Skip to main content

Posts

લાગણીશીલ હોવું જરૂરી કે માનવતાવાદી હોવું જરૂરી ?

લાગણી અને માનવતા આમ તો આ બંને શબ્દો એક બીજા ના પૂરક છે. માનવતા વગર ની લાગણી નકામી છે સાથે જ લાગણી વગર ની માનવતા પણ કશા કામ ની નથી. પ્રેમ નો વિષય હ્ર્દયસ્પર્શી છે. પરંતુ ક્યારેક ક્યારેક સમાજ માં જોવા મળે છે કે અતિ લાગણીશીલ માણસ ખૂબ દુઃખી જીવન જીવતો હોય છે. વ્યક્તિ ની લાગણી ને આ સમાજ ભોળપણ નું સ્વરૂપ આપે છે અને એ જ ભોળપણ વ્યક્તિને મૂર્ખ સાબિત કરે છે. ખરેખર એ વ્યક્તિ નું ભોળપણ ખૂબ નિખાલસ હોય છે. કપટી વ્યક્તિ ક્યારેય ભોળો ન હોય અને જીવન માં ભોળપણ ન હોય તો તમે તમારી લાગણી ક્યારેય વ્યક્ત ન કરી શકો, પરંતુ અતિશય ભોળપણ વિનાશ સર્જે છે. અતિ વિશ્વાસ સારો પરંતુ અંધ વિશ્વાસ ન સારો. સાથે એમ પણ કહી શકાય કે અંધ ને "વિશ્વાસ" ન હોય તો બીજું શું હોય. અંધ વિશ્વાસ માં કૌરવો હાર્યા, અંધ વિશ્વાસ માં રાવણ એ ભાઈ ખોયો, વાસ્તવિક જીવન માં અંધ વિશ્વાસ હોવો એ અતિ લાગણી નું જ સ્વરૂપ છે. એટલું પણ અંધ ન થવું કે લાગણી ના મોહ માં ને મોહ માં આપણા જ લોકો આપણી સાથે રમત રમી જાય અને આપણે એને ઓળખી ન શકીએ. એ રમત કદાચ આપણા માટે ભોળપણ હોઇ શકે પરંતુ સામે વાળી વ્યક્તિ ની સાપેક્ષ માં એ ભોળપણ સદાય આપણી મુર્ખામી જ સાબિ...

હવે માનવી માનવ થાય તો ય ઘણું !

નથી સાંભળવા કથા ને કીર્તનો હવે આ ધર્મો ઓળખાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું ન કરો ગાય ની પૂજા ને ચાકરી પણ આ કતલખાના બંધ થાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું યુનિવર્સિટીમાં પહેલો નંબર તો ન આવે પણ ભણેલું લેખે જાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! બહુ પી લીધી છે હરિરસ ની મદિરા હવે એક શ્વાસ શાંતિ થી જીવાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! નક્કી આ ભ્રષ્ટાચાર બંધ નહિ થાય પણ દીધેલા રૂપિયે કામ થાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! "નિખાલસ" મને નહિ કહું જાજુ બસ આટલું અમલ માં મુકાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! Author: Uttam Trasadiya Date: 05.04.2018 Email: uttam@uttamtrasadiya.in

રાહ જોઈ ને બેઠો છું

વિચારેલા સરસ સમય ની, રાહ જોઈ ને બેઠો છું. આત્મીયતા સભર વાતાવરણમાં, રાહ જોઈ ને બેઠો છું. નક્કી છે એ નથી મળવાનું છતાં, રાહ જોઈ ને બેઠો છું. ભૂતકાળ તારો બદલો લેવાની, રાહ જોઈ ને બેઠો છું. હાર સ્પષ્ટ છે છતાંય જીત ની, રાહ જોઇને બેઠો છું. હ્ર્દયથી થનારા ચમકારા ની, રાહ જોઇને બેઠો છું. ભાર ભરેલા મન સાથે મારા સમયની, રાહ જોઈ ને બેઠો છું. Author: Uttam Trasadiya Date: 25.01.2018 Email: uttam@uttamtrasadiya.in

