Friday, 17 December 2021

વ્યક્તિ વિશેષ : ડો. નિર્મળદાન ગઢવી

 


આદર્શ શિક્ષક, આદર્શ માર્ગદર્શક અને આદર્શ વ્યક્તિત્વ ડો. નિર્મલદાન ગઢવી


વર્ષ 2014 માં મોરડ ગામ ને એક એવા વ્યક્તિત્વ ની ભેટ મળી જેના લીધે આજે આપ ત્યાં જઈને જોઈ શકો કે ગામ નો નકશો જ કંઈક અલગ છે. 

ગુજરાત ના સાહિત્ય જગત ના ગૌરવ સમાં વ્યક્તિ ડો. નિર્મલદાન મોરડ પ્રાથમિક શાળા ના આચાર્ય તરીકે નિમાયા અને 2014 માં મોરડ માં આવ્યા. 

વર્ષ 2014 નો ઉલ્લેખ ખાસ એટલા માટે કરું છું કારણકે ગામ માં જે કાંઈ પરિવર્તન આવ્યું છે એ માત્ર ને માત્ર 2014 પછી આવ્યું છે જેનું સાક્ષી આખું ગામ છે...આજે પણ...

ગામ માં અસામાજીક તત્વો નો ખુબ ત્રાસ હતો, એ તત્વોની કુટેવો ના લીધે આખું ગામ પીડાતું હતું. વર્ષ 2014 માં ડો. ગઢવીના આચાર્ય બન્યા પછી આજે એ તત્વો વાલિયા લૂંટારા માંથી વાલ્મિકી બન્યા હોય એટલું જોરદાર પરિવર્તન દેખાય છે.

મોરડ ગામ આણંદ જિલ્લાના ખૂબ અંતરિયાળ વિસ્તાર તરીકે ઓળખાય અને ત્યાં રાત્રે જતા પણ બીક લાગે આજે એ ગામ ડો.ગઢવી નું ગામ એમ ઓળખાય છે. 

વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા વર્ગખંડ નહિ , પૂરતી વ્યવસ્થા નહિ આજે જઈ ને જોશો તો ખબર પડશે ડો.ગઢવીના અથાગ પ્રયત્ન સ્વરૂપે ગામ ને 85 લાખ રૂપિયા ની સરકારી ગ્રાન્ટ માંથી એક નવનિર્મિત બિલ્ડીંગ મળ્યું જેનું ઉદ્ઘાટન આવતા મહિને થશે.

ડો.ગઢવી ના નિર્મળ અને નિખાલસ સ્વભાવ ને લીધે દર મહિને કોઈક ને કોઈક દાતા ત્યાં આવી ને બાળકો ની સેવા કરે છે. હમણાં જ નામ નહિ આપવાની શરતે એક દાતાશ્રી એ 700 વિદ્યાર્થીઓ ને ભારત ની શ્રેષ્ઠ ઓસવાલ કંપની ના સ્વેટર આપ્યા. કોઈક એ પેવર બ્લોક નખાવી આપ્યા તો કોઈક એ સ્ટેશનરી ની વસ્તુઓ ભેટ કરી. કોઈક ત્યાં સરસ કાર્યક્રમો ના આયોજન  કર્યુ. 

મિત્રો ગુજરાત માં 16000 થી વધારે સરકારી શાળાઓ છે પણ બધી સ્કૂલ ના વિદ્યાર્થીઓને આ લાભ મળતો નથી. દાતા ઓ ને પણ ખબર છે કે ડો. ગઢવી ની માટલી માં નાખેલું દૂધ બગડશે નહિ પણ વિદ્યાર્થીઓ ના મુખ સુધી પહોંચશે એટલે બધા ત્યાં સેવા કરવા તતપર હોય છે.

ગુજરાત ની પહેલી એવી સરકારી શાળા હશે જ્યાં કોઈ પણ સરકારી સહાય વગર બાળકો ડિજિટલ કલાસ માં ભણે છે... 

થેક્સ ટુ ડો.ગઢવી...

પોતાની શાળા ને સરકારી સહાય નો પૂરતો લાભ મળે એ માટે લગભગ 50 વખત ગાંધીનગર પોતાના ખર્ચે ગયા છે. 

4...5 વખત તો હું પણ સાથે રહેલો... 

શાળા ના ઉતકર્ષ અને વિકાસ માટે પોતે જે કાઈ ખર્ચ કરે એનું એક પણ બિલ તમને શાળા ની ફાઇલ માં જોવા નહીં મળે જેનો હું સાક્ષી છું. 

