Wednesday, 28 December 2016

હે મન! તું ક્યારથી ?

હે મન!
તું ક્યારથી મગજને સલામ આપતું થઇ ગયું!
નહોતા વિચાર્યા એવા નિર્ણયો આપતું થઇ ગયું!

હે મન!
તું ક્યારથી અપમાન કરતુ થઇ ગયું!
જે હતા પોતાના એને પારકા ગણતું થઇ ગયું!

હે મન!
તું ક્યારથી દલીલ કરતુ થઇ ગયું!
જેનાથી ડરતું હતું એને પડકાર આપતું થઇ ગયું!

હે મન!
તું ક્યારથી નાસ્તિક થઇ ગયું!
તારાજ દુશ્મનો ને તું ભગવાન માનતું થઇ ગયું!

હે મન!
શા માટે તારે એવા નિર્ણયો લેવા પડ્યા!

જેનાથી તને તારા જ ધિક્કારતા થઇ ગયા!

Author:

Uttam Trasadiya

Date: 28.12.2016

Email: uttam@uttamtrasadiya.in

Thursday, 22 December 2016

નોટ બંધી નો વિરોધ કેટલા અંશે યોગ્ય?

મિત્રો,
            અત્યારે જ્યાં પણ જાઉં છું ત્યાં એકજ ભણકારા વાગે છે, એક જ નગારા વાગે છે, એક જ મુદ્દો વાત કરવા યોગ્ય ગણાય છે અને એ છે નોટ બંધી.... નોટબંધી.....નોટબંધી....
        
            ગરીબઘર ના લોકો માટે, ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ માટે અને સમાજ ના દરેક ઈમાનદાર લોકો ના હિત માં લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વ નો છે, પણ સતત ૪૫ માં દિવસે પણ ઘણા નામી-અનામી લોકો દ્વારા આ નિર્ણય નો હળાહળ વિરોધ કેમ કરાય છે?
          
            અમે આ વાત નું સર્વેક્ષણ કર્યું, સર્વેક્ષણ પછી એ વાત નો ૧૦૦% આનંદ થયો કે મધ્યમ અને ગરીબ વર્ગ નો દરેક ઈમાનદાર માણસ આ નિર્ણયથી ખુશ છે. અમે ૧૦૦ થી વધારે લોકો સાથે આ મુદ્દે વાતચીત કરી જેમાંથી કોઈ એન્જીનીયર હતા, કોઈ ડોક્ટર હતા,કોઈ મજુર હતા તો કોઈ સારી સંસ્થા કે કમ્પની ના માલિક હતા,જયારે કોઈ નાના મોટા વેપારી હતા પણ ૧૧૦% એ બધા ભારત ના એક ઈમાનદાર નાગરિક હતા. એમના એક વ્યક્તિના નિવેદન થી હું ખુબ ખુશ થયો જે નિવેદન હું એ વ્યક્તિ ના શબ્દો માં નીચે રજુ કરું છુ.
           
            એમને જયારે પૂછવામાં આવ્યુકે નોટબંધી અંગે તમારો શો અભિપ્રાય છે, ત્યારે એમણે જણાવ્યું કે," સાહેબ હું એક સંસ્થાના ચોકીદાર તરીકે નોકરી કરું છું. આ નિર્ણય થી હું ખુબ ખુશ છું કારણકે અમારી સંસ્થા આમારો પગાર ક્યારેય સમયસર આપતી નહોતી જે આ નિર્ણય આવતા ૩-૩ મહિના એડવાન્સ પેમેન્ટ અને પગાર આપતી થઇ ગઈ.એ વાત નો આનંદ થયો કે જે લોકો નાની નોટ ને પૂજતા નહોતા, નાના લોકો ને માં આપતા નહોતા એ સામેથી અત્યારે આવી ને પગે લાગી ને વિનંતી કરે છે કે અમારા પૈસા સાચવશો? પણ જયારે ગુજરાત નો સિહ દેશ બચાવવા માટે ગર્જના કરતો હોય ત્યારે એક ભારતીય નાગરિક તરીકે અમારી એટલી ફરજ છે કે અમારે એ ગર્જના નો પડઘો બનવું પડે જ....આ ખુબ જ સારો નિર્ણય છે જેનાથી અત્યાર ના યુવાન ને ફાયદો થવાનો જ છે, સરકાર આવા નિર્ણયો લેતી રહે એ માટે હું અપેક્ષા રાખું છું."

