Skip to main content

Posts

Showing posts with the label Poem

પપ્પાને આજે થયા પચાસ !

  જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ !  વંદન પપ્પા, અભિનંદન પપ્પા, આભાર પપ્પા !  હૈયાનાં ઉદ્ગાર આજે આપને અર્પણ આપના જન્મદિને !  ઉછેરમાં રાખી નથી  કચાશ, અનુભવથી ઉજળો ઇતિહાસ,  પપ્પાને આજે થયા પચાસ !  ખાઈને ટાઢો રોટલોને છાશ,  ફેલાવ્યો જેણે કાયમ પ્રકાશ, પપ્પાને આજે થયા પચાસ !  જ્યારે અનુભવ્યો શૂન્યાવકાશ, ભરોસા સમો જ માત્ર અવકાશ,  પપ્પાને આજે થયા પચાસ !  નથી જોઈ પળનીય નવરાશ,  સદૈવ હૈયે સેવાની આશ, પપ્પાને આજે થયા પચાસ !  સમયથી નથી થયા  નપાસ,  જાણ્યું જ્યારે કરી તપાસ,  પપ્પા ને આજે થયા પચાસ !  Love you so much bapuuu ❤️🥰😘  Jay Siyaram 🚩 ✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૭.૦૩.૨૦૨૪

એનું નામ બાપ...

શીતળતા આપી છોકરા ને પોતે તપે તાપ, એનું નામ બાપ... જગતની કોઈ મીટર પટ્ટી જેનું કાઢી શકે નહિ માપ, એનું નામ બાપ... જેના ચરણે પડો ને ભોળિયો માફ કરી દે પાપ, એનું નામ બાપ... જેના સહારે ચાલવાથી ક્યારેય મળે નહિ થાપ, એનું નામ બાપ... સુખી થવાની ચાવી મળી જાય આપો આપ, એનું નામ બાપ... ✍🏻 Uttam Trasadiya  (19.06.2022)

"ઓશો મારી દ્રષ્ટિએ"

ઘટના વિસ્તરણના કવિત્વથી વિચારોના વાવેતર સુધીની ખેતી એટલે ઓશો...  મૌનની મસ્તીમાં ઘણું કહી જતું પ્રવચન એટલે ઓશો...  સાંભળનાર સામે નહીં પરંતુ સમજનાર સામે અપાયેલું ભાષણ એટલે ઓશો...  દેખાવે ધીર - ગંભીર પણ વિચારો થી રંગબેરંગીન આભા એટલે ઓશો...  ધ્યાન અને પ્રેમની વાસ્તવિક પ્રતિભા એટલે ઓશો...  ગુરુભાવ અને સ્વામિભાવ થી પર સ્વીકારભાવ અને સમજણભાવ એટલે ઓશો... શિષ્યોમાં મૂલ્યોનું સિંચન એટલે ઓશો... વિચાર, વાણી અને વર્તનની એકરૂપતા એટલે ઓશો... આ લોકની અર્થપૂર્ણ સફર એટલે ઓશો...  કોઈ વ્યક્તિ નહીં પણ મહામૂલું વ્યક્તિત્વ એટલે ઓશો...  ઓશો ને વૈચારિક ક્રાંતિ તરીકે જોઈએ, સમજીએ અને અનુભવીએ તો માલુમ પડે કે મન કર્મ અને વચન ઉપર લગામ ધરાવતો કોઈ પણ માણસ પોતાના જીવનને સાર્થક કરવા માટે સમર્થ છે... - Uttam Trasadiya (19.01.2022) 

