Friday, 17 December 2021

વ્યક્તિ વિશેષ : ડો. નિર્મળદાન ગઢવી

 


આદર્શ શિક્ષક, આદર્શ માર્ગદર્શક અને આદર્શ વ્યક્તિત્વ ડો. નિર્મલદાન ગઢવી


વર્ષ 2014 માં મોરડ ગામ ને એક એવા વ્યક્તિત્વ ની ભેટ મળી જેના લીધે આજે આપ ત્યાં જઈને જોઈ શકો કે ગામ નો નકશો જ કંઈક અલગ છે. 

ગુજરાત ના સાહિત્ય જગત ના ગૌરવ સમાં વ્યક્તિ ડો. નિર્મલદાન મોરડ પ્રાથમિક શાળા ના આચાર્ય તરીકે નિમાયા અને 2014 માં મોરડ માં આવ્યા. 

વર્ષ 2014 નો ઉલ્લેખ ખાસ એટલા માટે કરું છું કારણકે ગામ માં જે કાંઈ પરિવર્તન આવ્યું છે એ માત્ર ને માત્ર 2014 પછી આવ્યું છે જેનું સાક્ષી આખું ગામ છે...આજે પણ...

ગામ માં અસામાજીક તત્વો નો ખુબ ત્રાસ હતો, એ તત્વોની કુટેવો ના લીધે આખું ગામ પીડાતું હતું. વર્ષ 2014 માં ડો. ગઢવીના આચાર્ય બન્યા પછી આજે એ તત્વો વાલિયા લૂંટારા માંથી વાલ્મિકી બન્યા હોય એટલું જોરદાર પરિવર્તન દેખાય છે.

મોરડ ગામ આણંદ જિલ્લાના ખૂબ અંતરિયાળ વિસ્તાર તરીકે ઓળખાય અને ત્યાં રાત્રે જતા પણ બીક લાગે આજે એ ગામ ડો.ગઢવી નું ગામ એમ ઓળખાય છે. 

વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા વર્ગખંડ નહિ , પૂરતી વ્યવસ્થા નહિ આજે જઈ ને જોશો તો ખબર પડશે ડો.ગઢવીના અથાગ પ્રયત્ન સ્વરૂપે ગામ ને 85 લાખ રૂપિયા ની સરકારી ગ્રાન્ટ માંથી એક નવનિર્મિત બિલ્ડીંગ મળ્યું જેનું ઉદ્ઘાટન આવતા મહિને થશે.

ડો.ગઢવી ના નિર્મળ અને નિખાલસ સ્વભાવ ને લીધે દર મહિને કોઈક ને કોઈક દાતા ત્યાં આવી ને બાળકો ની સેવા કરે છે. હમણાં જ નામ નહિ આપવાની શરતે એક દાતાશ્રી એ 700 વિદ્યાર્થીઓ ને ભારત ની શ્રેષ્ઠ ઓસવાલ કંપની ના સ્વેટર આપ્યા. કોઈક એ પેવર બ્લોક નખાવી આપ્યા તો કોઈક એ સ્ટેશનરી ની વસ્તુઓ ભેટ કરી. કોઈક ત્યાં સરસ કાર્યક્રમો ના આયોજન  કર્યુ. 

મિત્રો ગુજરાત માં 16000 થી વધારે સરકારી શાળાઓ છે પણ બધી સ્કૂલ ના વિદ્યાર્થીઓને આ લાભ મળતો નથી. દાતા ઓ ને પણ ખબર છે કે ડો. ગઢવી ની માટલી માં નાખેલું દૂધ બગડશે નહિ પણ વિદ્યાર્થીઓ ના મુખ સુધી પહોંચશે એટલે બધા ત્યાં સેવા કરવા તતપર હોય છે.

ગુજરાત ની પહેલી એવી સરકારી શાળા હશે જ્યાં કોઈ પણ સરકારી સહાય વગર બાળકો ડિજિટલ કલાસ માં ભણે છે... 