હું તો મારા મન નો આસામી છું

હું તો મારા મન નો આસામી છું.... તારી લાગણીઓ સમજનાર તારા સ્વભાવનો પૂજારી છું... હ્ર્દયથી તને સ્વીકારનાર, તારા પ્રેમ નો ભિખારી છું... વલખા મારતા તારા મનના વિચારો ની જીવાદોરી છું... હું તો મારા મન નો આસામી છું... Author: Uttam Trasadiya Date: 11.10.2017 Email: uttam@uttamtrasadiya.in

ચાલ માની લીધું

ચાલ માની લીધું કે હું ના ભણ્યો એ ખોટું, પણ જેના માટે ભણવાનું બલિદાન આપ્યું એ પણ ખોટું??? ચાલ માની લીધું કે મારા જીવન માટે મેં સમય ન આપ્યો એ ખોટું, પણ જેનું જીવન બદલવા સમય આપ્યો એ પણ ખોટું??? ચાલ માની લીધું કે સંજોગે મારો સાથ ન આપ્યો એ ખોટું, પણ જેના સંજોગ મારા સમયે સુધાર્યા એ પણ ખોટું??? ચાલ માની લીધું કે તારી દરેક વાત હું સમજી શક્યો નહિ એ ખોટું, પણ મારી દરેક વાત ને સમાજ સ્વીકારે એ પણ ખોટું??? Author: Uttam Trasadiya Date: 21.07.2017 Email: uttam@uttamtrasadiya.in

હે મન! તું ક્યારથી ?

હે મન! તું ક્યારથી મગજને સલામ આપતું થઇ ગયું! નહોતા વિચાર્યા એવા નિર્ણયો આપતું થઇ ગયું! હે મન! તું ક્યારથી અપમાન કરતુ થઇ ગયું! જે હતા પોતાના એને પારકા ગણતું થઇ ગયું! હે મન! તું ક્યારથી દલીલ કરતુ થઇ ગયું! જેનાથી ડરતું હતું એને પડકાર આપતું થઇ ગયું! હે મન! તું ક્યારથી નાસ્તિક થઇ ગયું! તારાજ દુશ્મનો ને તું ભગવાન માનતું થઇ ગયું! હે મન! શા માટે તારે એવા નિર્ણયો લેવા પડ્યા! જેનાથી તને તારા જ ધિક્કારતા થઇ ગયા! Author: Uttam Trasadiya Date: 28.12.2016 Email: uttam@uttamtrasadiya.in

નોટ બંધી નો વિરોધ કેટલા અંશે યોગ્ય?

મિત્રો,             અત્યારે જ્યાં પણ જાઉં છું ત્યાં એકજ ભણકારા વાગે છે, એક જ નગારા વાગે છે, એક જ મુદ્દો વાત કરવા યોગ્ય ગણાય છે અને એ છે નોટ બંધી.... નોટબંધી.....નોટબંધી....                      ગરીબઘર ના લોકો માટે, ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ માટે અને સમાજ ના દરેક ઈમાનદાર લોકો ના હિત માં લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વ નો છે, પણ સતત ૪૫ માં દિવસે પણ ઘણા નામી-અનામી લોકો દ્વારા આ નિર્ણય નો હળાહળ વિરોધ કેમ કરાય છે?                        અમે આ વાત નું સર્વેક્ષણ કર્યું, સર્વેક્ષણ પછી એ વાત નો ૧૦૦% આનંદ થયો કે મધ્યમ અને ગરીબ વર્ગ નો દરેક ઈમાનદાર માણસ આ નિર્ણયથી ખુશ છે. અમે ૧૦૦ થી વધારે લોકો સાથે આ મુદ્દે વાતચીત કરી જેમાંથી કોઈ એન્જીનીયર હતા, કોઈ ડોક્ટર હતા,કોઈ મજુર હતા તો કોઈ સારી સંસ્થા કે કમ્પની ના માલિક હતા,જયારે કોઈ નાના મોટા વેપારી હતા પણ ૧૧૦% એ બધા ભારત ના એક ઈમાનદાર નાગરિક હતા. એમના એક વ્યક્તિના નિવેદન થી હું ખુબ ખુશ થયો જે નિવેદન હું એ...