વંદન - સરદાર વલ્લભભાઈ પટેલ 💐🚩🙏🏻

  વંદન એ વિભૂતિને જેણે, રાજ - રત્નો એક કર્યા...  એ રાજ - રત્નો સાથે મળી, રાષ્ટ્ર રૂપે અવતર્યા... રાષ્ટ્ર ના અવતરણ થકી જેણે, અખંડતા નો સંદેશ દીધો... કેમ ભૂલીએ ઉપકાર એનો જેણે, રાષ્ટ્ર માટે ભેખ લીધો... અંતિમ શ્વાસ સુધી જેણે, સાદગી છોડી નહીં... માનવ કલ્યાણ માટે જેણે, કર્મ ને ધર્મ કીધો...  વંદન - સરદાર 💐🚩🙏🏻 Author: Uttam Trasadiya Date: 15.12.2021 Email: uttam@uttamtrasadiya.in

તારા જન્મદિવસે એક કાગળ લખું

તારા જન્મદિવસે એક કાગળ લખું, કાગળ માં ક્ષણોની સાંકળ લખું... ક્યાંક સ્નેહભર્યું સ્મિત લખું, ક્યાંક તારા સ્વભાવનું મિત લખું...  યાદ કરી સાથે વિતાવેલી પળ લખું, તારી દોસ્તી થી મળેલું પીઠબળ લખું...  આપણી મિત્રતાની એ શ્રેષ્ઠ કક્ષા લખું, કક્ષા કેળવવા અપાતી કઠોર પરીક્ષા લખું... તારી તંદુરસ્તી માટે મજાની પ્રાર્થના લખું, તારી મસ્તી માટે મજાની શુભેચ્છા લખું... તારા જન્મદિવસે એક કાગળ લખું, કાગળમાં ક્ષણોની સાંકળ લખું... જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ વ્હાલા રામ ❤️ Author: Uttam Trasadiya Date: 01.12.2021 Email: uttam@uttamtrasadiya.in

સાંભરે

તપ (સંઘર્ષ) સાંભરે, તપસ્વી (દાદા) સાંભરે... બોરડીના મીઠા બોર સાંભરે, વ્હાલા અમારા માલ - ઢોર સાંભરે... વરસાદી માહોલ સાંભરે, ધોળા - "રૂ" નો મોલ સાંભરે... જેનાથી બીતા ઈ બાવો સાંભરે, મીઠા પાણીનો કૂવો સાંભરે... ઝાડીએ અથડાતા પવનના વાણા સાંભરે, રોંઢાના ઈ ટાણા સાંભરે... દાદા, તમારી ખેતીનું શાણપણ સાંભરે, અહીં આવુંને મુને, મારી મસ્તીનું બાળપણ સાંભરે... (વર્ષો પછી નવા વર્ષના પાવન દિવસે અમારી નાની વાડીએ... મનના ભાવો...બાળપણ તાજું થાય... દાદા સાંભરે...) Author: Uttam Trasadiya Date: 05.11.2021 Email: uttam@uttamtrasadiya.in

જિંદગી તું ખાસ છે

એમ જ ખુશ દેખાતી પ્રકૃતિના , હર એક કણ માં આજે ડર નો આભાસ છે , હારી થોડું જવાય એમ જ ???  “ જિંદગી તું ખાસ છે”   ન કોઈ તકરાર - ન કોઈ દુશ્મની ,  તો પણ માનવ ના મન માં કંઈક તો આભાસ છે , હારી થોડું જવાય એમ જ ???   “ જિંદગી તું ખાસ છે”     ઈશ્વર ની વ્યવસ્થા પર શંકા કરનાર ને , આજે ઓક્સિજન ની બોટલ પર વિશ્વાસ છે , હારી થોડું જવાય એમ જ ???  “ જિંદગી તું ખાસ છે"   સંબંધો ની માયા માં રહેનાર આજે એકલો જણાય છે , નથી ખબર કે આ કેવી કચાશ છે ,  હારી થોડું જવાય એમ જ ???  “ જિંદગી તું ખાસ છે”     પડ્યો છું તો ઉભો થઈશ ,  ઉભો થઈ ને ટેકો થઈશ ,    સાથે મળી ને સૌ કોઈ ની ,  ફેલાવવી માનવતાની સુવાસ છે ,   હારી થોડું જવાય એમ જ ???  “ જિંદગી તું ખાસ છે”       Author: Uttam Trasadiya Date: 17.04.2021 Email: uttam@uttamtrasadiya.in

In this havoc of Corona,What is lost, what is found ?

