Skip to main content

Posts

“કાળગોજારો અકસ્માત – એક ચેતવણી”

  “કાળગોજારો અકસ્માત – એક ચેતવણી” બે-ત્રણ દિવસ પૂર્વે અમદાવાદના એસ.જી. હાઈવે ઉપર થયેલા કાળગોજારા અકસ્માતે તમામ ગુજરાતીઓની ઊંઘ હરામ કરી દીધી. “ધરમ કરતા ધાડ” પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું – અમદાવાદમાં. ગાડી અને ટ્રક વચ્ચે રાત્રે ૧૨.૦૦ વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં અચાનક જ મદદ માટે મસ મોટું ટોળું રોડ ઉપર પહોચે છે, જેમને ખબર નહોતીકે મદદ કરવા આવેલા આપણે રહેવાના નથી અને પરિવાર નિરાધાર થઇ જશે. મદદે પહોચેલાઓ પૈકી અમુક તો માત્ર અકસ્માત જોવા જ આવ્યા હોય તેમ પણ બને. તે બધા ઉપર અચાનક જ “મોટા ઘરની ખોટી ઓલાદ” એ ૧૪૦ કિમી પ્રતિ કલાક ની ઝડપે ગાડી ચડાવી દીધી અને કુલ નવ યુવાનો જે ખરેખર આશાસ્પદ નવયુવાનો હતા તેમના અકાળે અવસાન થયા. નવ – નવ લાશોથી ચીખ પોકારતો એ રોડ કેટલો બિહામણો બન્યો હશે , લોહીથી ખરડાયેલો પુલ કેટલો ભયાવહ બન્યો હશે , આ બધું નજરે જોયા પછી જે ત્યાં હાજર હશે તેમની અત્યારે મનોદશા કેટલી ગંભીર હશે તેની કલ્પના માત્ર ધ્રુજારી છોડાવી દે છે. કાયદાએ કાયદાનું કામ શરુ કર્યું , સરકારે સહાય ની જાહેરાતો કરી , ગૃહપ્રધાન સાહેબ ન્યાય અપાવવા બાબતે અતિ આક્રમક અને કડક થયા , સર્વે સમાજના લોક...

"આદિપુરુષ" સમાજ સામે ઉગામેલું વૈચારિક હથિયાર

"આદિપુરુષ"   સમાજ સામે ઉગામેલું વૈચારિક હથિયાર   આજના સમયમાં સમાજની પડતી નું કારણ વૈચારિક નબળાઈ છે. જેમ ચાલવા – દોડવા – કાર્યવંત રહેવા માટે શારીરિક ક્ષમતાની જરૂર પડે છે તેમ જીવનપદ્ધતિમાં પવિત્રતા અને હકારાત્મકતા જાળવી રાખવા માટે વૈચારિક ક્ષમતા અતિ અનિવાર્ય બની રહે છે. જે જીવનપદ્ધતિ માત્ર દેખાવ પુરતી કાર્યરત હોય અથવા તો તેના અનુસરણ કે અનુકરણ થી કાઈ ઉપજતું ન હોય તે નિષ્ક્રિયતા કરતા પણ વધારે નુકશાનકારક સાબિત થાય છે. “પવનના વેગ કરતા પવનનો આવેગ” હમેશા વધુ વિનાશ નોતરે છે , આ જ બાબત જીવનપદ્ધતિને લાગુ પડે છે. જીવનપદ્ધતિની વૈચારિક મજબૂતાઈ ખતમ થઇ છે તે સત્ય છે ? જો “હા” તો તેની પાછળ કોણ નિમિત બન્યું ??? ભારતીય પરંપરા અને વારસાને મૂળ સ્વરૂપથી અલગ બતાવવાની હિમત કોણે કરી ? ?? વૈચારિક મજબૂતાઈ કેવી રીતે પેદા કરવી ??? તેનો મૂળભૂત આધાર શું ??? જીવનપદ્ધતિ ને ક્યારે સક્ષમ, હકારાત્મક અને પવિત્ર છે તેમ કહી શકાય??? આવા અનેક પ્રશ્નો ના જવાબ શેના ઉપર આધારિત છે ??? તે મૂળ વિષય છે. અંગ્રેજો એવું માનતા હતા કે કોઈ પણ સમાજ ને ખત્મ કરી નાખવો હોય તો તેમની શિક્ષણ પદ્ધતિ અને ઈતિહાસ મુલ્યો ને ગમે ...

