Thursday, 9 April 2020

મેરા ભારત મહાન ; જેના વિશ્વ કરે વખાણ !

મહામારી ના આ સમય માં આખું વિશ્વ આર્થિક, રાજકીય, સામાજિક અને આરોગ્યલક્ષી પાયાઓ માંથી ધ્રુજી રહ્યું છે.
 
વિશ્વભર માં ઘણી બધી જગ્યાએ લોકડાઉન ની અસર થી આર્થિક કકળાટ છે, કોઈ દેશના સર્વોચ્ચ રાજકીય આગેવાનો કાયદાનું ઉલ્લંઘન કરી ને માફી માંગી રહ્યા છે તો બીજી બાજુએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જડમૂળ ફેરફાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. 
મંદિર, મસ્જિદ, ચર્ચ બધું બંધ છે, સામાજિક કાર્યક્રમો અને જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ છે, અમુક વધુ પડતા બુદ્ધિજીવી નેતાઓ ના બફાટ સમી રાજકીય સભાઓ બંધ છે અને આખું વિશ્વ એક જ જગ્યા એ કેન્દ્રિત છે; જે છે "કોરોના ના મારણ માંથી માનવ જીવન નું તારણ"

"જિંદગી મોત ના બન જાયે સંભાલો યારો" જેવા ગીત માણસ ને કોરોના ના હાવ અને પ્રભાવ ની વચ્ચે ચેતવાનો સંકેત આપી રહ્યા છે અને માણસ ક્યાંક ડર થી તો ક્યાંક દબાણથી, ક્યાંક સમજદારીથી તો ક્યાંક ભવિષ્ય ની આકાંક્ષાઓ થી કાયદાઓ નું પાલન કરી રહ્યો છે જે કોરોના સામે ની લડતમાં વિજય પ્રાપ્તિ નો શુભ સંકેત છે.

વાત છે ભારત ની, 
જેની વિચારધારા સામે આખું વિશ્વ ઘૂંટણીયા ટેકવી રહ્યું છે. 

લોકડાઉન પૂર્વે જનતા કરફ્યુ ની નોંધ આખા વિશ્વએ લીધી અને તેમાંથી પ્રેરણા લીધી સોશિયલ ડિસ્ટનસિંગ ની !

WHO જેવી સંસ્થા ના વડાઓ સ્વીકારવું પડ્યું કે આ મહામારી ની લડત માં દવા કે દુઆ નહિ પણ સમજદારી પૂર્વક નું વર્તન જ મદદરૂપ થઇ શકે ; જેનું પ્રણેતા ભારત ! 

એક વાત ખૂબ ગૌરવ સાથે નોંધી રહ્યો છું કે વિશ્વ ના બીજા દેશો પાસે અત્યંત પ્રભાવશાળી સુવિધાઓ છે, અત્યંત આધુનિક મેડિકલ સિસ્ટમ છે, અખૂટ સંપત્તિ છે બસ ભારત પાસે જેવા નિર્ણાયક વડાપ્રધાન છે તેવા વડાપ્રધાન કોઈ પાસે નથી જેમના લીધે આ સમય માં "માનવતા નો મુખ્યા - ભારત દેશ" બન્યો છે. 

કાઠિયાવાડ માં કહેવત છે કે "માણસ નહિ ડાહ્યો એનો નિર્ણય ડાહ્યો." આજે એ એક વ્યક્તિ ની સમજદારી અને ત્વરિત નિર્ણય શક્તિ ને લીધે આખું ભારત આ મહામારી નો સામનો કરવામાં હકારાત્મક અભિગમ દાખવી રહ્યું છે.

હોસ્પિટલો માં ડોકટરો અને નર્સ  ની અવિરત હાજરી, પોલીસ પ્રશાસન અને બીજા તમામ અધિકારીઓ ની ફરજ નિષ્ઠા, સેવાભાવી ઓ ની દાતારી બધું  વંદનીય છે, જેમના લીધે જ આખા વિશ્વ માં આજે ભારત નો ડંકો વાગ્યો છે. સો સો સલામ !

