Skip to main content

Posts

રિવ્યુ: ધ કશ્મીર ફાઇલ્સ

  “TheKashmirFiles” જોયા પછી જેટલી વખત એ દ્રશ્યો નજર સમક્ષ આવે એટલી વખત નિઃશબ્દ અને સ્તબ્ધ થઇ જવાય.  બોર્ડર ઉપર તમે નક્કી કરી શકો કે તમારા દુશમન કેટલા છે અને કોણ કોણ છે કારણકે જેટલા દુશમન હોય એટલા તમારી સામે જ ઉભા હોય પરંતુ સમાજમાં તમારે દુશમન શોધવામાં ખુબ મુશ્કેલી પડે કારણકે પહેલો સગો બનેલો પાડોશી પણ તમારી વિરૂદ્ધ ગદ્દારોનો સાથીદાર ક્યારે બને તે નક્કી ન થઇ શકે. હમ ઔર તુમ ભાઈ - ભાઈ કહીને ગદ્દારોના સાથીદાર બનતા પાડોશીનું કડવું સત્ય એટલે "ધ કાશ્મીર ફાઇલ્સ" પત્રકારત્વને સમાજનો નિષ્પક્ષ આધાર માનવામાં આવે છે. જયારે નીડરતા જતી રહે છે ત્યારે નિષ્પક્ષતા બચાવી શકાતી નથી. કહેવતમાં બોલવું ખુબ સારું લાગે કે "અડગ મન ના માનવી ને હિમાલય નડતો નથી" અને આવું બોલતા હોય ને અચાનક કુતરું પાછળ પડે પછી દીવાલ કુદવાની વીરતા બતાવનારા ય ઘણા જોવા મળે. એવા જ ડરેલા પત્રકારત્વનો સચોટ અને ધારદાર સાક્ષીરૂપ પુરાવો એટલે "ધ કાશ્મીર ફાઇલ્સ" અંગ્રેજો વર્ષો પહેલા એવું માનતા હતા કે કોઈ દેશની વિરાસત, સઁસ્કૃતિ અને ઇતિહાસ નું પતન કરવું હોય તો ત્યાંના મૂલ્ય શિક્ષણ અને અભ્યાસને કાં તો બદલી નાખો અને કા...

"ઓશો મારી દ્રષ્ટિએ"

ઘટના વિસ્તરણના કવિત્વથી વિચારોના વાવેતર સુધીની ખેતી એટલે ઓશો...  મૌનની મસ્તીમાં ઘણું કહી જતું પ્રવચન એટલે ઓશો...  સાંભળનાર સામે નહીં પરંતુ સમજનાર સામે અપાયેલું ભાષણ એટલે ઓશો...  દેખાવે ધીર - ગંભીર પણ વિચારો થી રંગબેરંગીન આભા એટલે ઓશો...  ધ્યાન અને પ્રેમની વાસ્તવિક પ્રતિભા એટલે ઓશો...  ગુરુભાવ અને સ્વામિભાવ થી પર સ્વીકારભાવ અને સમજણભાવ એટલે ઓશો... શિષ્યોમાં મૂલ્યોનું સિંચન એટલે ઓશો... વિચાર, વાણી અને વર્તનની એકરૂપતા એટલે ઓશો... આ લોકની અર્થપૂર્ણ સફર એટલે ઓશો...  કોઈ વ્યક્તિ નહીં પણ મહામૂલું વ્યક્તિત્વ એટલે ઓશો...  ઓશો ને વૈચારિક ક્રાંતિ તરીકે જોઈએ, સમજીએ અને અનુભવીએ તો માલુમ પડે કે મન કર્મ અને વચન ઉપર લગામ ધરાવતો કોઈ પણ માણસ પોતાના જીવનને સાર્થક કરવા માટે સમર્થ છે... - Uttam Trasadiya (19.01.2022) 

વ્યક્તિ વિશેષ : ડો. નિર્મળદાન ગઢવી

  આદર્શ શિક્ષક, આદર્શ માર્ગદર્શક અને આદર્શ વ્યક્તિત્વ ડો. નિર્મલદાન ગઢવી વર્ષ 2014 માં મોરડ ગામ ને એક એવા વ્યક્તિત્વ ની ભેટ મળી જેના લીધે આજે આપ ત્યાં જઈને જોઈ શકો કે ગામ નો નકશો જ કંઈક અલગ છે.  ગુજરાત ના સાહિત્ય જગત ના ગૌરવ સમાં વ્યક્તિ ડો. નિર્મલદાન મોરડ પ્રાથમિક શાળા ના આચાર્ય તરીકે નિમાયા અને 2014 માં મોરડ માં આવ્યા.  વર્ષ 2014 નો ઉલ્લેખ ખાસ એટલા માટે કરું છું કારણકે ગામ માં જે કાંઈ પરિવર્તન આવ્યું છે એ માત્ર ને માત્ર 2014 પછી આવ્યું છે જેનું સાક્ષી આખું ગામ છે...આજે પણ... ગામ માં અસામાજીક તત્વો નો ખુબ ત્રાસ હતો, એ તત્વોની કુટેવો ના લીધે આખું ગામ પીડાતું હતું. વર્ષ 2014 માં ડો. ગઢવીના આચાર્ય બન્યા પછી આજે એ તત્વો વાલિયા લૂંટારા માંથી વાલ્મિકી બન્યા હોય એટલું જોરદાર પરિવર્તન દેખાય છે. મોરડ ગામ આણંદ જિલ્લાના ખૂબ અંતરિયાળ વિસ્તાર તરીકે ઓળખાય અને ત્યાં રાત્રે જતા પણ બીક લાગે આજે એ ગામ ડો.ગઢવી નું ગામ એમ ઓળખાય છે.  વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા વર્ગખંડ નહિ , પૂરતી વ્યવસ્થા નહિ આજે જઈ ને જોશો તો ખબર પડશે ડો.ગઢવીના અથાગ પ્રયત્ન સ્વરૂપે ગામ ને 85 લાખ રૂપિયા ની સરકારી ગ્...