In this havoc of Corona, What is lost,  what is found ? School bound, Found time for self-thought. Stopped wheels of vehicles, Pollution free environment found.   Tourist system tied up, Found a store of memories. Staying ourt from a busy life environment, Got an opportunity to join the family. Abandoning outside food, Found mother's love. Even while staying away from God sitting in the temple, Blessed by the God living inside the heart. Except for the rush of life, Got an opportunity to understand nature.   Frankly,  nothing is lost, In this environment, nation got an opportunity to feel unity of the citizens.   Author: Uttam Trasadiya Date: 08.04.2020 Email: uttam@uttamtrasadiya.in

कोरोना के इस कहर मे, क्या खोया, क्या पाया ।

कोरोना के इस कहर मे, क्या खोया, क्या पाया । पाठशालाए बंध हुई, आत्मचिंतन का समय पाया। गाड़ी के थम गए पहिए, प्रदूषण मुक्त पर्यावरण पाया। पर्यटन व्यवस्था बंध हुई, पुरानी यादों का भंडार पाया। व्यस्त जीवन के माहौल से निकलर, परिवार से जुड़ने का अवसर पाया। बाहर के भोजन का त्याग कर, माँ का ममतापूर्ण प्यार पाया। मंदिर में बैठे ईश्वर से दूर रहके भी, अंतरमन के ईश्वर का आशीर्वाद पाया। जीवन की भागदौड़ को छोड़ कर, प्रकृति को समझनेका अवसर पाया। सच कहु तो ना कुछ खोया, इस माहौल में राष्ट्रने, एकता का अहसास पाया। Author: Uttam Trasadiya Date: 05.04.2020 Email: uttam@uttamtrasadiya.in

सैन्य को अर्पण

भारत माँ का सबसे न्यारा, एक एक फौजी वीर हमारा। छीन के लेंगे हक है हमारा, कश्मीर हमे है जान से प्यारा। तब तब बजा है ढोल नगरा, भारतका हुआ जब जय जय कारा। चाहते है हम प्यारा ये नारा, वंदे भारत मातरम, वंदे भारत मातरम। Author: Uttam Trasadiya Date: 15.01.2020 Email: uttam@uttamtrasadiya.in

એકવાર મિત્ર બનાવી તો જો

જીવવું લાગશે ખૂબ સરળ, એક વાર જિંદગી ને સમજી તો જો !!! દુઃખ દર્દ માં પણ ખૂબ સરળતા હશે, એક વાર પ્રયત્ન કરી તો જો !!! નિખાલસતા અનુભવાશે સંબંધો માં, એક વાર સંબંધ બાંધી તો જો !!! દુનિયા જીતવા એક મિત્ર કાફી છે, બસ એક વાર મિત્ર બનાવી તો જો !!! Author: Uttam Trasadiya Date: 02.12.2019 Email: uttam@uttamtrasadiya.in

હવે માનવી માનવ થાય તો ય ઘણું !

નથી સાંભળવા કથા ને કીર્તનો હવે આ ધર્મો ઓળખાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું ન કરો ગાય ની પૂજા ને ચાકરી પણ આ કતલખાના બંધ થાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું યુનિવર્સિટીમાં પહેલો નંબર તો ન આવે પણ ભણેલું લેખે જાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! બહુ પી લીધી છે હરિરસ ની મદિરા હવે એક શ્વાસ શાંતિ થી જીવાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! નક્કી આ ભ્રષ્ટાચાર બંધ નહિ થાય પણ દીધેલા રૂપિયે કામ થાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! "નિખાલસ" મને નહિ કહું જાજુ બસ આટલું અમલ માં મુકાય તો ય ઘણું! હવે માનવી માનવ થાય તો ય ઘણું! Author: Uttam Trasadiya Date: 05.04.2018 Email: uttam@uttamtrasadiya.in

