Skip to main content

Posts

સાંભરે

તપ (સંઘર્ષ) સાંભરે, તપસ્વી (દાદા) સાંભરે... બોરડીના મીઠા બોર સાંભરે, વ્હાલા અમારા માલ - ઢોર સાંભરે... વરસાદી માહોલ સાંભરે, ધોળા - "રૂ" નો મોલ સાંભરે... જેનાથી બીતા ઈ બાવો સાંભરે, મીઠા પાણીનો કૂવો સાંભરે... ઝાડીએ અથડાતા પવનના વાણા સાંભરે, રોંઢાના ઈ ટાણા સાંભરે... દાદા, તમારી ખેતીનું શાણપણ સાંભરે, અહીં આવુંને મુને, મારી મસ્તીનું બાળપણ સાંભરે... (વર્ષો પછી નવા વર્ષના પાવન દિવસે અમારી નાની વાડીએ... મનના ભાવો...બાળપણ તાજું થાય... દાદા સાંભરે...) Author: Uttam Trasadiya Date: 05.11.2021 Email: uttam@uttamtrasadiya.in

વ્યક્તિ વિશેષ: શ્રી ઘનશ્યામ રમેશભાઈ સુદાણી

  "સફળતા મળતી નથી, મેળવવી પડે છે" આ શબ્દો છે ગુજરાતના છેવાડાના ગામથી ઉગી રહેલા એક "દોડવીર સાવજના" ઘનશ્યામ રમેશભાઈ સુદાણી ! 25 વર્ષના આ યુવાને એવી સિદ્ધિઓ મેળવી છે જે સામન્યતઃ અસાધારણ છે. સ્કૂલમાં નાનપણથી દોડની સ્પર્ધામાં ભાગ લેતા લેતા પોતાની કારકિર્દી રમતગમત ક્ષેત્રે જ બનાવવી છે એવું નક્કી કરીને નીકળેલો આ યુવાન સોમનાથથી મહાદેવના દર્શન કરીને નીકળે છે અને 1800 કિલોમીટરનું અંતર કાપી રાઘવેન્દ્ર સરકારને અયોધ્યામાં જઈ ને ધજા ચડાવે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધવામાં આવે છે કે માત્ર 21 દિવસમાં 1800 કિલોમીટર દોડી જવું એ અસાધારણ સિદ્ધિ છે. અમદાવાદના રાજપથ ક્લ્બમાં નોન - સ્ટોપ 72 કલાક સુધી દોડવાનો રેકોર્ડ ધરાવતા આ વિરલાની એક જ ધૂન છે દેશને રમત ગમત ક્ષેત્રે ગોલ્ડ મેડલ અપાવવો છે. ફરી એ જ જોમ એ જ જુસ્સા સાથે 2024ના પેરિસ ઓલમ્પિકની તૈયારી કરવા 14.10.2021 થી આફ્રિકા અને રશિયા એમ વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે પરમ સખા ઘનશ્યામ સુદાણી ! પરિણામ એ સમયના હાથની વાત છે પરંતુ પ્રયત્નો ને સો સો સલામ દોસ્ત ! અભિનંદન દોસ્ત, આપ કલરવ પરિવારના સદસ્ય છો એ વાતનું વિશેષ ગૌરવ છે વ્હાલા. કલરવ...