             તો હવે પ્રશ્ન એ છે કે આ નોટબંધી નો વિરોધ કોણ કરી રહ્યું છે? હું?, તમે?, આ દેશ નો ઈમાનદાર નાગરિક?, તો એનો જવાબ છે  "ના". આ વાત નો વિરોધ થઇ રહ્યો છે ઘણી બધી રાજકીય પાર્ટીઓદ્વારા, ઘણા પૈસાદાર વર્ગ દ્વારા જેઓ ને પૈસા બદલવાની તક નથી મળી, ઘણી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા જે સમાજસેવા ના નામે કરોડો રૂપિયા ની સંપતિ બનાવામાં લાગેલી છે, જે ભગવાન ને નહિ પણ પૈસા ને પ્રાધાન્ય આપે છે. તો હું ભારત ના દરેક ઈમાનદાર નાગરિક ને પૂછવા માંગું છું કે "નોટબંધી નો વિરોધ કેટલા અંશે યોગ્ય છે?"

               શું નોટબાંધી થી કોઈ એ જીવવાનું છોડી દીધું?, શું નોટબંધી થી કોઈ ભૂખ્યું સુઈ ગયું?, શું નોટબંધી થી કોઈ નું ભણવાનું છૂટી ગયું?, શું નોટબંધીથી કોઈ દવા વિહોણું રહ્યું?, શું નોટબંધી થી કોઈ ના લગ્ન કે સંસાર અટક્યા?, શું નોટબંધીથી કોઈ ઘરવિહોણું બન્યું? અને કદાચ આવું થયું તો મેં કે તમે શું કર્યું?, આ નોટબંધી વિરુદ્ધ બંગણા ફૂકવા સિવાય કોઈ ની મદદ કરવાનું વિચાર્યું? જો કશું જ કર્યું નથી તો વિરોધ કરવાનો આધિકાર કોણે આપ્યો તમને? આ દેશ નો ઈમાનદાર નાગરિક તમારી પાસે જવાબ માંગે છે....

Author:

Uttam Trasadiya

Date: 22.12.2016

Email: uttam@uttamtrasadiya.in

Friday, 14 October 2016

હું અજાણ છું

તે ઘણો ભોગ આપ્યો પણ
આપ્યો શા માટે એ વાત થી હું અજાણ છું...

ઘણું કમાયો દુનિયા માંથી પણ
દુનિયા ના પ્રેમ થી હું અજાણ છું...

ભણવું જોઈએ એ હ્ક્કત છે પણ
સાથે ગણવું જોઈએ એ વાત થી હું અજાણ છું...

લોકો કહે છે આ કલિયુગ છે પણ
કલિયુગ નીં દરેક પરિસ્થિતિ થી હું અજાણ છું....

ઘણા મળવા આવે છે વારે વારે પણ
શા માટે આવે છે એના કારણ થી હું અજાણ છું...

જનમ્યા છીએ તો મરવાનું એ નક્કી છે પણ
મર્યા પછી શું કરવાનું છે એ વાત થી હું અજાણ છું...

Author:

Uttam Trasadiya

Date: 14.10.2016

Email: uttam@uttamtrasadiya.in

Thursday, 13 October 2016

કેટલી વખત?

વ્યક્તિ જન્મે છે એકલો દરેક વખત...
પણ એકલા જીવે કેટલી વખત???

બાળક એકલું રમે છે દરેક વખત...
પણ જાતે શીખે કેટલી વખત???

વિદ્યાર્થી જવાબ આપે છે દરેક વખત...
પણ પ્રશ્નો પૂછે છે કેટલી વખત???

શિક્ષક શીખવે છે દરેક વખત...
પણ પોતે શીખે છે કેટલી વખત???

દીકરો ભૂલ કરે છે દરેક વખત...
બાપ માફ કરે કેટલી વખત???

ધંધે નફો કર્યો છે વખતોવખત...
પણ માનવતા તરફ જોયું કેટલી વખત???

સમાજ વિશ્વાસ રાખે છે દરેક વખત...
પણ આપણે નિભાવીએ છીએ કેટલી વખત???