પોતે રહ્યા ગુજરાત ના શ્રેષ્ઠ કલાકાર એટલે વિદ્યાર્થીઓ પણ બંદૂક ની ગોળી જેવા જ હોય...

ધોરણ 2 થી લઈ ને 8 સુધી ના કોઈ પણ વિદ્યાર્થીને આંગળી ચીંધી ને ઉભો કરી લેવાની છૂટ, દરેક બાળક માં એટલી દિવ્ય શક્તિઓ આ માણસ એ રોપી છે કે એ બાળક માઇક ઉપર નીડરતા થી પોતાની કૃતિઓ રજૂ કરે કરે ને કરે જ...

ઘણા બધા લોકોને સોશિયલ મીડિયા નો ઉપયોગ જ ખબર નથી. ડો. ગઢવી વોટ્સએપ ના માધ્યમ થી રોજ બાળક ના વાલીના સંપર્ક માં રહે છે અને રોજની હાજરી, દરેક બાળક ની આવડત ના ફોટો વીડિયો એ ગ્રુપ માં શેર થતા રહે જેથી આખા ગામ ને ખબર પડે કે આજે બંદૂક ની કઈ ગોળી ફૂટી... આવા નીડર અને આત્મવિશ્વાસુ બાળકો તૈયાર કરવાનું કામ ડો. ગઢવી કરે છે..

નીડરતા, નિખાલસતા અને આત્મવિશ્વાસ ની સાથે સાથે બાળક માં નૈતિકતા અને પ્રામાણિકતા આવે એ પણ જરૂરી છે.

મિત્રો એટલું ગરીબ ગામ છે જ્યાં જાવ તો રૂપિયા ની કિંમત ખબર પડે.. હમણાં 15 દિવસ પહેલા એક વિદ્યાર્થી ને 8000 રૂપિયા ગામ માંથી મલ્યા તો એણે ડો.ગઢવી ને જમા કરાવી દીધા. 

ત્યારે સાલું થાય પ્રામાણિકતા અને પૈસાદારી માં ખૂબ અંતર છે. આ ઉદાહરણ થી સમજી શકાય કે બાળક માત્ર સ્કૂલ માં જ નહીં ગામ માં જઈ ને પણ પ્રામાણિકતા જાળવી રહ્યું છે.

આવા તો અનેક ઉદાહરણો છે, ક્યારેક ડો.ગઢવી સાહેબ ની સ્કૂલ ની મુલાકાત લેજો... 

ત્યાં આવી ને કાઈ સેવા કરી શકો નહિ તો ચાલશે પણ પ્રામાણિક, આત્મવિશ્વાસુ, નીડર, નિખાલસ, સ્વચ્છ અને રમણીય વિદ્યાર્થીઓ ના દર્શન કરવા જેવા ખરા.... અને વંદન આ ડો. ગઢવી નામના શિલ્પકાર ને જેમણે આ મૂર્તિઓ તૈયાર કરી છે... વંદન આખા શિક્ષક સ્ટાફ ને જેમના સહયોગ થી ડો.ગઢવી સાહેબ નું કામ પણ સરળ રહે છે.


Author: Uttam Trasadiya 

Date: 17.12.2019 Posted on: 17.12.2021

Email: uttam@uttamtrasadiya.in


Wednesday, 15 December 2021

વંદન - સરદાર વલ્લભભાઈ પટેલ 💐🚩🙏🏻

 


વંદન એ વિભૂતિને જેણે,

રાજ - રત્નો એક કર્યા... 

એ રાજ - રત્નો સાથે મળી,

રાષ્ટ્ર રૂપે અવતર્યા...


રાષ્ટ્ર ના અવતરણ થકી જેણે,

અખંડતા નો સંદેશ દીધો...

કેમ ભૂલીએ ઉપકાર એનો જેણે,

રાષ્ટ્ર માટે ભેખ લીધો...


અંતિમ શ્વાસ સુધી જેણે,

સાદગી છોડી નહીં...

માનવ કલ્યાણ માટે જેણે,

કર્મ ને ધર્મ કીધો... 


વંદન - સરદાર 💐🚩🙏🏻


Author: Uttam Trasadiya

Date: 15.12.2021

Email: uttam@uttamtrasadiya.in

Wednesday, 1 December 2021

તારા જન્મદિવસે એક કાગળ લખું



તારા જન્મદિવસે એક કાગળ લખું,

કાગળ માં ક્ષણોની સાંકળ લખું...

ક્યાંક સ્નેહભર્યું સ્મિત લખું,

ક્યાંક તારા સ્વભાવનું મિત લખું... 