થેક્સ ટુ ડો.ગઢવી...

પોતાની શાળા ને સરકારી સહાય નો પૂરતો લાભ મળે એ માટે લગભગ 50 વખત ગાંધીનગર પોતાના ખર્ચે ગયા છે. 

4...5 વખત તો હું પણ સાથે રહેલો... 

શાળા ના ઉતકર્ષ અને વિકાસ માટે પોતે જે કાઈ ખર્ચ કરે એનું એક પણ બિલ તમને શાળા ની ફાઇલ માં જોવા નહીં મળે જેનો હું સાક્ષી છું. 

પોતે રહ્યા ગુજરાત ના શ્રેષ્ઠ કલાકાર એટલે વિદ્યાર્થીઓ પણ બંદૂક ની ગોળી જેવા જ હોય...

ધોરણ 2 થી લઈ ને 8 સુધી ના કોઈ પણ વિદ્યાર્થીને આંગળી ચીંધી ને ઉભો કરી લેવાની છૂટ, દરેક બાળક માં એટલી દિવ્ય શક્તિઓ આ માણસ એ રોપી છે કે એ બાળક માઇક ઉપર નીડરતા થી પોતાની કૃતિઓ રજૂ કરે કરે ને કરે જ...

ઘણા બધા લોકોને સોશિયલ મીડિયા નો ઉપયોગ જ ખબર નથી. ડો. ગઢવી વોટ્સએપ ના માધ્યમ થી રોજ બાળક ના વાલીના સંપર્ક માં રહે છે અને રોજની હાજરી, દરેક બાળક ની આવડત ના ફોટો વીડિયો એ ગ્રુપ માં શેર થતા રહે જેથી આખા ગામ ને ખબર પડે કે આજે બંદૂક ની કઈ ગોળી ફૂટી... આવા નીડર અને આત્મવિશ્વાસુ બાળકો તૈયાર કરવાનું કામ ડો. ગઢવી કરે છે..

નીડરતા, નિખાલસતા અને આત્મવિશ્વાસ ની સાથે સાથે બાળક માં નૈતિકતા અને પ્રામાણિકતા આવે એ પણ જરૂરી છે.

મિત્રો એટલું ગરીબ ગામ છે જ્યાં જાવ તો રૂપિયા ની કિંમત ખબર પડે.. હમણાં 15 દિવસ પહેલા એક વિદ્યાર્થી ને 8000 રૂપિયા ગામ માંથી મલ્યા તો એણે ડો.ગઢવી ને જમા કરાવી દીધા. 

ત્યારે સાલું થાય પ્રામાણિકતા અને પૈસાદારી માં ખૂબ અંતર છે. આ ઉદાહરણ થી સમજી શકાય કે બાળક માત્ર સ્કૂલ માં જ નહીં ગામ માં જઈ ને પણ પ્રામાણિકતા જાળવી રહ્યું છે.

આવા તો અનેક ઉદાહરણો છે, ક્યારેક ડો.ગઢવી સાહેબ ની સ્કૂલ ની મુલાકાત લેજો... 

ત્યાં આવી ને કાઈ સેવા કરી શકો નહિ તો ચાલશે પણ પ્રામાણિક, આત્મવિશ્વાસુ, નીડર, નિખાલસ, સ્વચ્છ અને રમણીય વિદ્યાર્થીઓ ના દર્શન કરવા જેવા ખરા.... અને વંદન આ ડો. ગઢવી નામના શિલ્પકાર ને જેમણે આ મૂર્તિઓ તૈયાર કરી છે... વંદન આખા શિક્ષક સ્ટાફ ને જેમના સહયોગ થી ડો.ગઢવી સાહેબ નું કામ પણ સરળ રહે છે.


Author: Uttam Trasadiya 

Date: 17.12.2019 Posted on: 17.12.2021

Email: uttam@uttamtrasadiya.in