વ્યક્તિ વિશેષ: સ્વ. કાંતિભાઈ રાઘવભાઈ લાડોલા

ઓમ શાંતિ ફુઆ સ્વ. કાંતિભાઈ રાઘવભાઈ લાડોલા  ............................................ આપ ક્યારેય સ્વર્ગસ્થ ન થઈ શકો, આપ હ્ર્દયસ્થ થયા છો. બાલમંદિર માં ભણતો ત્યારે મને ધૂળ માં બેસી રહેવાની આદત હતી, સ્કૂલે આવીને કાન પકડીને બેસાડતા તમે એ કેમ ભૂલી શકું ? સૈનિક સ્કૂલ માં આવીને 6ઠ્ઠા ધોરણ માં ભણતા એ ઉત્તમ સાથે અન્યાય થયો તો તમે રેક્ટર ને બધા વચ્ચે ખખડાવેલો એ કેમ ભૂલી શકું ? પછી તો 12માં ધોરણ સુધી તો તમારી પાસે રહીને જ ભણ્યો "આદર્શ" માં, ઘણી વખત ખીજાઇ જતા તમે, પણ આજે ખાલીપો દેખાય છે એ ટકોર કરનાર નો ! એન્જીનીયરીંગ થી લઈને એમ.બી.એ સુધી અને એમ.બી.એ થી લઈ ને મોરબી શિફ્ટ થયો ત્યાં સુધી તમે હરપળ મારા પપ્પા પાસે થી મારા સમાચાર લેતા રહ્યા, મારી નાની મોટી મુશ્કેલી માં આપ મને મનોબળ આપતા રહ્યા અને ભૂલ કરું ત્યાં ટપારતા રહ્યા. એ વસવસો કાયમ માટે રહેશે કે જ્યારે ખરેખર આપની ઇનોવેટિવ નિર્ણયશક્તિ ની જરૂર પડી એ ફેસ માં પહોંચ્યો (ધંધામાં) ને તમે વિદાય  લીધી. આજથી થોડા દિવસ પહેલા મારી સગાઈમાં હાજર રહ્યા અને આનંદ કર્યો અને અચાનક તમારી માંદગી ! મારી સગાઈના આગલા દિવસે તમારો ફોન આવ્યો કે,"વરરાજા કાલ...

જિંદગી તું ખાસ છે

એમ જ ખુશ દેખાતી પ્રકૃતિના , હર એક કણ માં આજે ડર નો આભાસ છે , હારી થોડું જવાય એમ જ ???  “ જિંદગી તું ખાસ છે”   ન કોઈ તકરાર - ન કોઈ દુશ્મની ,  તો પણ માનવ ના મન માં કંઈક તો આભાસ છે , હારી થોડું જવાય એમ જ ???   “ જિંદગી તું ખાસ છે”     ઈશ્વર ની વ્યવસ્થા પર શંકા કરનાર ને , આજે ઓક્સિજન ની બોટલ પર વિશ્વાસ છે , હારી થોડું જવાય એમ જ ???  “ જિંદગી તું ખાસ છે"   સંબંધો ની માયા માં રહેનાર આજે એકલો જણાય છે , નથી ખબર કે આ કેવી કચાશ છે ,  હારી થોડું જવાય એમ જ ???  “ જિંદગી તું ખાસ છે”     પડ્યો છું તો ઉભો થઈશ ,  ઉભો થઈ ને ટેકો થઈશ ,    સાથે મળી ને સૌ કોઈ ની ,  ફેલાવવી માનવતાની સુવાસ છે ,   હારી થોડું જવાય એમ જ ???  “ જિંદગી તું ખાસ છે”       Author: Uttam Trasadiya Date: 17.04.2021 Email: uttam@uttamtrasadiya.in