અને અંત માં એક ખાસ શેર 
આદરણીય, વંદનીય અને વ્હાલા મોદી સાહેબ માટે,
"ભલીયું વિણ ભલા નાગડા નર ન નીપજે,
ઇ તો જેસલ જગરો નીપજે,
જેની માં હોથલ હોય" 
વંદન હીરા બા ને... 
જેમના લીધે આજે ભારત ની સેવા માં એક એવી વ્યક્તિ છે જેની માટે મહાસતા પણ કહી રહી છે,
"મોદી મહાન છે" અને એ જ મોદી સાહેબ કહી રહ્યા છે કે "ભારત મહાન છે"

વંદે ભારત માતરમ 

Author:

Uttam Trasadiya

Date: 09.04.2020

Email: uttam@uttamtrasadiya.in


Wednesday, 8 April 2020

In this havoc of Corona,What is lost, what is found ?

In this havoc of Corona,
What is lost, 
what is found ?

School bound,
Found time for self-thought.

Stopped wheels of vehicles,
Pollution free environment found.
 
Tourist system tied up,
Found a store of memories.

Staying ourt from a busy life environment,
Got an opportunity to join the family.

Abandoning outside food,
Found mother's love.

Even while staying away from God sitting in the temple,
Blessed by the God living inside the heart.

Except for the rush of life,
Got an opportunity to understand nature.
 
Frankly, 
nothing is lost,
In this environment, nation got an opportunity to feel unity of the citizens.

 

Author:

Uttam Trasadiya

Date: 08.04.2020

Email: uttam@uttamtrasadiya.in

Sunday, 5 April 2020

कोरोना के इस कहर मे, क्या खोया, क्या पाया ।

कोरोना के इस कहर मे,
क्या खोया, क्या पाया ।

पाठशालाए बंध हुई,
आत्मचिंतन का समय पाया।

गाड़ी के थम गए पहिए,
प्रदूषण मुक्त पर्यावरण पाया।

पर्यटन व्यवस्था बंध हुई,
पुरानी यादों का भंडार पाया।

व्यस्त जीवन के माहौल से निकलर,
परिवार से जुड़ने का अवसर पाया।

बाहर के भोजन का त्याग कर,
माँ का ममतापूर्ण प्यार पाया।

मंदिर में बैठे ईश्वर से दूर रहके भी,
अंतरमन के ईश्वर का आशीर्वाद पाया।

जीवन की भागदौड़ को छोड़ कर,
प्रकृति को समझनेका अवसर पाया।

सच कहु तो ना कुछ खोया,
इस माहौल में राष्ट्रने,
एकता का अहसास पाया।

Author:

Uttam Trasadiya

Date: 05.04.2020

Email: uttam@uttamtrasadiya.in


Sunday, 29 March 2020

માનવતા નું ટેસ્ટિંગ !

વિશ્વમાં કોરોના વાઇરસ નો પ્રથમ કેસ 01.12.2019 ના રોજ ચાઇના ના વુહાન શહેર માં સામે આવ્યો હતો જે જોત જોતામાં માત્ર 3 મહિના જેટલા ટૂંકા ગાળા માં વિશ્વ ના તમામ દેશ માં ફેલાયો. ભારતમાં કોરોના વાઇરસ ની ગંભીર અસર ના એંધાણને પગલે 22 માર્ચ 2020 ના જનતા કરફ્યુ ના જન સમર્થન બાદ ભારત લોક ડાઉન ને આજે પાંચમો દિવસ છે.

સમાચાર પત્રો, સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા વગેરે દ્વારા મળી રહેલા સમાચારો ના આધારે આજે આખો દેશ ઘર માં પુરાયો છે : ઘણા સ્વેચ્છાએ, ઘણા મજબૂરી માં તો ઘણા દબાણ ને લીધે !
જેમાં હું કે તમે કોઈ બાકાત નથી.

આ સમય માં અનુભવાઈ રહ્યું છે કે આખા વિશ્વના  માત્ર આરોગ્ય નું ટેસ્ટિંગ જ નહિ પણ તમામ વ્યક્તિની માનવતાનું પણ ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

ઉદાર મનના લોકો ફૂડપેકેટ વિતરણ જેવી સેવા કામગીરીમાં લાગ્યા છે તો દાતારો, ઉદ્યોગકારો, સામાજિક અને ધાર્મિક સંસ્થાનો લાખો - કરોડો રૂપિયાના દાન નો ધોધ વરસાવી સરકાર ના હાથ મજબૂત કરવાની સેવા માં લાગ્યા છે.