યાદ કરી સાથે વિતાવેલી પળ લખું,

તારી દોસ્તી થી મળેલું પીઠબળ લખું... 

આપણી મિત્રતાની એ શ્રેષ્ઠ કક્ષા લખું,

કક્ષા કેળવવા અપાતી કઠોર પરીક્ષા લખું...

તારી તંદુરસ્તી માટે મજાની પ્રાર્થના લખું,

તારી મસ્તી માટે મજાની શુભેચ્છા લખું...

તારા જન્મદિવસે એક કાગળ લખું,

કાગળમાં ક્ષણોની સાંકળ લખું...


જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ વ્હાલા રામ ❤️


Author: Uttam Trasadiya

Date: 01.12.2021

Email: uttam@uttamtrasadiya.in



Tuesday, 30 November 2021

સાંભરે


તપ (સંઘર્ષ) સાંભરે,
તપસ્વી (દાદા) સાંભરે...
બોરડીના મીઠા બોર સાંભરે,
વ્હાલા અમારા માલ - ઢોર સાંભરે...
વરસાદી માહોલ સાંભરે,
ધોળા - "રૂ" નો મોલ સાંભરે...
જેનાથી બીતા ઈ બાવો સાંભરે,
મીઠા પાણીનો કૂવો સાંભરે...
ઝાડીએ અથડાતા પવનના વાણા સાંભરે,
રોંઢાના ઈ ટાણા સાંભરે...
દાદા,
તમારી ખેતીનું શાણપણ સાંભરે,
અહીં આવુંને મુને,
મારી મસ્તીનું બાળપણ સાંભરે...

(વર્ષો પછી નવા વર્ષના પાવન દિવસે અમારી નાની વાડીએ... મનના ભાવો...બાળપણ તાજું થાય... દાદા સાંભરે...)

Author:

Uttam Trasadiya

Date: 05.11.2021

Email: uttam@uttamtrasadiya.in

વ્યક્તિ વિશેષ: શ્રી ઘનશ્યામ રમેશભાઈ સુદાણી

 "સફળતા મળતી નથી, મેળવવી પડે છે"

આ શબ્દો છે ગુજરાતના છેવાડાના ગામથી ઉગી રહેલા એક "દોડવીર સાવજના"

ઘનશ્યામ રમેશભાઈ સુદાણી !
25 વર્ષના આ યુવાને એવી સિદ્ધિઓ મેળવી છે જે સામન્યતઃ અસાધારણ છે.


સ્કૂલમાં નાનપણથી દોડની સ્પર્ધામાં ભાગ લેતા લેતા પોતાની કારકિર્દી રમતગમત ક્ષેત્રે જ બનાવવી છે એવું નક્કી કરીને નીકળેલો આ યુવાન સોમનાથથી મહાદેવના દર્શન કરીને નીકળે છે અને 1800 કિલોમીટરનું અંતર કાપી રાઘવેન્દ્ર સરકારને અયોધ્યામાં જઈ ને ધજા ચડાવે છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધવામાં આવે છે કે માત્ર 21 દિવસમાં 1800 કિલોમીટર દોડી જવું એ અસાધારણ સિદ્ધિ છે.
અમદાવાદના રાજપથ ક્લ્બમાં નોન - સ્ટોપ 72 કલાક સુધી દોડવાનો રેકોર્ડ ધરાવતા આ વિરલાની એક જ ધૂન છે દેશને રમત ગમત ક્ષેત્રે ગોલ્ડ મેડલ અપાવવો છે.

ફરી એ જ જોમ એ જ જુસ્સા સાથે 2024ના પેરિસ ઓલમ્પિકની તૈયારી કરવા 14.10.2021 થી આફ્રિકા અને રશિયા એમ વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે પરમ સખા ઘનશ્યામ સુદાણી !

પરિણામ એ સમયના હાથની વાત છે પરંતુ પ્રયત્નો ને સો સો સલામ દોસ્ત !

અભિનંદન દોસ્ત,
આપ કલરવ પરિવારના સદસ્ય છો એ વાતનું વિશેષ ગૌરવ છે વ્હાલા. કલરવ પરિવાર વતી વિદેશ યાત્રા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.

તમારા આત્મવિશ્વાસ અને સંઘર્ષ માટે એક દિવસ આ દેશ ગૌરવ લેશે એમાં લેશ માત્ર શંકા નથી.

યે દિન બ્હોત કુછ સીખા રહે હૈ ક્યોંકિ યહી દિન યાદ આને વાલે હૈ ! 