એનું નામ બાપ...

શીતળતા આપી છોકરા ને પોતે તપે તાપ, એનું નામ બાપ... જગતની કોઈ મીટર પટ્ટી જેનું કાઢી શકે નહિ માપ, એનું નામ બાપ... જેના ચરણે પડો ને ભોળિયો માફ કરી દે પાપ, એનું નામ બાપ... જેના સહારે ચાલવાથી ક્યારેય મળે નહિ થાપ, એનું નામ બાપ... સુખી થવાની ચાવી મળી જાય આપો આપ, એનું નામ બાપ... ✍🏻 Uttam Trasadiya  (19.06.2022)

રિવ્યુ: ધ કશ્મીર ફાઇલ્સ

  “TheKashmirFiles” જોયા પછી જેટલી વખત એ દ્રશ્યો નજર સમક્ષ આવે એટલી વખત નિઃશબ્દ અને સ્તબ્ધ થઇ જવાય.  બોર્ડર ઉપર તમે નક્કી કરી શકો કે તમારા દુશમન કેટલા છે અને કોણ કોણ છે કારણકે જેટલા દુશમન હોય એટલા તમારી સામે જ ઉભા હોય પરંતુ સમાજમાં તમારે દુશમન શોધવામાં ખુબ મુશ્કેલી પડે કારણકે પહેલો સગો બનેલો પાડોશી પણ તમારી વિરૂદ્ધ ગદ્દારોનો સાથીદાર ક્યારે બને તે નક્કી ન થઇ શકે. હમ ઔર તુમ ભાઈ - ભાઈ કહીને ગદ્દારોના સાથીદાર બનતા પાડોશીનું કડવું સત્ય એટલે "ધ કાશ્મીર ફાઇલ્સ" પત્રકારત્વને સમાજનો નિષ્પક્ષ આધાર માનવામાં આવે છે. જયારે નીડરતા જતી રહે છે ત્યારે નિષ્પક્ષતા બચાવી શકાતી નથી. કહેવતમાં બોલવું ખુબ સારું લાગે કે "અડગ મન ના માનવી ને હિમાલય નડતો નથી" અને આવું બોલતા હોય ને અચાનક કુતરું પાછળ પડે પછી દીવાલ કુદવાની વીરતા બતાવનારા ય ઘણા જોવા મળે. એવા જ ડરેલા પત્રકારત્વનો સચોટ અને ધારદાર સાક્ષીરૂપ પુરાવો એટલે "ધ કાશ્મીર ફાઇલ્સ" અંગ્રેજો વર્ષો પહેલા એવું માનતા હતા કે કોઈ દેશની વિરાસત, સઁસ્કૃતિ અને ઇતિહાસ નું પતન કરવું હોય તો ત્યાંના મૂલ્ય શિક્ષણ અને અભ્યાસને કાં તો બદલી નાખો અને કા...

"ઓશો મારી દ્રષ્ટિએ"