જન્મે એ મરે છે દરેક વખત...
પણ લોકો સંભારે છે કેટલી વખત???

Author:

Uttam Trasadiya

Date: 13.10.2016

Email: uttam@uttamtrasadiya.in

Tuesday, 11 October 2016

ઉપાધિ

ભગવાનને  મનુષ્ય જાત પર જાણે કેટલી ખીજ ચડી હશે, અને આ "ઉપાધિ" નું સર્જન કર્યું.આમ તો "ઉપાધિ" એટલે ભગવાન ને સંભારવા માટે નું ઉત્તમ સાધન. લોકો જાણે આજે ભગવાનને ભૂલીજ ગયા છે એટલે ભગવાને પણ મજબુરી થી કઇક સર્જન કરવાનું વિચાર્યું અને "ઉપાધિ" નું સર્જન કર્યું. જયારે મનુષ્ય ને સુખ જ સુખ મળે છે ત્યારે તે ભગવાન સિવાયની બધીજ વસ્તુ ને પ્રેમ કરવા માંડે છે, એ ભૂલી જાય છે કે જેને મને આ પ્રેમ કરવાને કાબિલ બનાવ્યો એતો ઈશ્વર છે, એના વગર બધું જ નકામું છે. પણ કોણ સમજાવે એણે જે ક્ષણિક પ્રેમ માટે પ્રેમદાતા ને ભૂલી ગયો છે.

"ઉપાધિ"
એક એવી પરિસ્થિતિ જેનો કોઈ ઈલાજ નથી.(અલબત ઈલાજ તો હોય છે પણ દેખાતો નથી.)
એક એવી ઘટના જે ક્ષણિક સુખ ને દુ:ખ માં ફેરવી દે છે.
એક એવો કાળ જેમાં મનુષ્ય ને જાણવા મળે છે કે એના સાચા શુભેચ્છકો કોણ છે.
એક એવો વિકલ્પ જેનો કોઈ વિકલ્પ નથી હોતો.
એક એવો રોગ જે દુનિયા ના કી ડોક્ટર મટાવી શકતા નથી.
એક એવો સમય જેમાં મનુષ્ય ને ખબર પડે છે કે જેને એ પ્રેમ કરતો હતો એ આજે પોતાના પડખે છે કે નહિ.
 "ઉપાધિ" ના સમય માં મનુષ્ય પોતાનું આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક રૂપ ખુબ જ સારી રીતે જાણતો થઇ જાય છે અને સંકલ્પ પણ કરી લે છે કે આજ પછી એવી કોઈ પરિસ્થિતિ સાથે રહેવું નહિ જે ખરેખર આપણા જીવન માં "ઉપાધિ" સર્જી દે. 

"ઉપાધિ" માટે એક ગઝલ લખવાની ઈચ્છા થઇ જે આપણી સમક્ષ મુકું છું.....
મળ્યું એ ' ​_માણવા​_ 'ની પણ મઝા છે,
ના મળ્યું એ ' ​_ચાહવા​_ 'ની પણ મઝા છે !!
એક માં એક ઉમેરો તો બે થાય'-એવુ ​_શિक्षક​_ શિખવાડી ગયા...........પણ,
'બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ'
-એવુ ​_જીંદગી​_ શિખવાડી ગઈ !
કળિયુગની આ દુનિયાદારી છે,, રમત રમતાં માણસ ​_ગમી​_ જાય ને..ગમતાં માણસ જ ​_રમત​_ રમી જાય !
ઘણા લોકો માટે હુ ​"સારો"​ નથી હોતો...પણ,તમે જ કહો-ક્યો એવો દરિયો છે,જે ​"ખારો"​ નથી હોતો..?