આ સમયે રાષ્ટ્ર અને રાજ્ય ની સરકારો પણ અતિ સતર્કતા સાથે જન કલ્યાણ અને જન આરોગ્ય બાબતે ચિંતિત અને કાર્યરત છે. અબજો રૂપિયા ના બજેટ ની જાહેરાત, મહામારી ના સમય માં જનસેવા માં લાગેલા પોલીસ , ડોકટર્સ અને અનિવાર્ય ચીજ વસ્તુઓના વિક્રેતા ના આરોગ્ય માટે લાખો રૂપિયા ના વીમા કવચ ની જાહેરાત, આર.બી.આઈ જેવી રાષ્ટ્રીય બેન્ક દ્વારા થયેલી લોન અને emi લક્ષી જાહેરાતો થી તમામ ને  માનસિક અને આર્થિક રાહત આપવાનો સરાહનીય પ્રયાસ સરકાર દ્વારા થયો છે.

જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ફળ, શાકભાજી, કરિયાણું અને છાશ - દૂધ જેવી જરૂરી વસ્તુઓ તમામ ને પોતાના ઘરે જ પ્રાપ્ત થાય એ માટે પ્રયાસો થઈ રહ્યા છે.

સંપૂર્ણ રાષ્ટ્ર માં પોલીસ જવાનો અને અમુક મહત્વ ના વિસ્તારો માં સૈન્ય ના જવાનો તમામ લોકો ને ઘરે રહેવા માટે સમજાવી રહ્યા છે, તો જે ન માને ત્યાં દબાણપૂર્વક પ્રયત્નો થઈ રહ્યા છે.

આ બધી ઘટનાઓ માં એક વાત સામાન્ય છે જે છે માનવતા નું ટેસ્ટિંગ !

નેતા હોય કે અધિકારી, પોલીસ હોય કે સમાજ સેવક, દાતા હોય કે ઉદ્યોગ પતિ તમામ લોકો રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ સમજી યથા યોગ્ય મદદરૂપ થઈ ને માનવતા દાખવી રહ્યા છે અને મારા મતે માનવતા ના ટેસ્ટિંગ માં તે તમામ પાસ છે જ પણ વાત છે સામાન્ય નાગરિક ની !!!

એક નાગરિક તરીકે આપણે આપણી ફરજો ચુકતા નથી ને ??? આ સમય માં આ પ્રશ્ન આપણે આપણી જાત ને પૂછવો ખૂબ મહત્વનો છે.

પોલીસ તંત્ર ની મનાઈ છતાં રસ્તાઓ પર ભટકવું એ એક નાગરિક ને શોભા આપે એવા લક્ષણ નથી જ !!
આજે પ્રશાસન કડક છે તો આપણી સલામતી માટે જ કડક છે, પોલીસ ને કોઈ વ્યક્તિગત ફાયદો તો છે જ નહીં ને !!!

ઘણી બધી સોસાયટીઓ માં વસતા ઈંટર્ન ડોકટર્સ, નર્સ અને પોતાના જીવ ના જોખમે સમાજ ઉપયોગી સેવા માં રોકાયેલા બંધુઓને ત્યાં ના રહીશો પ્રવેશ ન આપી ને અથવા તેમને ધૂતકારી ને શુ સાબિત કરવા માંગે છે ???
માણસ છીએ તો માનવતા પૂર્ણ વ્યવહાર કરતા શીખીએ !! આ એ બંધુઓ છે જેણે મહામારી ના સમય માં પોતાનો જીવ જોખમ માં મુકયો છે ; માત્ર ને માત્ર રાષ્ટ્ર ને ઉગારવા માટે, નાગરિકો ને બચાવવા માટે...

અન્ન અને પાણી જેવી મહામૂલી વસ્તુઓ નો બગાડ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું એ આપણી મહત્વની ફરજ છે.

પહેલી વખત કદાચ એવો બનાવ બન્યો છે કે માણસે જીવવા માટે કમાવવાનું છોડી દીધું છે. પૈસા ની પાછળ ગાંડો થયેલો માણસ આજે આરોગ્ય માટે ચિંતિત છે. આ સમય માં આપણે એક વાત ચોક્કસ નોંધી શકીએ કે પૈસા, સતા અને વૈભવ કરતા પર્યાવરણ, પ્રકૃતિ અને પરિવાર અતિ મહત્વ ના છે.