ઘટના વિસ્તરણના કવિત્વથી વિચારોના વાવેતર સુધીની ખેતી એટલે ઓશો...  મૌનની મસ્તીમાં ઘણું કહી જતું પ્રવચન એટલે ઓશો...  સાંભળનાર સામે નહીં પરંતુ સમજનાર સામે અપાયેલું ભાષણ એટલે ઓશો...  દેખાવે ધીર - ગંભીર પણ વિચારો થી રંગબેરંગીન આભા એટલે ઓશો...  ધ્યાન અને પ્રેમની વાસ્તવિક પ્રતિભા એટલે ઓશો...  ગુરુભાવ અને સ્વામિભાવ થી પર સ્વીકારભાવ અને સમજણભાવ એટલે ઓશો... શિષ્યોમાં મૂલ્યોનું સિંચન એટલે ઓશો... વિચાર, વાણી અને વર્તનની એકરૂપતા એટલે ઓશો... આ લોકની અર્થપૂર્ણ સફર એટલે ઓશો...  કોઈ વ્યક્તિ નહીં પણ મહામૂલું વ્યક્તિત્વ એટલે ઓશો...  ઓશો ને વૈચારિક ક્રાંતિ તરીકે જોઈએ, સમજીએ અને અનુભવીએ તો માલુમ પડે કે મન કર્મ અને વચન ઉપર લગામ ધરાવતો કોઈ પણ માણસ પોતાના જીવનને સાર્થક કરવા માટે સમર્થ છે... - Uttam Trasadiya (19.01.2022) 

વ્યક્તિ વિશેષ : ડો. નિર્મળદાન ગઢવી

  આદર્શ શિક્ષક, આદર્શ માર્ગદર્શક અને આદર્શ વ્યક્તિત્વ ડો. નિર્મલદાન ગઢવી વર્ષ 2014 માં મોરડ ગામ ને એક એવા વ્યક્તિત્વ ની ભેટ મળી જેના લીધે આજે આપ ત્યાં જઈને જોઈ શકો કે ગામ નો નકશો જ કંઈક અલગ છે.  ગુજરાત ના સાહિત્ય જગત ના ગૌરવ સમાં વ્યક્તિ ડો. નિર્મલદાન મોરડ પ્રાથમિક શાળા ના આચાર્ય તરીકે નિમાયા અને 2014 માં મોરડ માં આવ્યા.  વર્ષ 2014 નો ઉલ્લેખ ખાસ એટલા માટે કરું છું કારણકે ગામ માં જે કાંઈ પરિવર્તન આવ્યું છે એ માત્ર ને માત્ર 2014 પછી આવ્યું છે જેનું સાક્ષી આખું ગામ છે...આજે પણ... ગામ માં અસામાજીક તત્વો નો ખુબ ત્રાસ હતો, એ તત્વોની કુટેવો ના લીધે આખું ગામ પીડાતું હતું. વર્ષ 2014 માં ડો. ગઢવીના આચાર્ય બન્યા પછી આજે એ તત્વો વાલિયા લૂંટારા માંથી વાલ્મિકી બન્યા હોય એટલું જોરદાર પરિવર્તન દેખાય છે. મોરડ ગામ આણંદ જિલ્લાના ખૂબ અંતરિયાળ વિસ્તાર તરીકે ઓળખાય અને ત્યાં રાત્રે જતા પણ બીક લાગે આજે એ ગામ ડો.ગઢવી નું ગામ એમ ઓળખાય છે.  વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા વર્ગખંડ નહિ , પૂરતી વ્યવસ્થા નહિ આજે જઈ ને જોશો તો ખબર પડશે ડો.ગઢવીના અથાગ પ્રયત્ન સ્વરૂપે ગામ ને 85 લાખ રૂપિયા ની સરકારી ગ્...

વંદન - સરદાર વલ્લભભાઈ પટેલ 💐🚩🙏🏻

  વંદન એ વિભૂતિને જેણે, રાજ - રત્નો એક કર્યા...  એ રાજ - રત્નો સાથે મળી, રાષ્ટ્ર રૂપે અવતર્યા... રાષ્ટ્ર ના અવતરણ થકી જેણે, અખંડતા નો સંદેશ દીધો... કેમ ભૂલીએ ઉપકાર એનો જેણે, રાષ્ટ્ર માટે ભેખ લીધો... અંતિમ શ્વાસ સુધી જેણે, સાદગી છોડી નહીં... માનવ કલ્યાણ માટે જેણે, કર્મ ને ધર્મ કીધો...  વંદન - સરદાર 💐🚩🙏🏻 Author: Uttam Trasadiya Date: 15.12.2021 Email: uttam@uttamtrasadiya.in