વંદન - સરદાર વલ્લભભાઈ પટેલ 💐🚩🙏🏻

  વંદન એ વિભૂતિને જેણે, રાજ - રત્નો એક કર્યા...  એ રાજ - રત્નો સાથે મળી, રાષ્ટ્ર રૂપે અવતર્યા... રાષ્ટ્ર ના અવતરણ થકી જેણે, અખંડતા નો સંદેશ દીધો... કેમ ભૂલીએ ઉપકાર એનો જેણે, રાષ્ટ્ર માટે ભેખ લીધો... અંતિમ શ્વાસ સુધી જેણે, સાદગી છોડી નહીં... માનવ કલ્યાણ માટે જેણે, કર્મ ને ધર્મ કીધો...  વંદન - સરદાર 💐🚩🙏🏻 Author: Uttam Trasadiya Date: 15.12.2021 Email: uttam@uttamtrasadiya.in

તારા જન્મદિવસે એક કાગળ લખું

તારા જન્મદિવસે એક કાગળ લખું, કાગળ માં ક્ષણોની સાંકળ લખું... ક્યાંક સ્નેહભર્યું સ્મિત લખું, ક્યાંક તારા સ્વભાવનું મિત લખું...  યાદ કરી સાથે વિતાવેલી પળ લખું, તારી દોસ્તી થી મળેલું પીઠબળ લખું...  આપણી મિત્રતાની એ શ્રેષ્ઠ કક્ષા લખું, કક્ષા કેળવવા અપાતી કઠોર પરીક્ષા લખું... તારી તંદુરસ્તી માટે મજાની પ્રાર્થના લખું, તારી મસ્તી માટે મજાની શુભેચ્છા લખું... તારા જન્મદિવસે એક કાગળ લખું, કાગળમાં ક્ષણોની સાંકળ લખું... જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ વ્હાલા રામ ❤️ Author: Uttam Trasadiya Date: 01.12.2021 Email: uttam@uttamtrasadiya.in

સાંભરે

તપ (સંઘર્ષ) સાંભરે, તપસ્વી (દાદા) સાંભરે... બોરડીના મીઠા બોર સાંભરે, વ્હાલા અમારા માલ - ઢોર સાંભરે... વરસાદી માહોલ સાંભરે, ધોળા - "રૂ" નો મોલ સાંભરે... જેનાથી બીતા ઈ બાવો સાંભરે, મીઠા પાણીનો કૂવો સાંભરે... ઝાડીએ અથડાતા પવનના વાણા સાંભરે, રોંઢાના ઈ ટાણા સાંભરે... દાદા, તમારી ખેતીનું શાણપણ સાંભરે, અહીં આવુંને મુને, મારી મસ્તીનું બાળપણ સાંભરે... (વર્ષો પછી નવા વર્ષના પાવન દિવસે અમારી નાની વાડીએ... મનના ભાવો...બાળપણ તાજું થાય... દાદા સાંભરે...) Author: Uttam Trasadiya Date: 05.11.2021 Email: uttam@uttamtrasadiya.in

વ્યક્તિ વિશેષ: શ્રી ઘનશ્યામ રમેશભાઈ સુદાણી

  "સફળતા મળતી નથી, મેળવવી પડે છે" આ શબ્દો છે ગુજરાતના છેવાડાના ગામથી ઉગી રહેલા એક "દોડવીર સાવજના" ઘનશ્યામ રમેશભાઈ સુદાણી ! 25 વર્ષના આ યુવાને એવી સિદ્ધિઓ મેળવી છે જે સામન્યતઃ અસાધારણ છે. સ્કૂલમાં નાનપણથી દોડની સ્પર્ધામાં ભાગ લેતા લેતા પોતાની કારકિર્દી રમતગમત ક્ષેત્રે જ બનાવવી છે એવું નક્કી કરીને નીકળેલો આ યુવાન સોમનાથથી મહાદેવના દર્શન કરીને નીકળે છે અને 1800 કિલોમીટરનું અંતર કાપી રાઘવેન્દ્ર સરકારને અયોધ્યામાં જઈ ને ધજા ચડાવે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધવામાં આવે છે કે માત્ર 21 દિવસમાં 1800 કિલોમીટર દોડી જવું એ અસાધારણ સિદ્ધિ છે. અમદાવાદના રાજપથ ક્લ્બમાં નોન - સ્ટોપ 72 કલાક સુધી દોડવાનો રેકોર્ડ ધરાવતા આ વિરલાની એક જ ધૂન છે દેશને રમત ગમત ક્ષેત્રે ગોલ્ડ મેડલ અપાવવો છે. ફરી એ જ જોમ એ જ જુસ્સા સાથે 2024ના પેરિસ ઓલમ્પિકની તૈયારી કરવા 14.10.2021 થી આફ્રિકા અને રશિયા એમ વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે પરમ સખા ઘનશ્યામ સુદાણી ! પરિણામ એ સમયના હાથની વાત છે પરંતુ પ્રયત્નો ને સો સો સલામ દોસ્ત ! અભિનંદન દોસ્ત, આપ કલરવ પરિવારના સદસ્ય છો એ વાતનું વિશેષ ગૌરવ છે વ્હાલા. કલરવ...