રાહ જોઈ ને બેઠો છું

વિચારેલા સરસ સમય ની, રાહ જોઈ ને બેઠો છું. આત્મીયતા સભર વાતાવરણમાં, રાહ જોઈ ને બેઠો છું. નક્કી છે એ નથી મળવાનું છતાં, રાહ જોઈ ને બેઠો છું. ભૂતકાળ તારો બદલો લેવાની, રાહ જોઈ ને બેઠો છું. હાર સ્પષ્ટ છે છતાંય જીત ની, રાહ જોઇને બેઠો છું. હ્ર્દયથી થનારા ચમકારા ની, રાહ જોઇને બેઠો છું. ભાર ભરેલા મન સાથે મારા સમયની, રાહ જોઈ ને બેઠો છું. Author: Uttam Trasadiya Date: 25.01.2018 Email: uttam@uttamtrasadiya.in

હું તો મારા મન નો આસામી છું

હું તો મારા મન નો આસામી છું.... તારી લાગણીઓ સમજનાર તારા સ્વભાવનો પૂજારી છું... હ્ર્દયથી તને સ્વીકારનાર, તારા પ્રેમ નો ભિખારી છું... વલખા મારતા તારા મનના વિચારો ની જીવાદોરી છું... હું તો મારા મન નો આસામી છું... Author: Uttam Trasadiya Date: 11.10.2017 Email: uttam@uttamtrasadiya.in

ચાલ માની લીધું

ચાલ માની લીધું કે હું ના ભણ્યો એ ખોટું, પણ જેના માટે ભણવાનું બલિદાન આપ્યું એ પણ ખોટું??? ચાલ માની લીધું કે મારા જીવન માટે મેં સમય ન આપ્યો એ ખોટું, પણ જેનું જીવન બદલવા સમય આપ્યો એ પણ ખોટું??? ચાલ માની લીધું કે સંજોગે મારો સાથ ન આપ્યો એ ખોટું, પણ જેના સંજોગ મારા સમયે સુધાર્યા એ પણ ખોટું??? ચાલ માની લીધું કે તારી દરેક વાત હું સમજી શક્યો નહિ એ ખોટું, પણ મારી દરેક વાત ને સમાજ સ્વીકારે એ પણ ખોટું??? Author: Uttam Trasadiya Date: 21.07.2017 Email: uttam@uttamtrasadiya.in

હે મન! તું ક્યારથી ?

હે મન! તું ક્યારથી મગજને સલામ આપતું થઇ ગયું! નહોતા વિચાર્યા એવા નિર્ણયો આપતું થઇ ગયું! હે મન! તું ક્યારથી અપમાન કરતુ થઇ ગયું! જે હતા પોતાના એને પારકા ગણતું થઇ ગયું! હે મન! તું ક્યારથી દલીલ કરતુ થઇ ગયું! જેનાથી ડરતું હતું એને પડકાર આપતું થઇ ગયું! હે મન! તું ક્યારથી નાસ્તિક થઇ ગયું! તારાજ દુશ્મનો ને તું ભગવાન માનતું થઇ ગયું! હે મન! શા માટે તારે એવા નિર્ણયો લેવા પડ્યા! જેનાથી તને તારા જ ધિક્કારતા થઇ ગયા! Author: Uttam Trasadiya Date: 28.12.2016 Email: uttam@uttamtrasadiya.in