Author:

Uttam Trasadiya

Date: 29.09.2021

Email: uttam@uttamtrasadiya.in

Monday, 3 May 2021

વ્યક્તિ વિશેષ: સ્વ. કાંતિભાઈ રાઘવભાઈ લાડોલા

ઓમ શાંતિ ફુઆ
સ્વ. કાંતિભાઈ રાઘવભાઈ લાડોલા 
............................................



આપ ક્યારેય સ્વર્ગસ્થ ન થઈ શકો, આપ હ્ર્દયસ્થ થયા છો.

બાલમંદિર માં ભણતો ત્યારે મને ધૂળ માં બેસી રહેવાની આદત હતી, સ્કૂલે આવીને કાન પકડીને બેસાડતા તમે એ કેમ ભૂલી શકું ?

સૈનિક સ્કૂલ માં આવીને 6ઠ્ઠા ધોરણ માં ભણતા એ ઉત્તમ સાથે અન્યાય થયો તો તમે રેક્ટર ને બધા વચ્ચે ખખડાવેલો એ કેમ ભૂલી શકું ?

પછી તો 12માં ધોરણ સુધી તો તમારી પાસે રહીને જ ભણ્યો "આદર્શ" માં, ઘણી વખત ખીજાઇ જતા તમે, પણ આજે ખાલીપો દેખાય છે એ ટકોર કરનાર નો !

એન્જીનીયરીંગ થી લઈને એમ.બી.એ સુધી અને એમ.બી.એ થી લઈ ને મોરબી શિફ્ટ થયો ત્યાં સુધી તમે હરપળ મારા પપ્પા પાસે થી મારા સમાચાર લેતા રહ્યા, મારી નાની મોટી મુશ્કેલી માં આપ મને મનોબળ આપતા રહ્યા અને ભૂલ કરું ત્યાં ટપારતા રહ્યા.

એ વસવસો કાયમ માટે રહેશે કે જ્યારે ખરેખર આપની ઇનોવેટિવ નિર્ણયશક્તિ ની જરૂર પડી એ ફેસ માં પહોંચ્યો (ધંધામાં) ને તમે વિદાય  લીધી.

આજથી થોડા દિવસ પહેલા મારી સગાઈમાં હાજર રહ્યા અને આનંદ કર્યો અને અચાનક તમારી માંદગી !

મારી સગાઈના આગલા દિવસે તમારો ફોન આવ્યો કે,"વરરાજા કાલે મિત તારી સાથે રહેશે"
બસ એ "મિત" હવે કાયમ મારી સાથે રહેશે, એની ચિંતા ન કરશો.

આવી તો કેટલી બધી યાદો આપીછે તમે, લખતા હાથ ધ્રૂજે છે, યાદ કરતા હૈયું ધ્રૂજે છે પણ રડીશ નહિ - મક્કમ મન સાથે ઘણી બધી વાર ઘણા બધા વિષય પર તમારી સાથે ચર્ચા થઈ છે, નવું નવું કરવાની વાતો થઈ છે - તમારા એ સપના પુરા કરીશ.

પ્રોમિસ લિજેન્ડ,

આટલી યાદો આપ્યા પછી તમે મારા માટે ક્યારેય સ્વર્ગસ્થ નથી થવાના, તમારા વિચારો - સપનાઓ સાથે આપ હ્ર્દયસ્થ થયા છો.

તમારી રૂબરૂ ખોટ કાયમ રહેશે બસ આશીર્વાદ અને પ્રેમની ખોટ ન પડવા દેતા.

આપનો સદાય વ્હાલો,
ઉત્તમ 

Author:

Uttam Trasadiya

Date: 01.05.2021

Email: uttam@uttamtrasadiya.in


Saturday, 17 April 2021

જિંદગી તું ખાસ છે

એમ જ ખુશ દેખાતી પ્રકૃતિના,

હર એક કણ માં આજે ડર નો આભાસ છે,

હારી થોડું જવાય એમ જ ??? 

જિંદગી તું ખાસ છે”

 

ન કોઈ તકરાર - ન કોઈ દુશ્મની

તો પણ માનવ ના મન માં કંઈક તો આભાસ છે,

હારી થોડું જવાય એમ જ ???  

જિંદગી તું ખાસ છે” 

 

ઈશ્વર ની વ્યવસ્થા પર શંકા કરનાર ને,

આજે ઓક્સિજન ની બોટલ પર વિશ્વાસ છે,

હારી થોડું જવાય એમ જ ??? 

જિંદગી તું ખાસ છે"

 

સંબંધો ની માયા માં રહેનાર આજે એકલો જણાય છે,

નથી ખબર કે આ કેવી કચાશ છે

હારી થોડું જવાય એમ જ ??? 