મારા મતે "ઉપાધિ" સામે ચાલી ને આવતી હોતી નથી એને લાવવામાં આવે છે. માણસ પોતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ, માંગણીઓ, લાગણીઓ અને વિચારો ને હદ થી વધારે પડતી કક્ષાએ લઇ જાય છે અને જયારે એ પૂરું થતું નથી ત્યારે જે સામે ચાલી ને આવે છે એનું નામ જ "ઉપાધિ". આવા સમયે ભગવાન સિવાય કોઈ આપણા પક્ષે ઉભું રહેતું હોતું નથી આ સંસાર નો નિયમ છે. માત્ર ને માત્ર નિયમિત ભગવાન ને સંભારવા, પ્રાર્થના કરવી કે તમે જે આપ્યું છે એમાં હું સુખી છું અને સુખી રહેવા માંગું છું. તમારે જે આપવું છે એ પણ મારી મહેનત નું ફળ જ હશે. હું તમને ખુબ જ પ્રેમ કરું છું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ગમે તેવી પરિસ્થિતિ માં દુનિયા મારો સાથ છોડશે પણ તમે મારા જ પક્ષે રહેવાના છો એ એક સત્ય છે. આટલું કરવાથી કોઈ ના જીવન માં "ઉપાધિ" આવી હોય એવું મેં મારા જીવન માં જોયું નથી.

Author:

Uttam Trasadiya

Date: 11.10.2016

Email: uttam@uttamtrasadiya.in

Friday, 10 June 2016

આજ ના જમાના ની કરુણા



આજે લોકો પાસે જમાનો છે , પણ જીવન જીવવાની આવડત નથી.

આજે લોકો પાસે મોકો છે , પણ પાર કરવાની તાકાત નથી.

આજે લોકો પાસે સુખ છે , પણ શાંતિ નથી.

આજે જીત થી હરખાય છે , પણ હાર નો આનંદ લેતા નથી.

આજે લોકો ભણ્યા છે , પણ જરૂર પુરતું ય ગણ્યા નથી.

આજે લોકો પાસે બીજા ની ભૂલ જોવા ભેજું છે , પણ પોતાની ભૂલ સ્વીકારવા કલેજું નથી.

આજે લોકો હર્ષ ના આંસુ વહાવે છે , પણ આંસુ સાથે હરખાતા નથી.

આજે લોકો આસ્તિક છે , પણ સમય સિવાય ભગવાન ને સંભારતા નથી.

આજે લોકો સારા હોદેદારો છે , પણ એક સારા માણસ નથી.

આજે લોકો ના જીવનમાં ધાર્મિકતા છે , પણ બીજા માટે માનવતા નથી.

આજે લોકો મંદિર માં માથું ટેકે છે, પણ ગરીબ સામું તો જોતા ય નથી.

બસ એક જ વાત કરવી છે.........

આજે લોકો પાસે બધું જ છે , પણ લોકો માટે જ સમય નથી..............

Author:

Uttam Trasadiya

Date: 10.06.2016

Email: uttam@uttamtrasadiya.in



કોઈ તુમસે મેરા નામ જો લે



કોઈ તુમસે મેરા નામ જો લે ,
                                  કહ દેના પાગલ લડકા થા.....

ઇસ જુઠી દુનિયા મે વો ,
                          મુજસે સચ્ચી મહોબ્બત કરતા થા.....

મેરે લાખ મના કરને પર ભી ,
                                 વો રોજ મુજસે મિલને આતા થા.....

જબ ભી રૂઠતી થી મે ઉસસે ,
                                વો પ્યાર સે મુજે મનાતા થા.....

જબ નીંદ ના આતી થી મુજકો,
                                વો પ્યાર ભરી બાતે કરતા થા.....

જબ ભી મિલતા થા મુજસે વો,
                                તો એક હી બાત કરતા થા......

તું ચાહે ભૂલ જાયે મુજકો ,
                                મે તુજકો ના ભૂલ પાઉંગા.....

તું ચાહે ખાના ખાલે અકેલી ,
                               મે તુજકો ન ભૂલ પાઉંગા.....

જબ ભી આઉંગા મિલને તુજકો ,
                               તો એક નયી કહાની સુનાઉંગા.....

આજ ભી વો લડકા ,
                              મેરી હસી કે લિયે જીતા હૈ.....

આજ ભી વો લડકા ,
                             મુજકો પાને કે લિયે મરતા હૈ.....

ઔર ફિરસે મિલને પર ભી ,
                             વો એક હી બાત કરતા હૈ........

કોઈ તુમસે મેરા નામ જો લે ,
                                  કહ દેના પાગલ લડકા થા.....

Author:

Uttam Trasadiya

Date: 10.06.2016

Email: uttam@uttamtrasadiya.in