હું અજાણ છું

તે ઘણો ભોગ આપ્યો પણ આપ્યો શા માટે એ વાત થી હું અજાણ છું... ઘણું કમાયો દુનિયા માંથી પણ દુનિયા ના પ્રેમ થી હું અજાણ છું... ભણવું જોઈએ એ હ્ક્કત છે પણ સાથે ગણવું જોઈએ એ વાત થી હું અજાણ છું... લોકો કહે છે આ કલિયુગ છે પણ કલિયુગ નીં દરેક પરિસ્થિતિ થી હું અજાણ છું.... ઘણા મળવા આવે છે વારે વારે પણ શા માટે આવે છે એના કારણ થી હું અજાણ છું... જનમ્યા છીએ તો મરવાનું એ નક્કી છે પણ મર્યા પછી શું કરવાનું છે એ વાત થી હું અજાણ છું... Author: Uttam Trasadiya Date: 14.10.2016 Email: uttam@uttamtrasadiya.in

કેટલી વખત?

વ્યક્તિ જન્મે છે એકલો દરેક વખત... પણ એકલા જીવે કેટલી વખત??? બાળક એકલું રમે છે દરેક વખત... પણ જાતે શીખે કેટલી વખત??? વિદ્યાર્થી જવાબ આપે છે દરેક વખત... પણ પ્રશ્નો પૂછે છે કેટલી વખત??? શિક્ષક શીખવે છે દરેક વખત... પણ પોતે શીખે છે કેટલી વખત??? દીકરો ભૂલ કરે છે દરેક વખત... બાપ માફ કરે કેટલી વખત??? ધંધે નફો કર્યો છે વખતોવખત... પણ માનવતા તરફ જોયું કેટલી વખત??? સમાજ વિશ્વાસ રાખે છે દરેક વખત... પણ આપણે નિભાવીએ છીએ કેટલી વખત??? જન્મે એ મરે છે દરેક વખત... પણ લોકો સંભારે છે કેટલી વખત??? Author: Uttam Trasadiya Date: 13.10.2016 Email: uttam@uttamtrasadiya.in

આજ ના જમાના ની કરુણા

આજે લોકો પાસે જમાનો છે , પણ જીવન જીવવાની આવડત નથી. આજે લોકો પાસે મોકો છે , પણ પાર કરવાની તાકાત નથી. આજે લોકો પાસે સુખ છે , પણ શાંતિ નથી. આજે જીત થી હરખાય છે , પણ હાર નો આનંદ લેતા નથી. આજે લોકો ભણ્યા છે , પણ જરૂર પુરતું ય ગણ્યા નથી. આજે લોકો પાસે બીજા ની ભૂલ જોવા ભેજું છે , પણ પોતાની ભૂલ સ્વીકારવા કલેજું નથી. આજે લોકો હર્ષ ના આંસુ વહાવે છે , પણ આંસુ સાથે હરખાતા નથી. આજે લોકો આસ્તિક છે , પણ સમય સિવાય ભગવાન ને સંભારતા નથી. આજે લોકો સારા હોદેદારો છે , પણ એક સારા માણસ નથી. આજે લોકો ના જીવનમાં ધાર્મિકતા છે , પણ બીજા માટે માનવતા નથી. આજે લોકો મંદિર માં માથું ટેકે છે, પણ ગરીબ સામું તો જોતા ય નથી. બસ એક જ વાત કરવી છે......... આજે લોકો પાસે બધું જ છે , પણ લોકો માટે જ સમય નથી.............. Author:  Uttam Trasadiya Date: 10.06.2016 Email: uttam@uttamtrasadiya.in

કોઈ તુમસે મેરા નામ જો લે

કો ઈ તુમસે મેરા નામ જો લે ,                                   કહ દેના પાગલ લડકા થા..... ઇસ જુઠી દુનિયા મે વો ,                           મુજસે સચ્ચી મહોબ્બત કરતા થા..... મેરે લાખ મના કરને પર ભી ,                                  વો રોજ મુજસે મિલને આતા થા..... જબ ભી રૂઠતી થી મે ઉસસે ,                                 વો પ્યાર સે મુજે મનાતા થા..... જબ નીંદ ના આતી થી મુજકો,...