રૂપ કરતા આરોગ્ય,
રૂપિયા કરતા પરિવાર,
ફાર્મ હાઉસ પાર્ટી કરતા પરિવાર સમૂહ ભોજન,
ડી.જે ના ગ્રુપ ડાન્સ કરતા પરિવાર નો સંવાદ,
ઘોંઘાટ કરતા શાંત પ્રકૃતિ,
પ્રદુષણ કરતા સ્વચ્છ આકાશ ને મહત્વ આપવાનો આનંદ કઈક અલગ છે જ જેની અનુભૂતિ કરવાના આ દિવસો છે.

આ દિવસો ના ફળ સ્વરૂપે આપણે પ્રાપ્ત કરીશુ પરિવાર ની એકતા, સ્વચ્છ પ્રકૃતિ, વ્યક્તિગત ધીરજ ની કેળવણી, બિન જરૂરી વસ્તુઓ થી દૂર રહેવાની કળા, પશુ પક્ષી અને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા, બાળપણ ની યાદો અને બીજું ઘણું બધું અને પાછું તદ્દન નિઃશુલ્ક !!! જ્યાં થી એક વાત નોંધી શકીએ કે જે પૂર્ણ છે તેનો કોઈ ચાર્જ હોતો જ નથી. બસ માનવતા ખાતર આવનારા સમય માં આ તમામ વસ્તુઓ ને આપણે જાળવીએ અને આનંદમય જિંદગી જીવીએ.

Author:

Uttam Trasadiya

Date: 29.03.2020

Email: uttam@uttamtrasadiya.in


ચાઇના : ટેકનોલોજી ના બાદશાહ

ચાઇના ના પ્રવાસ દરમિયાન ખૂબ સરસ અનુભવો થયા. ભારત પછી આઝાદ થયેલો દેશ ભારત કરતા ખૂબ આગળ છે.

એક વાત સ્પષ્ટ કરું છું કે મારા આ લેખ રાષ્ટ્રવાદ કે જાતિવાદના આધારે નહીં પરંતુ વિકસિત દેશ ના આધારે મુલવશો તો આપને પણ ગમશે.

ચાઇના ભારત પછી આઝાદ થયું હોવા છતાં ભારત કરતા ખૂબ આગળ નીકળી ગયું છે. અહીંનો મિકેનિક્સ બિઝનેસ ખૂબ આગળ છે. અહીંના લોકોનો ખૂબ પ્રેમાળ સ્વભાવ છે અને ભારત જેવી વિશેષ આગતા સ્વાગતા માં અહીંના લોકો માને છે. 

એક સર્વે અનુસાર છેલ્લા 100 વર્ષ માં જેટલી સિમેન્ટ અમેરિકા માં વપરાઈ નથી તેના કરતા વધુ સિમેન્ટ ના ઉપયોગ થી છેલ્લા 10 વર્ષ માં ચાઇના ડેવલોપ થયું છે.

અહીંયા નિયમો અને સરકાર નું વિશેષ મહત્વ અને આદર છે. મારી મુલાકત દરમિયાન અનુભવ્યું કે ચાઇનામાં લગભગ કંપનીઓ ના માલિક અને બોસ 30 થી 35 વર્ષની ઉમ્મરના છે, મતલબ કે અહીંના વડીલ લોકો માત્ર માર્ગદર્શન આપે છે અને યુવાનો સફળ સંચાલન કરવામાં માહિર છે. અનુભવ્યું કે અહીંયા વૃધ્ધો નું ખૂબ માન છે. 18 થી વધુ ઉંમર ના બાળકો, સ્ત્રી, પુરુષો બધાજ ને ફરજીયાત કમાવવું પડે છે એટલે જ ચાઇના વિકસિત છે.

રોડ, રસ્તા, નદી નાળા, બહુમાળી ઇમારતો, મેટ્રો, ઇલેક્ટ્રિક વ્યવસ્થા આ બધું જ ચાઇના ની રોનક વધારે છે. 

