ઓમ શાંતિ ફુઆ
સ્વ. કાંતિભાઈ રાઘવભાઈ લાડોલા
............................................
આપ ક્યારેય સ્વર્ગસ્થ ન થઈ શકો, આપ હ્ર્દયસ્થ થયા છો.
બાલમંદિર માં ભણતો ત્યારે મને ધૂળ માં બેસી રહેવાની આદત હતી, સ્કૂલે આવીને કાન પકડીને બેસાડતા તમે એ કેમ ભૂલી શકું ?
સૈનિક સ્કૂલ માં આવીને 6ઠ્ઠા ધોરણ માં ભણતા એ ઉત્તમ સાથે અન્યાય થયો તો તમે રેક્ટર ને બધા વચ્ચે ખખડાવેલો એ કેમ ભૂલી શકું ?
પછી તો 12માં ધોરણ સુધી તો તમારી પાસે રહીને જ ભણ્યો "આદર્શ" માં, ઘણી વખત ખીજાઇ જતા તમે, પણ આજે ખાલીપો દેખાય છે એ ટકોર કરનાર નો !
એન્જીનીયરીંગ થી લઈને એમ.બી.એ સુધી અને એમ.બી.એ થી લઈ ને મોરબી શિફ્ટ થયો ત્યાં સુધી તમે હરપળ મારા પપ્પા પાસે થી મારા સમાચાર લેતા રહ્યા, મારી નાની મોટી મુશ્કેલી માં આપ મને મનોબળ આપતા રહ્યા અને ભૂલ કરું ત્યાં ટપારતા રહ્યા.
એ વસવસો કાયમ માટે રહેશે કે જ્યારે ખરેખર આપની ઇનોવેટિવ નિર્ણયશક્તિ ની જરૂર પડી એ ફેસ માં પહોંચ્યો (ધંધામાં) ને તમે વિદાય લીધી.
આજથી થોડા દિવસ પહેલા મારી સગાઈમાં હાજર રહ્યા અને આનંદ કર્યો અને અચાનક તમારી માંદગી !
મારી સગાઈના આગલા દિવસે તમારો ફોન આવ્યો કે,"વરરાજા કાલે મિત તારી સાથે રહેશે"
બસ એ "મિત" હવે કાયમ મારી સાથે રહેશે, એની ચિંતા ન કરશો.
આવી તો કેટલી બધી યાદો આપીછે તમે, લખતા હાથ ધ્રૂજે છે, યાદ કરતા હૈયું ધ્રૂજે છે પણ રડીશ નહિ - મક્કમ મન સાથે ઘણી બધી વાર ઘણા બધા વિષય પર તમારી સાથે ચર્ચા થઈ છે, નવું નવું કરવાની વાતો થઈ છે - તમારા એ સપના પુરા કરીશ.
પ્રોમિસ લિજેન્ડ,
આટલી યાદો આપ્યા પછી તમે મારા માટે ક્યારેય સ્વર્ગસ્થ નથી થવાના, તમારા વિચારો - સપનાઓ સાથે આપ હ્ર્દયસ્થ થયા છો.
તમારી રૂબરૂ ખોટ કાયમ રહેશે બસ આશીર્વાદ અને પ્રેમની ખોટ ન પડવા દેતા.
આપનો સદાય વ્હાલો,
ઉત્તમ
Author:
Uttam Trasadiya
Date: 01.05.2021
Email: uttam@uttamtrasadiya.in