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ છે, અમુક વધુ પડતા બુદ્ધિજીવી નેતાઓ ના બફાટ સમી રાજકીય સભાઓ બંધ છે અને આખું વિશ્વ એક જ જગ્યા એ કેન્દ્રિત છે; જે છે "કોરોના ના મારણ માંથી માનવ જીવન નું તારણ"
"જિંદગી મોત ના બન જાયે સંભાલો યારો" જેવા ગીત માણસ ને કોરોના ના હાવ અને પ્રભાવ ની વચ્ચે ચેતવાનો સંકેત આપી રહ્યા છે અને માણસ ક્યાંક ડર થી તો ક્યાંક દબાણથી, ક્યાંક સમજદારીથી તો ક્યાંક ભવિષ્ય ની આકાંક્ષાઓ થી કાયદાઓ નું પાલન કરી રહ્યો છે જે કોરોના સામે ની લડતમાં વિજય પ્રાપ્તિ નો શુભ સંકેત છે.
વાત છે ભારત ની,
જેની વિચારધારા સામે આખું વિશ્વ ઘૂંટણીયા ટેકવી રહ્યું છે.
લોકડાઉન પૂર્વે જનતા કરફ્યુ ની નોંધ આખા વિશ્વએ લીધી અને તેમાંથી પ્રેરણા લીધી સોશિયલ ડિસ્ટનસિંગ ની !
WHO જેવી સંસ્થા ના વડાઓ સ્વીકારવું પડ્યું કે આ મહામારી ની લડત માં દવા કે દુઆ નહિ પણ સમજદારી પૂર્વક નું વર્તન જ મદદરૂપ થઇ શકે ; જેનું પ્રણેતા ભારત !
એક વાત ખૂબ ગૌરવ સાથે નોંધી રહ્યો છું કે વિશ્વ ના બીજા દેશો પાસે અત્યંત પ્રભાવશાળી સુવિધાઓ છે, અત્યંત આધુનિક મેડિકલ સિસ્ટમ છે, અખૂટ સંપત્તિ છે બસ ભારત પાસે જેવા નિર્ણાયક વડાપ્રધાન છે તેવા વડાપ્રધાન કોઈ પાસે નથી જેમના લીધે આ સમય માં "માનવતા નો મુખ્યા - ભારત દેશ" બન્યો છે.
કાઠિયાવાડ માં કહેવત છે કે "માણસ નહિ ડાહ્યો એનો નિર્ણય ડાહ્યો." આજે એ એક વ્યક્તિ ની સમજદારી અને ત્વરિત નિર્ણય શક્તિ ને લીધે આખું ભારત આ મહામારી નો સામનો કરવામાં હકારાત્મક અભિગમ દાખવી રહ્યું છે.
હોસ્પિટલો માં ડોકટરો અને નર્સ ની અવિરત હાજરી, પોલીસ પ્રશાસન અને બીજા તમામ અધિકારીઓ ની ફરજ નિષ્ઠા, સેવાભાવી ઓ ની દાતારી બધું વંદનીય છે, જેમના લીધે જ આખા વિશ્વ માં આજે ભારત નો ડંકો વાગ્યો છે. સો સો સલામ !
અને અંત માં એક ખાસ શેર
આદરણીય, વંદનીય અને વ્હાલા મોદી સાહેબ માટે,
"ભલીયું વિણ ભલા નાગડા નર ન નીપજે,
ઇ તો જેસલ જગરો નીપજે,
જેની માં હોથલ હોય"
વંદન હીરા બા ને...
જેમના લીધે આજે ભારત ની સેવા માં એક એવી વ્યક્તિ છે જેની માટે મહાસતા પણ કહી રહી છે,
"મોદી મહાન છે" અને એ જ મોદી સાહેબ કહી રહ્યા છે કે "ભારત મહાન છે"
વંદે ભારત માતરમ