એક લાઇન માં કહી શકાય કે,
"ચાઇના એટલે ટેકનોલોજી ના બાદશાહ"

Author:

Uttam Trasadiya

Date: 29.03.2020

Email: uttam@uttamtrasadiya.in


દુબઇ : એક અદભુત નગર

લગભગ 109 દેશના લોકો વેપાર માટે દુબઈમાં વસવાટ કરે છે. અહીંની કુલ વસ્તી 4.2 મિલિયન છે જેમાં માત્ર 40% મૂળ દુબઇ ના વતની છે. અહીંયા કોઈ ચૂંટણી ની મગજમારી નથી, રાજાશાહી ને નાતે રાજા નો મોટો દીકરો રાજા બને છે. હાલ શેખ મહમદ અહીંના રાજા છે અને શેખ હમદાન ભાવિ રાજા છે.
     ‎ લગભગ 74 જેટલી ફાઈવસ્ટાર હોટલનું આ નગર વર્ષો સુધી અંગ્રેજો ના શાશનમાં હતું અને 2જી ડિસેમ્બર 1971 ના રોજ આઝાદ થયું હોવાથી આ દિવસ નેશનલ દિવસ તરીકે ઉજવાય છે.
     ‎દુબઇ મુખ્યત્વે ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક વસ્તુ માટે જાણીતું છે. અહીંનો અદભુત દુબઈ મોલ જેમાં રોજ 100 દેશમાંથી લાખો લોકો આવે છે. 
     ‎અહીંના પોશાક પણ આકર્ષક છે. પુરુષ પોશાક કંદુરા ના નામથી અને સ્ત્રી પોશાક અબાયા તરીકે ઓળખાય છે. ઊંટ ની લાદની વાસ ન આવે એ માટે ટાઈ જેવા આકાર નું તરબૂશા પહેરાતું જે હાલ શેખ લોકો ની ફેશન છે.
     ‎ભારત સંસ્કાર અને સંસ્કૃતિ માટે દેશ માં ઓળખાય છે તેમ દુબઇ ના શિસ્ત અને નિયમ વિશ્વ માં વખણાય છે. ટ્રાફિક નિયમ તોડવા ઉપર 11000 રૂપિયા નો દંડ , છેતરપિંડી ઉપર 10,00,000 રૂપિયા નો દંડ અને જેલ ની સજા તો ખરીજ. આટલા પર થી જ અંદાજ આવે કે ભારત માં થાય એ ગુનાઓ ઉપર અહીંયા કેવી સજા હશે. કષ્ટડી નો નિયમજ નથી સીધી સજા સુનાવણી. કારણ એવો મૂર્ખ અને ગુનાહિત લોકો પાછળ સમય બગાડવા માટે દુબઈ સરકાર સમય બગાડે તો વિકાસ નું શુ!!!
     ‎દુબઇ ના ઇલેક્ટ્રોનિક અને ગોલ્ડમાર્કેટ સિવાય ભારત કરતા મોંઘવારી ખૂબ છે. ઝલક સ્વરૂપે 500 ml પાણી ના 90 રૂપિયા, 1 km ટેક્સી ના 180 રૂપિયા. બીજી વસ્તુનો તો જાત અનુભવ કરો તો ખબર પડે.!!
     ‎જુનેરા પબ્લિક બીચ, બુર્જ અલ અરબ, ગોલ્ડ સુક માર્કેટ, મીના બજાર, બુર્જ ખલીફા, ફરારી વર્લ્ડ, ડેઝર્ટ સફારી, અને દુબઈ મોલ આ એવા સ્થળો છે જેને લીધે વિશ્વની નજર દુબઇ ઉપર થી ખસતી નથી.
     ‎દુબઇ માત્ર ફરવા માટે નથી, અહીંયાનું ઉદ્યોગજગત વિશ્વ વિખ્યાત છે. દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં દર મહિને કાંઈક ને કાંઈક નવા વિચારો સાથે હજારો ઉદ્યોગપતિઓ મળે છે અને એક બીજા સાથે B2B મિટિંગો કરી ઉદ્યોગજગત ને આગળ લાવવાના પ્રયાસો થાય છે. સૌભાગ્યવશ મને AIM2018 નામની બિઝનેસ સમિટ માં આમંત્રણ મળેલું જેને લીધે દુબઇ જોવાની તક મળી. અહીંયા આવતા વિદેશી ડેલીગેટ્સ ને અદભુત સારસંભાળ સરકાર દ્વારા અપાય છે જેનો અનુભવ થયો. અહીંની સરકાર નાના માં નાના ઉદ્યોગકારો માટે પોઝિટિવ વલણ ધરાવે છે જેનો અનુભવ થયો. 
     ‎સ્વર્ગ તો કેવું હશે રામ જાણે, પણ દુબઇ જોયા પછી એવું લાગે છે કે ભગવાન આ દુબઇ ને જ સ્વર્ગ નો ભાગ માનતો હશે.