જિંદગી તું ખાસ છે” 

 

પડ્યો છું તો ઉભો થઈશ

ઉભો થઈ ને ટેકો થઈશ

 

સાથે મળી ને સૌ કોઈ ની

ફેલાવવી માનવતાની સુવાસ છે,

 

હારી થોડું જવાય એમ જ ??? 

જિંદગી તું ખાસ છે” 

 

 

Author:

Uttam Trasadiya

Date: 17.04.2021

Email: uttam@uttamtrasadiya.in

Friday, 16 April 2021

રિવ્યુ : વેલ ડન બેબી સીરીઝ

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા માં ઉપલબ્ધ અનેક સિરિજ અવાર નવાર જોતો હોઉ છું અને ઘણી બધી વખત રિવ્યુ લખવાનું મન પણ થાય છતાં નથી લખતો સમય ના અભાવ ને કારણે અથવા તો સિરીજ ની લોકપ્રિયતા ને લીધે !

હા; સિરિજ ની લોકપ્રિયતા ને લીધે પણ ઘણી વખત લખી નથી શકાતું કારણ કે લોકપ્રિય સિરિજ ની ગહનતા લોકો સરળતા થી સમજી શકતા હોય છે જેથી વધારે કાઇ કહેવાની કે લખવાની જરૂર રહેતી નથી. 

પણ, આજે એક એવી જ મજેદાર સિરીજ વિશે લખવાનું મન થયું જે જસ્ટ થોડા દિવસો પહેલા જ રિલિજ થઇ છે. 



સિરિજ નું નામ છે "well done baby"

મરાઠી ભાષા માં છે તો બની શકે ગુજ્જુ લોકો ને જોવાનું મન ન થાય , છતાં સ્ટ્રૉન્ગલી રિકમેન્ડ કરું છું કારણકે દોઢ કલાક ની આ સિરિજ માં ભાષા કરતાં લાગણી નું મહત્વ વધારે છલકાય છે. 

ગુસ્સો, ગેર સમજ,  એક બીજા થી દૂર જતાં રહેવાની તૈયારી છતાં ક્યારેય જુદા નહિ થવાની ભાવના !

ગેર સમજણ ક્ષણિક હોય છે જ્યારે પ્રેમત્વ અમર છે આ વાત આજ ના યુવાનોએ સમજવા જેવી છે. 

આપણે સમાજ માં અવાર નવાર અનુભવ કરીએ છીએ અને જોઈએ છીએ કે નાની નાની વાત માં લગ્નજીવન ની પૂર્ણાહુતિ સુધી પહોંચી જાય છે આજની કહેવાતી મોર્ડન પેઢી. 

જગડો થાય, નારાજગી હોય, એક બીજાની  ઘણી બધી ટેવ - કુટેવ ન પણ ગમે એવું  બને છતાં હર હમેશ એક બીજા માટેની ચિંતા ઓછી ન થાય, વાત કરવાનું બંધ ન થાય એ "પ્રેમ" છે 

અલ્ટીમેટલી, 

discussion is the solution !

 ડિવોર્સ લેવાની તૈયારી સુધી પહોંચી ગયેલી એક પ્રેગ્નેન્ટ પત્ની અને એક ઇગોઈસ્ટ પતિ બધુ જ ભૂલી શકે છે કારણકે બંને ને એક બીજા માટે ની ચિંતા ઓછી નથી થતી અને નથી વાત કરવાનું બંધ થતું !

"ઘર હોય ત્યાં વાસણ પડે તો અવાજ આવે" 

પણ એ વાત હરગિજ ન ભૂલવી જોઈએ કે 

"વાસણ જ નહીં હોય તો રાંધીશું શેમાં?" 

"વાસણ જ નહિ હોય તો ભોજન શેમાં કરીશું?"


અહિયાં "વાસણ" શબ્દ નો અર્થ "પરિવાર" થાય છે. 


પરિવાર નહિ હોય તો પ્રેમ નહિ હોય અને પ્રેમ નહિ હોય તો જીવન અર્થહીન લાગશે.... 


પ્રેમ અને પરિવાર ને એક સિક્કા ની બે બાજુ સમજી ને જીવનનું બેલેન્સ દર્શાવતી આ સિરીજ ખરેખર અદભૂત છે.. અને "એમેજોન પ્રાઇમ વિડીયો"  ઉપર ઉપલબ્ધ છે.. 


આજ ના યૂથ એ એક વખત જોવી જ રહી.. 

 Enjoy it with your beloved family !


Author:

Uttam Trasadiya

Date: 16.04.2021

Email: uttam@uttamtrasadiya.in