રિવ્યુ : વેલ ડન બેબી સીરીઝ

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા માં ઉપલબ્ધ અનેક સિરિજ અવાર નવાર જોતો હોઉ છું અને ઘણી બધી વખત રિવ્યુ લખવાનું મન પણ થાય છતાં નથી લખતો સમય ના અભાવ ને કારણે અથવા તો સિરીજ ની લોકપ્રિયતા ને લીધે ! હા; સિરિજ ની લોકપ્રિયતા ને લીધે પણ ઘણી વખત લખી નથી શકાતું કારણ કે લોકપ્રિય સિરિજ ની ગહનતા લોકો સરળતા થી સમજી શકતા હોય છે જેથી વધારે કાઇ કહેવાની કે લખવાની જરૂર રહેતી નથી.  પણ, આજે એક એવી જ મજેદાર સિરીજ વિશે લખવાનું મન થયું જે જસ્ટ થોડા દિવસો પહેલા જ રિલિજ થઇ છે.  સિરિજ નું નામ છે "well done baby" મરાઠી ભાષા માં છે તો બની શકે ગુજ્જુ લોકો ને જોવાનું મન ન થાય , છતાં સ્ટ્રૉન્ગલી રિકમેન્ડ કરું છું કારણકે દોઢ કલાક ની આ સિરિજ માં ભાષા કરતાં લાગણી નું મહત્વ વધારે છલકાય છે.  ગુસ્સો, ગેર સમજ,  એક બીજા થી દૂર જતાં રહેવાની તૈયારી છતાં ક્યારેય જુદા નહિ થવાની ભાવના ! ગેર સમજણ ક્ષણિક હોય છે જ્યારે પ્રેમત્વ અમર છે આ વાત આજ ના યુવાનોએ સમજવા જેવી છે.  આપણે સમાજ માં અવાર નવાર અનુભવ કરીએ છીએ અને જોઈએ છીએ કે નાની નાની વાત માં લગ્નજીવન ની પૂર્ણાહુતિ સુધી પહોંચી જાય છે આજની કહેવાતી મોર્ડન પેઢી....

મેરા ભારત મહાન ; જેના વિશ્વ કરે વખાણ !

મહામારી ના આ સમય માં આખું વિશ્વ આર્થિક, રાજકીય, સામાજિક અને આરોગ્યલક્ષી પાયાઓ માંથી ધ્રુજી રહ્યું છે.   વિશ્વભર માં ઘણી બધી જગ્યાએ લોકડાઉન ની અસર થી આર્થિક કકળાટ છે, કોઈ દેશના સર્વોચ્ચ રાજકીય આગેવાનો કાયદાનું ઉલ્લંઘન કરી ને માફી માંગી રહ્યા છે તો બીજી બાજુએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જડમૂળ ફેરફાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.  મંદિર, મસ્જિદ, ચર્ચ બધું બંધ છે, સામાજિક કાર્યક્રમો અને જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ છે, અમુક વધુ પડતા બુદ્ધિજીવી નેતાઓ ના બફાટ સમી રાજકીય સભાઓ બંધ છે અને આખું વિશ્વ એક જ જગ્યા એ કેન્દ્રિત છે; જે છે "કોરોના ના મારણ માંથી માનવ જીવન નું તારણ" "જિંદગી મોત ના બન જાયે સંભાલો યારો" જેવા ગીત માણસ ને કોરોના ના હાવ અને પ્રભાવ ની વચ્ચે ચેતવાનો સંકેત આપી રહ્યા છે અને માણસ ક્યાંક ડર થી તો ક્યાંક દબાણથી, ક્યાંક સમજદારીથી તો ક્યાંક ભવિષ્ય ની આકાંક્ષાઓ થી કાયદાઓ નું પાલન કરી રહ્યો છે જે કોરોના સામે ની લડતમાં વિજય પ્રાપ્તિ નો શુભ સંકેત છે. વાત છે ભારત ની,  જેની વિચારધારા સામે આખું વિશ્વ ઘૂંટણીયા ટેકવી રહ્યું છે.  લોકડાઉન પૂર્વે જનતા કરફ્યુ ની નોંધ આખા વિશ્વએ લીધી...

In this havoc of Corona,What is lost, what is found ?

In this havoc of Corona, What is lost,  what is found ? School bound, Found time for self-thought. Stopped wheels of vehicles, Pollution free environment found.   Tourist system tied up, Found a store of memories. Staying ourt from a busy life environment, Got an opportunity to join the family. Abandoning outside food, Found mother's love. Even while staying away from God sitting in the temple, Blessed by the God living inside the heart. Except for the rush of life, Got an opportunity to understand nature.   Frankly,  nothing is lost, In this environment, nation got an opportunity to feel unity of the citizens.   Author: Uttam Trasadiya Date: 08.04.2020 Email: uttam@uttamtrasadiya.in