Author:

Uttam Trasadiya

Date: 29.03.2020

Email: uttam@uttamtrasadiya.in


Friday, 7 February 2020

વ્યક્તિ વિશેષ : શ્રી નવઘણભાઈ મુંધવા

ગુજરાતની આ પવિત્ર ધરા વર્ષોથી દાતારો અને શૂરવીરો માટે ઓળખાય છે. આજે એવા જ એક સામાજિક અગ્રણી, સરળ સૌમ્ય અને નિખાલસ વ્યક્તિ ની વાત આપ સાથે કરવી છે. 
અમદાવાદ ના એસ.પી રિંગરોડ ઉપર સ્થિત નાગલધામ ગ્રુપ અને એના પ્રમુખ મારા આત્મીય સ્નેહીશ્રી નવઘણભાઈ.

નવઘણભાઈ એટલે ભરવાડ સમાજ અને ગુજરાતની આ પવિત્રધરાનું ઘરેણું કહી શકાય એવું વ્યક્તિત્વ છે.
આખા અમદાવાદ માં મોટા ભાગ ના સર્કલ ઉપર તમને જોવા મળશે "માનવતા ની દીવાલ"
આ માનવતા ની દિવાલ ના પ્રણેતા એટલે નવઘણભાઈ. તેમણે વિચાર કર્યો કે સમાજ માં એવા ઘણા વ્યક્તિઓ છે જેમને પૂરતા પહેરવા અને ઓઢવાના કપડાં નથી અને એ લોકો બીજા પાસે હાથ લંબાવતા પણ અચકાય છે તો એના વિકલ્પ સ્વરૂપે ગરીબ વર્ગ ના લોકો માટે અમદાવાદ માં ઠેર ઠેર "માનવતા ની દીવાલ" બનાવી જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાના વધારા ના કપડાં મૂકી જાય અને જરૂર હોય તે સ્વૈચ્છીક આવી ને લઈ જાય... ધન્ય છે દોસ્ત...
15 જાન્યુઆરી ના દિવસે એમની દીકરી ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી. 
અમદાવાદના નાના ચિલોડા સર્કલ ઉપર "નાગલધામ અન્ન ક્ષેત્ર" શરૂ કર્યું છે જ્યાં માત્ર 5 રૂપિયા ના નજીવા દરે જરૂરિયાત મંદને પેટ ભરી ને દાળ ભાત પીરસવામાં આવે છે. 
માત્ર અન્ન ક્ષેત્ર શરૂ કરી ને ત્યાં થી છૂટી નથી ગયા પણ દિવસ દરમિયાન પોતાની અનુકૂળતા ના સમય માં તે સ્વયં ત્યાં હાજર રહીને ભોજન પીરસે છે જે સમાજ માટે એક આદર્શ ઉદાહરણ છે. 
આ સાથે ભરવાડ સમાજ ના યુવાનો ના વિકાસ માટે અનેક કાર્યો કરતા રહ્યા છે. 
માતાજી એમને ખૂબ સુખી રાખે અને તેમના વરદ હસ્તે સામાજિક કાર્યો માં નિમિત્ત બનતા રહે એ જ અભ્યર્થના સાથે નાગલધામ ગ્રુપ અને નવઘણભાઈ ને ખૂબ ખૂબ શુભકામનાઓ...

Author:

Uttam Trasadiya

Date: 07.02.2020

Email: uttam@uttamtrasadiya.in


Wednesday, 15 January 2020

सैन्य को अर्पण

भारत माँ का सबसे न्यारा,

एक एक फौजी वीर हमारा।

छीन के लेंगे हक है हमारा,
कश्मीर हमे है जान से प्यारा।

तब तब बजा है ढोल नगरा,
भारतका हुआ जब जय जय कारा।

चाहते है हम प्यारा ये नारा,
वंदे भारत मातरम, वंदे भारत मातरम।

Author:

Uttam Trasadiya

Date: 15.01.2020

Email: uttam@uttamtrasadiya.in