મિત્રો, અત્યારે જ્યાં પણ જાઉં છું ત્યાં એકજ ભણકારા વાગે છે, એક જ નગારા વાગે છે, એક જ મુદ્દો વાત કરવા યોગ્ય ગણાય છે અને એ છે નોટ બંધી.... નોટબંધી.....નોટબંધી.... ગરીબઘર ના લોકો માટે, ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ માટે અને સમાજ ના દરેક ઈમાનદાર લોકો ના હિત માં લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વ નો છે, પણ સતત ૪૫ માં દિવસે પણ ઘણા નામી-અનામી લોકો દ્વારા આ નિર્ણય નો હળાહળ વિરોધ કેમ કરાય છે? અમે આ વાત નું સર્વેક્ષણ કર્યું, સર્વેક્ષણ પછી એ વાત નો ૧૦૦% આનંદ થયો કે મધ્યમ અને ગરીબ વર્ગ નો દરેક ઈમાનદાર માણસ આ નિર્ણયથી ખુશ છે. અમે ૧૦૦ થી વધારે લોકો સાથે આ મુદ્દે વાતચીત કરી જેમાંથી કોઈ એન્જીનીયર હતા, કોઈ ડોક્ટર હતા,કોઈ મજુર હતા તો કોઈ સારી સંસ્થા કે કમ્પની ના માલિક હતા,જયારે કોઈ નાના મોટા વેપારી હતા પણ ૧૧૦% એ બધા ભારત ના એક ઈમાનદાર નાગરિક હતા. એમના એક વ્યક્તિના નિવેદન થી હું ખુબ ખુશ થયો જે નિવેદન હું એ...